"ટ્રાન્સફ્યુઝન ફ્રી હાર્ટ," ટ્રાન્સપ્લાન્ટની સૌથી નવીન અને અનન્ય તકનીક મરેંગો સીમ્સ હોસ્પિટલમાં શરૂ કરાઇ
શરીરમાં (Human Body) રહેલું લોહીનું (Blood) ક્યાંય ઉત્પાદન થતું નથી તેનું ઉત્પાદન માત્રને માત્ર મનુષ્યના શરીરમાં જ થાય છે અને હૃદય પ્રત્યારોપણ (Heart Transplant) વખતે તે મોટી માત્રામાં વહી જતું હોય છે અને તેને અટકાવવાના ભાગરૂપે સિમ્સ હોસ્પિટલમાં (SIMS Hospital) અધ્યતન ટેકનોલોજી સાથે રક્ત સ્નાવ વગર હૃદય પ્રત્યારોપણ કરવાની દિશામાં તેઓ નવી ટેકનોલોજી લાવ્યા છે. જેથી ઓપરેશન વખતે રક્તસ્રાવ અટકાવી શકાશે.પ્રથમ ભા
Advertisement
શરીરમાં (Human Body) રહેલું લોહીનું (Blood) ક્યાંય ઉત્પાદન થતું નથી તેનું ઉત્પાદન માત્રને માત્ર મનુષ્યના શરીરમાં જ થાય છે અને હૃદય પ્રત્યારોપણ (Heart Transplant) વખતે તે મોટી માત્રામાં વહી જતું હોય છે અને તેને અટકાવવાના ભાગરૂપે સિમ્સ હોસ્પિટલમાં (SIMS Hospital) અધ્યતન ટેકનોલોજી સાથે રક્ત સ્નાવ વગર હૃદય પ્રત્યારોપણ કરવાની દિશામાં તેઓ નવી ટેકનોલોજી લાવ્યા છે. જેથી ઓપરેશન વખતે રક્તસ્રાવ અટકાવી શકાશે.
પ્રથમ ભારતીય કોર્પોરેટ હોસ્પિટલ બની
દક્ષિણ એશિયા અને ભારતમાં એક અનોખા સહયોગમાં મરેંગો એશિયા હોસ્પિટલ્સે, સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવા માટે ટ્રાન્સફ્યુઝન ફ્રી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સૌથી નવીન અને અનન્ય તકનીકમાંની એક માટે વેરફેન સાથે હાથ મિલાવ્યા છે. મરેંગો સિમ્સ હોસ્પિટલ આ ઈનોવેટીવ ટેક્નોલોજીને તેના દર્દીઓ સુધી વિસ્તારનાર પ્રથમ ભારતીય કોર્પોરેટ હોસ્પિટલ હશે.
સૌથી અદ્યતન ટેકનિક્સમાંની એક ટેકનિક
સમગ્ર દક્ષિણ એશિયા અને ભારતમાં આ પ્રકારના એક અદ્વિતીય જોડાણમાં મરેંગો એશિયા હોસ્પિટલ્સ ટ્રાન્સફ્યુઝન ફ્રી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સૌથી અદ્યતન ટેકનિક્સમાંથી એક ટેકનિક લાવી છે. આ સહયોગ પર ડો. રાજીવ સિંઘલ, મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ, મરેંગો એશિયા હોસ્પિટલ્સ અને અનુરાગ મિશ્રા, પ્રાદેશિક નિર્દેશક- ભારત અને દક્ષિણ એશિયા, વેર્ફેન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ડૉ. સિંઘલ સાથે જોડાનાર અન્ય સભ્યોમાં ડૉ. કેયુર પરીખ, ચેરમેન, મરેંગો સિમ્સ હોસ્પિટલ, ડૉ. ધીરેન શાહ, ડિરેક્ટર - હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ અને ડૉ. અજય ગાંધી, એસોસિયેટ ડિરેક્ટર- ક્લિનિકલ અફેર્સ, વર્ફેન ઈન્ડિયા સમાવિષ્ટ હતા. ડૉ. ક્લાઉસ ગોર્લિંગરે પ્રોટોકોલ્સના અમલીકરણ માટેના કાર્યક્રમનું નેતૃત્વ કરશે.
