Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદના સ્મશાનગૃહોમાં હાલ જુના કોન્ટ્રાકટર યથાવત રહેશે

અહેવાલ-- રીમા દોશી, અમદાવાદ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહોમાં હાલ જે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેઓનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને કોર્પોરેશન દ્વારા આ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે ત્યારે નવા કોન્ટ્રાક્ટરોની ભરતી વખતે તકેદારી રાખવાની ચર્ચા...
અમદાવાદના સ્મશાનગૃહોમાં હાલ જુના કોન્ટ્રાકટર યથાવત રહેશે
Advertisement
અહેવાલ-- રીમા દોશી, અમદાવાદ
અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહોમાં હાલ જે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેઓનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને કોર્પોરેશન દ્વારા આ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે ત્યારે નવા કોન્ટ્રાક્ટરોની ભરતી વખતે તકેદારી રાખવાની ચર્ચા બુધવારે મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં થઈ હતી. જ્યાં સુધી નવા કોન્ટ્રાક્ટરોને કામ નહીં સોંપવામાં આવે ત્યાં સુધી જુના કોન્ટ્રાક્ટરોની કામગીરી ચાલુ રહેશે .વર્તમાન સમયમાં જે કોન્ટ્રાક્ટરો છે તેઓ વિવિધ પ્રકારે ગેરરીતિ કરતા પકડાયા છે ત્યારે તેઓને માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવ્યો છે. તેઓની સામે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.. તંત્ર દ્વારા માત્ર કહેવાતી કામગીરી કરાઈ છે
કોન્ટ્રાક્ટરને નોટિસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવતી લોખંડની ઘોડીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા ફેરફાર તેમજ વજનકાંટો ન રાખવામાં આવતાં હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. સ્મશાન ગૃહોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ચલાવવામાં આવતી લાલિયાવાડી બાદ વાડજ વિસ્તારમાં આવેલા સ્મશાનમાં વજનકાંટો ન રાખવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે.
કૌભાંડ સામે આવ્યા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી નહીં
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા સમભાવ સેવા સંઘ અને જયશ્રી કૃષ્ણ સંસ્થાને બ્લેક લિસ્ટ કરવાની અગાઉ દરખાસ્ત લાવવામાં આવી હતી પરંતુ ભાજપના સત્તાધીશો દ્વારા તેને પરત મોકલવામાં આવી હતી અને હવે કૌભાંડ સામે આવ્યા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
Tags :
Advertisement

.

×