Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Congress : પદગ્રહણ પહેલા નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા, વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા

અમિત ચાવડાએ અમદાવાદમાં નગરદેવી ભદ્રકાલી માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પદગ્રહણ સમારંભને 'સંકલ્પ દિવસ' નામ આપવામાં આવ્યું છે.
gujarat congress   પદગ્રહણ પહેલા નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા  વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા
Advertisement
  1. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારંભ (Gujarat Congress)
  2. અમીત ચાવડાએ સૌપ્રથમ અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતાનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
  3. રેલી સ્વરૂપે ટાઉનહોલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા
  4. શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, મુકુલ વાસનિક સહિતનાં દિગ્ગજો ઉપસ્થિત રહ્યા

Gujarat Congress : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો (Amit Chavda) આજે પદગ્રહણ સમારંભ યોજાઈ રહ્યો છે, જેમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil), કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor), પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, ધારાસભ્યો, નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. આ પહેલા અમિત ચાવડાએ અમદાવાદમાં નગરદેવી ભદ્રકાલી માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પદગ્રહણ સમારંભને 'સંકલ્પ દિવસ' નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો -Gandhinagar : GCMMF નાં નવા ચેરમેન, વાઇસ ચેરમેનની CM સાથે શુભેચ્છા મુલાકાત

Advertisement

Advertisement

રાજીવ ગાંધી ભવન ખાતે નવા પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારંભ

આજે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં નવનિયુક્ત પ્રમુખ અમિત ચાડવાનો (Amit Chavda) પદગ્રહણ સમારંભ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો (Gujarat Congress) હાજર રહ્યા છે. આ પદગ્રહણ સમારંભને 'સંકલ્પ દિવસ' (Sankalp Divas) નામ આપવામાં આવ્યું છે. આ સમારોહમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક (Mukul Wasnik), પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ શૈલેષ પરમાર સહિત ધારાસભ્યો, નેતાઓ હાજર રહ્યા છે. જો કે, આ કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીની ગેરહાજરી જોવા મળી છે.

આ પણ વાંચો -Gujarat News: GCMMFના નવા ચેરમેન બન્યા અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાની નિયુક્તિ

પદગ્રહણ પહેલા નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

પદગ્રહણ સમારંભ પહેલા અમિત ચાવડાએ નગરદેવી ભદ્રકાળી માતાજીનાં (Bhadrakali Mataji Temple) દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ રેલી સ્વરૂપે ટાઉનહોલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા અને ત્યાર પછી પ્રદેશ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પદગ્રહણ સમારંભ માટે રવાના થયા હતા. અમિત ચાવડાએ આજથી વિધિવત્ રીતે પોતાનો ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો - Gujarat ACB ના ઇતિહાસમાં ડિજિટલ કરપ્શનનો પ્રથમ કેસ, ક્યૂઆર કૉડ મોકલી તલાટીએ લાંચ લીધી

Tags :
Advertisement

.

×