સલામતી અને વધુ સારા પરિણામો ઉદ્દેશ્ય
મરેંગો એશિયા હેલ્થકેર ગ્રુપ, વેરફેન સાથે વ્યૂહાત્મક ભાગીદારીમાં, અનન્ય અને નવીન સોલ્યુશન "GEMWeb Live" અપનાવવા માટે તૈયાર છે, જે કાર્ડિયાક સર્જીકલ પ્રક્રિયાઓ માટે ડાયગ્નોસ્ટિક એસેસ અને ગ્રાફનું રીઅલ-ટાઇમ ઓનસ્ક્રીન ડેશબોર્ડ છે. અમારી ફ્લેગશિપ હોસ્પિટલ મરેંગો સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ આવી સુવિધાથી સજ્જ પ્રથમ ભારતીય કોર્પોરેટ હોસ્પિટલ બનશે. દર્દીની સલામતી અને વધુ સારા પરિણામો અમારા મુખ્ય ઉદ્દેશ્યો છે જેની સાથોસાથ કોગ્યુલોપેથિક રક્તસ્રાવના મૂલ્યાંકનમાં ક્લિનિકલ યોગ્યતા અને ડાયગ્નોસ્ટિક અને મેનેજમેન્ટ-માર્ગદર્શક ઉપકરણોના શ્રેષ્ઠ ઉપયોગનો સમન્વય પણ સમાવિષ્ટ છે.
દક્ષિણ એશિયાની પ્રથમ સંસ્થા બની
મરેંગો એશિયા-વેરફેન ભાગીદારી "સેન્ટર ઓફ એક્સેલન્સ" ના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. મરેંગો સિમ્સ અત્યાધુનિક હેલ્થ-ટેક્નોલોજી અને પ્રોટોકોલ આધારિત ક્લિનિકલ પ્રેક્ટિસના માધ્યમથી તેના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને કાર્ડિયોથોરાસિક વેસ્ક્યુલર સર્જિકલ સેગમેન્ટ જીબીડીએમ અપનાવે છે અને અમે દક્ષિણ એશિયામાં આવું કરનારી પ્રથમ સંસ્થા બનશે.
ફાયદાઓ
જટિલ કાર્ડિયાક સર્જિકલ પ્રક્રિયાઓમાં દર્દીને લોહી ચઢાવવાની પ્રેક્ટિસની જરૂર પડે છે, પરંતુ ઘણી વાર ટ્રાન્સફ્યુઝન દર્દી માટે ગંભીર અને લાંબા સમય સુધી ચાલતી ગૂંચવણો સહિત પ્રતિકૂળ અસરો તરફ દોરી જાય છે. ન્યૂનતમ રક્ત તબદીલ કરવા માટે અને તેનાથી દર્દીઓના પરિણામોમાં સુધારા માટે (જેમ કે હોસ્પિટલમાં રોકાણની લંબાઈમાં ઘટાડો) સૌથી વધુ ટકાઉ, કિફાયતી અને પુરાવા-આધારિત અભિગમ પેશન્ટ બ્લડ મેનેજમેન્ટ (પીબીએમ) ના સિદ્ધાંતો અને પ્રથાઓ અમલમાં મૂકવાનો છે, જેની વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે. પીબીએમનો સૌથી નિર્ણાયક અને તબીબી રીતે સાબિત થયેલ પાયો ગોલ-ડાયરેક્ટેડ બ્લીડિંગ મેનેજમેન્ટ (જીડીબીએમ) છે. ઑસ્ટ્રેલિયા, યુએસ અને યુરોપમાં સાબિત સિદ્ધિઓ સાથે જીડીબીએમ અપનાવવાથી લોહીના વપરાશમાં 90 ટકા સુધીનો ઘટાડો, આઈસીયુમાં રોકાણના સમયમાં 25 ટકાનો ઘટાડો, ચેપ અથવા કિડનીને નુકસાન જેવી સમસ્યાઓમાં 70 ટકા સુધીનો ઘટાડો સુનિશ્ચિત થાય છે જેનાથી ડૉક્ટરોને વધુ કાર્યક્ષમતા મળે છે અને દર્દીના સંચાલન માટે સમય મળે છે. આના પગલે દર્દીના પરિણામોમાં એકંદર સુધારો જોવા મળે છે.
