અમદાવાદની આ કોલેજમાં જય શ્રી રામના લાગ્યા નારા, જાણો શું થયું
એચ.એ કોલેજમાં વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવતા પ્રિન્સિપાલે માફી પત્ર લખાવ્યો.ABVPએ પ્રિન્સિપાલ ઓફિસની બહાર જ હનુમાન ચાલીસા કરી.વિરોધ બાદ પ્રિન્સિપાલે હાથ ઊંચો કરી ABVP સાથે જય શ્રી રામના નારા લગાવ્યાઅમદાવાદ (Ahmedabad)ની GLS યુનિવર્સીટી કેમ્પસમાં આવેલી એચ.એ કોમર્સ કોલેજ (HA College)માં જય શ્રી રામના નારાને લઈને વિવાદ (Controversy) સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ કોલેજમાં લેક્ચર બાદ જય શ્રી રામના નારા
Advertisement
- એચ.એ કોલેજમાં વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવતા પ્રિન્સિપાલે માફી પત્ર લખાવ્યો.
- ABVPએ પ્રિન્સિપાલ ઓફિસની બહાર જ હનુમાન ચાલીસા કરી.
- વિરોધ બાદ પ્રિન્સિપાલે હાથ ઊંચો કરી ABVP સાથે જય શ્રી રામના નારા લગાવ્યા
અમદાવાદ (Ahmedabad)ની GLS યુનિવર્સીટી કેમ્પસમાં આવેલી એચ.એ કોમર્સ કોલેજ (HA College)માં જય શ્રી રામના નારાને લઈને વિવાદ (Controversy) સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ કોલેજમાં લેક્ચર બાદ જય શ્રી રામના નારા લગાવ્યા હતા જે માટે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે માફી પત્ર લખાવ્યો હતો.સમગ્ર મામલે ABVPએ પ્રિન્સિપાલ ઓફિસની બહાર હનુમાન ચાલીસા કરી વિરોધ નોંધાવ્યો છે.
વિદ્યાર્થીઓએ નારા લગાવ્યા હતા
એચ.એ કોમર્સ કોલેજમાં 2 દિવસ અગાઉ બીકોમ સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ લેક્ચર પૂરો થયા બાદ જય શ્રી રામના લગાવી રહ્યા હતા.આ નારા લગાવતા એક પ્રોફેસર ક્લાસમાં આવ્યા હતા. 5 વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલ પાસે લઈ જવામાં આવ્યા હતા.એચ.એ કોલજના પ્રિન્સિપાલ સંજય વકીલે આ મામલે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે ન્યુસન્સ ફેલાવી રહ્યા છો, તમે માફી પત્ર આપો નહિ તો રસ્ટીકેટ કરવામાં આવશે જેથી 5 વિદ્યાર્થીઓએ પોતાનાં નામ સરનામાં સાથે પ્રિન્સિપાલના નામે માફી પત્ર લખ્યો હતો.
પ્રિન્સિપાલે માફી પત્ર લખાવ્યું
માફી પત્રમાં વિદ્યાર્થીઓ પાસે લખાવ્યું હતું કે અમે વર્ગખંડમાં જય શ્રી રામ બોલીએન ગેરવર્તન કર્યું છે. અમે જય શ્રી રામ બોલ્યા જેથી વર્ગખંડમાં તકલીફ થઇ છે.અમે નારા લગાવ્યા તે બદલ માફી માંગીએ છીએ.આ પત્ર લખાવીને ફરીથી વર્ગમાં જય શ્રી રામના નારા ના લગાવવા વિદ્યાર્થીઓ પાસેથી ખાતરી લેવામાં આવી હતી.
ABVPનો ઉગ્ર વિરોધ
આ સમગ્ર મામલે ABVP ને જાણ થતાં ABVP એ કોલેજમાં ઉગ્ર વિરોધ કર્યો હતો.ભગવાનના નામ બોલવા માટે માફી પત્ર લખવતા ABVP એ માફી પત્ર લખવનાર પ્રિન્સિપાલ સંજય વકીલની કેબિન બહાર બેસીને હનુમાન ચાલીસા કરી હતી. ABVP ના કાર્યકરોએ પ્રિન્સિપાલનો વિરોધ પણ કર્યો હતો. જોકે બાદમાં પ્રિન્સિપાલ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ABVP ના કાર્યકરો સાથે પોતે હાથ ઊંચો કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


