Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રેમીકાને બદનામ કરવા PMની હત્યાનો મેઇલ કરનારો શખ્સ ઝડપાયો

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે તે સમયે જ દેશની સુરક્ષા એજન્સીને એક ઇ-મેઇલ કરી વડાપ્રધાન (Prime Minister)ને મારી નાખવાની ધમકી આપનારા યુવકની ગુજરાત એટીએસ (Gujarat ATS) એ યુપીથી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પ્રેમમાં પાગલ યુવકે બોગસ ઇમેઇલ આઈડી બનાવી ધમકીનો ઇમેઇલ કરીને યુવતીને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે આ યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ધમકીન
પ્રેમીકાને બદનામ કરવા pmની હત્યાનો મેઇલ કરનારો શખ્સ ઝડપાયો
Advertisement
એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે તે સમયે જ દેશની સુરક્ષા એજન્સીને એક ઇ-મેઇલ કરી વડાપ્રધાન (Prime Minister)ને મારી નાખવાની ધમકી આપનારા યુવકની ગુજરાત એટીએસ (Gujarat ATS) એ યુપીથી ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પ્રેમમાં પાગલ યુવકે બોગસ ઇમેઇલ આઈડી બનાવી ધમકીનો ઇમેઇલ કરીને યુવતીને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે આ યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. 
ધમકીનો ઇમેઇલ કર્યો
ગુજરાત એટીએસના ગિરફતમાં રહેલા અમન સક્સેનાએ કરેલા ઇ ઈમેલથી ગુજરાતભરની એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી કારણકે તેણે DPG પોર્ટલ ઉપર  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટેનો એક ઇમેઇલ કર્યો હતો. ઇ-મેઈલમાં લખ્યું હતું કે ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન પીએમની હત્યા તેમજ દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયની ઇમારતમાં બ્લાસ્ટ કરવાની યોજના તાન્યા નામની યુવતી કે જે નવી નવી દિલ્હીમાં વકીલાત કરે છે અને તે પટનાની છે અને એક અમન નામનો યુવક બદાયુનો છે..ત્યાં એક ગેંગ છે જેની ફેસબુક પ્રોફાઈલ સાથે સાથેનો ઈમેલ કર્યો હતો. આ ઇમેઇલ મળતાં જ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઇ હતી. ગુજરાત એટીએસે ઇ-મેઈલનું લોકેશન ટ્રેસ કરીને મેઇલ કરનારા યુપીના બદાયુમાંથી અમન સક્સેનાની ધરપકડ કરી છે...

ખોટી ડિજીટલ ઓળખ આપી હતી
પકડાયેલ અમન સક્સેનાની પૂછપરછ કરતા સામે આવ્યું કે અમન સક્સેના શુભમ રાજકુમાર નામની ખોટી ડિજિટલ ઓળખ ધારણ કરી PG પોર્ટલ પર ખોટી અરજી કરતો હતો અને અમને પોતે જ પીએમને મારી નાખવાની યોજના તેમજ કેન્દ્રીય સચિવાયલ તથા ચૂંટણીમાં બ્લાસ્ટ કરવાની યોજના કરી હોવાનો ઇમેઇલ કર્યો હતો.
પ્રેમ પ્રકરણમાં પ્લાન બનાવ્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમન તાન્યા નામની યુવતી સાથે પ્રેમ કરતો હતો પણ તાન્યાએ પ્રેમનો ઇનકાર કર્યો હોવાથી અમને તાન્યાને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું જેમાં અમન પર કોઈ શંકા ન કરે અને તાન્યા અમન સાથે વાતચીત કરે તેવો એક પ્લાન બનાવ્યો જેમાં તાન્યાનો મિત્ર શુભમનું ખોટુ ઇમેઇલ આઈડી અમનએ બનાવ્યું અને અમન પોતાનું નામ અને તાન્યાનું નામ લખી ધમકી વાળો ઈમેઈલ કરતો હતો જેથી તાન્યા શુભમ સાથે બોલે નહિ અને ફરી અમન સાથે તાન્યા વાતચીત કરે.
15 ધમકીભર્યા મેઇલ કર્યા
આરોપી અમન 29 સપ્ટેમ્બર થી 25 નવેમ્બર 2022 સુધીમાં 15 જેટલા ધમકી ભરેલી અરજી અને ઇમેઇલ કરી ચૂક્યો છે. આરોપી અમન મુંબઈમાં આઈ.આઈ.ટીમાં એન્જીનીયરનો અભ્યાસ કરી યુપીમાં ખાનગી કંપનીમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. યુવતી તાન્યા અને શુભમ દિલ્હીમાં વિકલાતનો અભ્યાસ કરે છે.અમન તાન્યાની નજરમાં સારો વ્યક્તિ બનવા આ આખું કાવતરું ઘડ્યું અને અંતે અમન જેલના સળિયા પાછળ ધકેલાઈ ગય હતો.ગુજરાત એટીએસ અમનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×