Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટિકટોક ગર્લની દબંગાઈ, કિર્તી પટેલ સામે નોંધાઈ ફરિયાદ

 ટિકટોકથી ફેમસ થયેલી કીર્તિ પટેલ બની ગુનેગાર કીર્તિ પટેલે અંગત અદાવતમાં યુવતીને માર્યો મારસુરતની કીર્તિ પટેલ થોડા સમય પહેલા ટિકટોકથી ફેમસ થઈ હતી. બાદમાં સુરતમાં તેની સામે પોલીસ કાર્યવાહી પણ થઈ હતી. જોકે હવે કીર્તિ પટેલ એટલી હદે બેફામ બની ગઈ છે કે જાહેરમાં એક યુવતીને માર મારતા પણ ખચકાતી નથી. વાત જાણે એમ છે કે અમદાવાદના એસજી હાઇવે પર એક યુવતીને કિર્તી પટેલે પાઈપથી માર માર્યો હોવા
ટિકટોક ગર્લની દબંગાઈ  કિર્તી પટેલ સામે નોંધાઈ ફરિયાદ
Advertisement
  •  ટિકટોકથી ફેમસ થયેલી કીર્તિ પટેલ બની ગુનેગાર
  •  કીર્તિ પટેલે અંગત અદાવતમાં યુવતીને માર્યો માર
સુરતની કીર્તિ પટેલ થોડા સમય પહેલા ટિકટોકથી ફેમસ થઈ હતી. બાદમાં સુરતમાં તેની સામે પોલીસ કાર્યવાહી પણ થઈ હતી. જોકે હવે કીર્તિ પટેલ એટલી હદે બેફામ બની ગઈ છે કે જાહેરમાં એક યુવતીને માર મારતા પણ ખચકાતી નથી. વાત જાણે એમ છે કે અમદાવાદના એસજી હાઇવે પર એક યુવતીને કિર્તી પટેલે પાઈપથી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  અમદાવાદના રાણીપમાં રહેતી એક યુવતીએ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.. આ એજ કીર્તિ પટેલ છે જે પોતાની જાતને સ્ટાર સમજે છે, પણ હકીકતમાં તે સમાજ માટે એક ગુનેગાર સાબિત થઈ છે. અગાઉની જેમ જ ફરી તે વિવાદમાં સપડાઈ છે. રાણીપની યુવતી એસજી હાઇવે પર ચા પીવા ગઈ ત્યારે કિર્તી પટેલે ત્યાં આવી પાઈપથી યુવતીને ઢોર માર  મારી ઇજાઓ પહોંચાડી હતી. સારવાર બાદ યુવતીએ પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
યુવતીએ કિર્તી પટેલ સામે નોંધાવી ફરિયાદ
પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે ફરિયાદી કોમલબેન પંચાલ બ્યુટી પાર્લર ધરાવે છે. છ મહિના અગાઉ instagram એપ્લિકેશનમાં યુવતી તેના મિત્રો સાથે લાઈવ થઈ હતી. ત્યારે અંદરોઅંદર વીડિયો દ્વારા વાતો કરતા હતા. તે સમયે tiktok એપ્લિકેશનથી ફેમસ થયેલી કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવ આવી ગાળો આપી હતી. જે બાબતે ઝઘડો થયો હતો. આ બાબતને લઈ યુવતીએ તે સમયે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. 
યુવતીને મારી નાખવાની આપી હતી ધમકી
21 ફેબ્રુઆરીના રોજ યુવતી તેના ઘરે હાજર હતી તે દરમિયાન ઇન્સ્ટાગ્રામમાં લાઈવ હતી. તે દરમિયાન તે વીડિયોમાં કોઈએ કોમેન્ટ કરી હતી કે તમારી ગાડીના કાચ તૂટયા છે. જેથી આ યુવતી તેના ફ્લેટમાં નીચે તેની ગાડી જોવા જતી હતી. યુવતીએ નીચે જઈને જોતાં તેની ગાડીના બધા કાચ તૂટેલી હાલતમાં હતા અને ત્યાં કોઇ હાજર નહોતું. બાદમાં યુવતી અને તેની મિત્ર ગાડી લઈને ચા પીવા એસ.જી.હાઈવે પાસે કર્ણાવતી ક્લબની બાજુની ટી સ્ટોલમાં ગયા હતા. તે દરમિયાન અચાનક તેની ગાડીનો કાચ તૂટવાનો અવાજ આવતા તે ગાડીમાંથી ઉતરીને જોવા ગઈ. ત્યારે અચાનક જ કોઈએ યુવતીના માથાના પાછળના ભાગે પાઈપ વડે ફટકો માર્યો હતો. યુવતીએ પાછળ વળીને જોયું તો તે કીર્તિ પટેલ હતી. લોખંડની પાઇપ લઈને ઉભી હતી અને બિભત્સ ગાળો બોલતી હતી. બાદમાં કીર્તિ પટેલ અને તેના સાગરીતો તેમના ગ્રુપ સામે પડી છે અને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી.
અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે કીર્તિ પટેલ
કીર્તિ પટેલ અગાઉ પણ ઘણા વિવાદોમાં સપડાઈ ચૂકી છે છતાં ફરી એક વખત તેણે ગુનાને અંજામ આપતા સેટેલાઈટ પોલીસે તેને પકડવા તપાસ હાથ ધરી છે. પોલીસની એક ટીમ કિર્તીને શોધવા સુરતમાં તપાસ શરૂ કરી છે. ગુનેગાર કીર્તિ ઝડપાયા  બાદ વધુ ખુલાસા સામે આવી શકે છે.

Advertisement
Tags :
Advertisement

.

×