'પેશન્ટ ફર્સ્ટ' પર ધ્યાન કેન્દ્રિત
ડો. રાજીવ સિંઘલ, મરેંગો એશિયા હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ સીઈઓ કહે છે, “38 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ્સ હાથ ધરવા સાથે, અમે ટ્રાન્સફ્યુઝન ફ્રી હૃદય પ્રત્યારોપણ માટે શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે આને ઉચ્ચ સ્તરે લઈ જઈ રહ્યા છીએ. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં અમારી ક્લિનિકલ શ્રેષ્ઠતા માટે પસંદગીના ગંતવ્ય તરીકેની માન્યતા સાથે, અમે 'પેશન્ટ ફર્સ્ટ' પર ધ્યાન કેન્દ્રિત કરીને અમારા દર્દીઓ માટે ઑપ્ટિમાઇઝ ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. વેરફેન સાથે વ્યૂહાત્મક સહયોગ દ્વારા, અમે ભારત અને એશિયા પેસિફિક પ્રદેશમાં પ્રથમ વખત રક્તહીન હૃદય પ્રત્યારોપણ લાવવામાં અગ્રણી બનીશું. આ ઑપ્ટિમાઇઝ ક્લિનિકલ પરિણામોને વધારશે અને દર્દીના અનુભવ અને સેવા વિતરણને નવી રીતે વ્યાખ્યાયિત કરશે. અમે આશા રાખીએ છીએ કે હેલ્થકેર ઉદ્યોગમાં બેન્ચમાર્ક બનાવવા માટે આ ગેમ ચેન્જર સાબિત થશે.”
તબીબી વ્યૂહરચનાઓનો યોગ્ય ઉપયોગથી દર્દીને ફાયદો
ડો. ધીરેન શાહ, ડાયરેક્ટર - હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ, મરેંગો સિમ્સ હોસ્પિટલે જણાવ્યું હતું કે “હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં, એલોજેનિક રક્ત તબદિલી સામાન્ય છે. આ અનોખી ટેકનિક વડે અમે બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટેકનિકના ધોરણો બદલવા માટે તૈયાર છીએ. અમે ટ્રાન્સફ્યુઝન ફ્રી પ્રક્રિયાઓ સાથે જોડાયેલી વ્યૂહરચનાઓ પર જ્ઞાન અને કુશળતા વહેંચી રહ્યા છીએ. ટ્રાન્સફ્યુઝન ઘટાડવા, રક્ત નુકશાન ઘટાડવા, દર્દી માટે સલામતી વધારવા, ગૂંચવણોની ઘટનાઓ અને ગંભીરતા, એલોજેનિક રક્ત ટ્રાન્સફ્યુઝનથી સંબંધિત મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે તબીબી વ્યૂહરચનાઓનો યોગ્ય ઉપયોગ દર્દીઓ માટે ફાયદા છે. સમાન ડીએનએ ધરાવતા દર્દીના લોહીના અનેક ફાયદા છે. દર્દીના લોહીનો ઉપયોગ કરીને, ચેપ દર અડધાથી વધુ ઘટાડે છે. આ નોલેજ શેરિંગ પ્લેટફોર્મ અમને સુરક્ષિત તકનીકો, લગભગ નગણ્ય બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ માટે ઝડપી પુનઃપ્રાપ્તિ લાવવા માટે સક્ષમ બનાવે છે.”
હેલ્થકેરમાં સીમાચિહ્ન
ડો. કેયુર પરીખ, મરેંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેને જણાવ્યું હતું કે “મરેંગો સિમ્સ હોસ્પિટલ ગુજરાત રાજ્યમાં હાથ ધરવામાં આવેલા પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતી છે. આ સહયોગથી અમે એક એવી ટેકનિક શરૂ કરી રહ્યા છીએ જે હેલ્થકેર ઉદ્યોગમાં સીમાચિહ્ન તરીકે કામ કરશે. અમને આશા છે કે ભારતમાં હૃદય પ્રત્યારોપણના અવકાશમાં આ ટેકનિકની આગેવાની કરીને દર્દીઓને વધુ ફાયદો થશે.”
'પાવરિંગ પેશન્ટ કેર' મુખ્ય ઉદ્દેશ્ય
અનુરાગ કુમાર મિશ્રા, પ્રાદેશિક નિર્દેશક-ભારત અને દક્ષિણ એશિયા, વેરફેને જણાવ્યું હતું કે “મરેંગો એશિયા હેલ્થકેર અને વેરફેન વચ્ચે હસ્તાક્ષર કરાયેલ ભવિષ્યલક્ષી ભાગીદારી કરાર દક્ષિણ એશિયામાં એક અનન્ય પ્રકારનો કરાર છે અને તે મરેંગો એશિયાના તમામ હેલ્થકેર સંસ્તાનોમાં પેશન્ટ બ્લડ મેનેજમેન્ટ સોલ્યુશન્સનો અમલ સુનિશ્ચિત કરે છે જેનાથી ઝડપી અને વધુ સચોટ ક્લિનિકલ નિર્ણય લેવાય છે અને દર્દીઓના પરિણામોમાં સુધારો થાય છે. વેરફેન ખાતે 'પાવરિંગ પેશન્ટ કેર'નો અમારો મુખ્ય ઉદ્દેશ્ય અમે જે કરીએ છીએ તેના હૃદયમાં રહેલો છે અને આ ભાગીદારી સાથે, અમે અમારી ઈનોવેટિવ ટેક્નોલોજી અને વૈશ્વિક ક્લિનિકલ કુશળતા સાથે મરેંગો એશિયા જૂથની હોસ્પિટલોની આરોગ્યસંભાળ સુવિધાઓને સશક્ત કરવા પ્રતિબદ્ધ છીએ.”
