Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MD ડ્રગ્સ સાથે બે શખ્સો અહીંથી ઝડપાયા, સાથે મળી આવ્યા આટલા બધાં અધધધ રૂપિયા

શહેરમાં ડ્રગ્સના કાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી છે. જેમાં બે પેડલરો મોટા ડીલર બનવા જતા પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયા. આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ તો મળ્યું પણ સાથે અગાઉ ડ્રગ્સ વેચીને કમાયેલા રૂપિયા અને વધુ જથ્થો ખરીદવા ભેગા કરેલા 7 લાખ પણ મળી આવ્યા.વેજલપુર પોલીસે ઇસ્તીયાક સૈયદ અને અબ્દુલ રઉફ અબ્દુલગની સૈયદ નામના શખ્સોની ધરપકડ કરી છે. ઇસ્તીયાક ફતેહવાડીના ઝેનબ ડુપ્લેક્સમાં જà«
md ડ્રગ્સ સાથે બે શખ્સો અહીંથી ઝડપાયા  સાથે મળી આવ્યા આટલા બધાં અધધધ રૂપિયા
Advertisement
શહેરમાં ડ્રગ્સના કાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી છે. જેમાં બે પેડલરો મોટા ડીલર બનવા જતા પહેલા જ પોલીસના હાથે ઝડપાઇ ગયા. આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ તો મળ્યું પણ સાથે અગાઉ ડ્રગ્સ વેચીને કમાયેલા રૂપિયા અને વધુ જથ્થો ખરીદવા ભેગા કરેલા 7 લાખ પણ મળી આવ્યા.
વેજલપુર પોલીસે ઇસ્તીયાક સૈયદ અને અબ્દુલ રઉફ અબ્દુલગની સૈયદ નામના શખ્સોની ધરપકડ કરી છે. ઇસ્તીયાક ફતેહવાડીના ઝેનબ ડુપ્લેક્સમાં જ્યારે અબ્દુલ રઉફ જુહાપુરાના સંકલિતનગરમાં રહે છે. બંને આરોપીઓ ઇસ્તીયાકના ઘરે ભેગા થયા હતા. અને ઘર બંધ કરી એમડી ડ્રગ્સ કોને કેટલા રૂપિયામાં વેચવાનું છે તેનું પ્લાનિંગ કરી રહ્યા હતા.એ પહેલા જ વેજલપુર પોલીસની ટીમને બાતમી મળી.પોલીસે બાતમી મળતા જ તાત્કાલિક ત્યાં પહોંચી રેડ કરતા જ બને આરોપીઓ પાસેથી પોલીસે 21 ગ્રામ એમડી ડ્રગ્સની પડીકીઓ મળી આવી . જે  બાદમાં ઘરમાં અંદર વધુ જથ્થા માટે તપાસ કરાતા પોલીસને એક ડબ્બામાંથી 7.59 લાખ રોકડા મળી આવ્યા. પોલીસે આરોપીઓ પાસેથી 10.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
બને પકડાયેલ આરોપીઓને આ વિસ્તારના યુવાનોને ડ્રગના રવાડે ચઢાવવાનું મગજમાં ભૂત ધૂણતું હતું.કેટલાય સમયથી તેઓ એમડી ડ્રગ્સના ઓછા જથ્થા લાવી લોકોને છૂટકમાં આપી ચુક્યા છે. અને તેઓને ગ્રાહકો મળી રહેતા આરોપીઓ મોટા ડીલર બનવાના સપનાં જોતા હતા તે પહેલા જ ઝડપાઇ ગયા. આરોપીઓ પાસે મળેલી 7.59 લાખ રોકડ ડ્રગ્સની કમાણી ની હોવાનું સામે આવ્યું છે. અગાઉ જે ડ્રગ્સ વેચ્યું તેનાથી તેઓએ આ રૂપિયા ભેગા કર્યા હતા. અને આ જ રૂપિયા થી વધુ ડ્રગ્સનો જથ્થો ખરીદવાના હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
અત્યાર સુધી એમડી ડ્રગ્સ માટે મુંબઈની લાઇન ચાલતી હતી.જ્યાંથી અગાઉ પકડાયેલ આરોપીઓ ડ્રગ્સ લાવ્યા હોવાનું ખુલ્યું હતું. પણ ગાંજા માટે પ્રખ્યાત રાજસ્થાનની લાઇન એમડી ડ્રગ્સના કેસમાં પણ ખુલવા પામી છે.આ પકડાયેલ આરોપીઓ રાજસ્થાનના બાંસવાડાના જમશેદ ઉર્ફે જાવેદ ઉર્ફે શેખવાલા પાસેથી આ એમડી ડ્રગ્સ લાવ્યા હોવાથી આ વોન્ટેડ આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.ત્યારે વોન્ટેડ આરોપી પકડાયા બાદ પકડાયેલ આરોપીઓ અગાઉ કેટલી વાર તેની પાસેથી એમડી ડ્રગ્સ ખરીદી ચુક્યા છે તે વાતનો પર્દાફાશ થશે.
Tags :
Advertisement

.

×