Ahmedabad : રખિયાલમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી!
- Ahmedabad નાં રખિયાલમાં આતંક મચાવનાર કેસમાં કાર્યવાહી
- ઢીલાશ બદલ બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા
- ઘટનાસ્થળેથી નિકળી ગયેલા પોલીસકર્મી વિરૂદ્ધ પણ કાર્યવાહી થશે
અમદાવાદનાં (Ahmedabad) રખિયાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા જાહેરમાં આતંક મચાવી પોલીસ સામે દાદાગીરી કરવાનાં કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે કાર્યવાહીમાં ઢીલાશ બદલ 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઘટનાસ્થળેથી નિકળી ગયેલા પોલીસકર્મીઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી થશે એવી માહિતી છે. આ કેસમાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 2 ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 આરોપી હાલ પણ ફરાર છે.
આ પણ વાંચો - Ahmedabad : પોલીસને જાહેરમાં ધમકાવનારા તત્વો આખરે કાયદાનાં સકંજામાં! વધુ એકની ધરપકડ
કાર્યવાહીમાં ઢીલાશ બદલ 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયાં
અમદાવાદનાં (Ahmedabad) રખિયાલ વિસ્તારમાં આતંક મચાવતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે, આ મામલે પોલીસકર્મીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, કાર્યવાહીમાં ઢીલાશ બદલ 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઘટનાસ્થળેથી નિકળી ગયેલા પોલીસકર્મી વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી છે. જણાવી દઈએ કે, બાપુનગર (Bapunagar), રખિયાલમાં (Rakhiyal) ગત મોડી રાતે અસામાજિક તત્વોએ તલવાર સહિતનાં હથિયારો સાથે જાહેરમાં આતંક મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવતા શહેર પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - Bharuchમાં સગીરા સાથે દુષ્કર્મને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ
મુખ્ય આરોપી સહિત બે ની ધરપકડ, 4 હજું પણ ફરાર
આ કેસમાં અત્યાર સુધી પોલીસે સમીર અને ફઝલ નામનાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફઝલ એ મુખ્ય આરોપી છે. જો કે, અન્ય 4 આરોપી હાલ પણ પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી ફઝલ સામે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ તપાસ અનુસાર, બધાં આરોપીઓનાં ગુનાહિત ઇતિહાસ અને વિવિધ પાસા હેઠળ કેસ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો - શું સશસ્ત્ર સેનામાં Tattoo નું નિશાન પણ બની શકે છે અયોગ્યતાનું કારણ ? જાણો High Court એ શું કહ્યું ?