પ્રતિબદ્ધતા
ડો. અજય ગાંધી, એસોસિયેટ ડાયરેક્ટર- ક્લિનિકલ અફેર્સ, વેરફેન ઇન્ડિયાએ જણાવ્યું હતું કે “પેશન્ટ બ્લડ મેનેજમેન્ટ એ હેલ્થકેર ઇકોસિસ્ટમ માટે અનિવાર્ય જરૂરિયાત છે, ખાસ કરીને વિકાસશીલ અર્થતંત્રોમાં, જ્યાં એનિમિયા સામાન્ય છે, અને લોહી દુર્લભ સંસાધન બની રહ્યું છે. સિમ્સના ક્લિનિકલ અને વહીવટી નેતૃત્વએ પેરી-ઓપરેટિવ રક્તસ્રાવની સેટિંગ્સમાં દર્દીની સલામતી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભલામણ કરેલ શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવાની ખાતરી કરવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે. વેરફેન ઈન્ડિયા અને તેની ક્લિનિકલ ટીમ મરેંગો એશિયા જૂથની તમામ સંસ્થાઓમાં ગોલ ડાયરેક્ટેડ બ્લીડિંગ મેનેજમેન્ટ પ્રોટોકોલને પરિપૂર્ણ કરવા માટે તેમના જ્ઞાન અને કૌશલ્યને પૂરક બનાવવા અને વધારવા માટે પ્રતિબદ્ધ છે.”
ભારતમાં હૃદય પ્રત્યારોપણ અભૂતપૂર્વ સ્તરે
ભારતમાં હૃદય પ્રત્યારોપણની સંખ્યા અભૂતપૂર્વ સ્તરે પહોંચી છે જે ભારતને દક્ષિણ એશિયામાં હૃદય પ્રત્યારોપણ માટે અગ્રણી રેફરલ કેન્દ્ર બનાવે છે. ભારતમાં 2014માં માત્ર 53 હૃદય પ્રત્યારોપણ નોંધાયા હતા અને 2018માં 241 નોંધાયા હતા. ચાર વર્ષમાં હૃદય પ્રત્યારોપણના કાર્યક્રમને ઘણી સફળતા મળી છે. 'ગ્રીન કોરિડોર' દ્વારા દાતાના હૃદયના પરિવહનના આગમનને વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે હૃદયને પ્રાપ્તકર્તા સુધી પહોંચાડવામાં નવો રેકોર્ડ સમય સ્થાપિત કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારત અંગદાન અંગે જાગૃતિ વધારવા માટે તૈયાર છે. ગુજરાતમાં તાજેતરના દિવસોમાં 100મું શબ અંગ દાન નોંધાયું છે, ત્યારે હેલ્થકેર ઉદ્યોગ અજાણ્યા દર્દીઓના જીવન બચાવવા લોકોની માનસિકતામાં પરિવર્તનનો સાક્ષી છે. આ માનવતાવાદી પહેલ ઝડપથી ફેલાઈ રહી છે અને ટૂંક સમયમાં અવયવોની જરૂરિયાત માટે બચાવવામાં આવતા જીવનના વધારામાં મહત્વપૂર્ણ ઘટક બનશે. હૃદય એ અવયવોમાંથી એક છે જે ફક્ત શબમાંથી જ મેળવી શકાય છે. અંગ દાનનું કાર્ય કેટલું ઉમદા અને ગૌરવભર્યું છે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવે અને ખોટી માન્યતાઓ દૂર કરવામાં આવે તો સમગ્ર રાષ્ટ્ર જીવન બચાવવાની સંખ્યામાં નોંધપાત્ર પરિવર્તન અને અંગદાન માટે આગળ આવતા લોકોની સંખ્યામાં વધારો જોશે.
આ પણ વાંચો - રાજ્યના નવા DGP તરીકે વિકાસ સહાય નિમણુંક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


