Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રક ડ્રાઈવર કેમ બન્યો ગાંજાનો પેડલર..?

અમદાવાદ (Ahmedabad)ના કાલુપુર રેલવે સ્ટેશનમાં ટ્રેનમા ગાંજાની હેરાફેરી કરનાર એક આરોપીની રેલવે પોલીસે (Railway Police) ધરપકડ કરી છે. પોલીસે ડ્રગ પેડલર (Drug Peddler) પાસેથી 25 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું કે  ઓછી મહેનતમાં પૈસાદાર થવા ટ્રક ડ્રાઈવર પેડલર બન્યો હતો. ગાંજાની હેરાફેરી કરતો હતોરેલવે પોલીસે પ્રમેશકુમાર રામ પાસવાન નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રમેશ ટ્રેનમા ગાંજાની હેરાà
ટ્રક ડ્રાઈવર કેમ બન્યો ગાંજાનો પેડલર
Advertisement
અમદાવાદ (Ahmedabad)ના કાલુપુર રેલવે સ્ટેશનમાં ટ્રેનમા ગાંજાની હેરાફેરી કરનાર એક આરોપીની રેલવે પોલીસે (Railway Police) ધરપકડ કરી છે. પોલીસે ડ્રગ પેડલર (Drug Peddler) પાસેથી 25 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું કે  ઓછી મહેનતમાં પૈસાદાર થવા ટ્રક ડ્રાઈવર પેડલર બન્યો હતો. 
ગાંજાની હેરાફેરી કરતો હતો
રેલવે પોલીસે પ્રમેશકુમાર રામ પાસવાન નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રમેશ ટ્રેનમા ગાંજાની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો છે. કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટ ફોર્મ 1 પર રેલવે પોલીસ ચેકીંગમા હતી ત્યારે ટ્રેનમાથી બેગ લઈને આવી રહેલા પ્રમેશકુમારનુ વર્તન શંકાસ્પદ લાગતા રેલવે પોલીસે તપાસ કરી હતી.. તેની બેગમાંથી જુદા-જુદા પાર્સલમા 25 કિલો ગાંજો મળી આવ્યો હતો. રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરીને ગાંજો જપ્ત કર્યો હતો.
સારી કમાણીની લાલચ હતી
પકડાયેલો આરોપી પ્રમેશકુમાર રામ પાસવાન મૂળ બિહારનો રહેવાસી છે અને  ઓરીસ્સામા આવેલી વેદાંતા કંપનીમાં ટ્રક ડ્રાઈવર છે. આરોપી કોલસાની ટ્રક ચલાવતો હતો જેથી તેના મિત્ર સુરેશ કેસરીએ ગાંજાનો ધંધો કરીને સારી કમાણીની લાલચ આપી હતી.તેણે પ્રમેશનો ગાંજાના વેપારી સંતલાલ ઉર્ફે સંતભાઈ સાથે સંપર્ક કરાવ્યો હતો. 

પાંચથી છ વખત હેરાફેરી કરી
પૈસાની લાલચમાં આરોપી પ્રમેશ કુમારે ગાંજાની હેરાફેરી શરૂ કરી. તે ટ્રેનમા ગાંજાનો જથ્થો લઈને આવતો હતો અને જુદા જુદા વિસ્તારમાં ગાંજાનુ વેચાણ કરતા લોકોને પહોંચાડતો હતો.. અત્યાર સુધીમા આરોપીએ પાંચથી છ વખત ગાંજાની હેરાફેરી કરી હોવાનુ ખુલ્યું છે.

અન્ય 2 આરોપીની શોધખોળ 
રેલવે પોલીસે ગાંજા કેસમા આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમા રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ઓરીસ્સાના સુરેશ કેસરી અને સંતલાલની પણ ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. 
Tags :
Advertisement

.

×