Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Umesh Makwana : પાટીદાર આંદોલન મુદ્દે ઉમેશ મકવાણાના નિવેદન પર દિનેશ બાંભણીયાના પ્રહાર!

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) એ પાર્ટીના દંડક અને નેશનલ જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યું છે.
umesh makwana   પાટીદાર આંદોલન મુદ્દે ઉમેશ મકવાણાના નિવેદન પર દિનેશ બાંભણીયાના પ્રહાર
Advertisement
  1. ઉમેશ મકવાણાના પાટીદાર આંદોલન મુદ્દે નિવેદન
  2. 'PAAS ના કન્વીનરોએ અનેક લોકોના ભોગ લીધા'
  3. 'કોંગ્રેસની સભા વખતે પાટીદારોના મત માટે સંબોધન કરતા હતા"
  4. ઉમેશ મકવાણાના નિવેદન મુદ્દે દિનેશ બાંભણીયાના પ્રહાર
  5. ઉમેશ મકવાણાનું નિવેદન એ રાજકીય નિવેદનઃ દિનેશ બાંભણીયા

જુનાગઢની (Junagadh) વિસાવદર વિધાનસભા બેઠક જિત્યાનો જશ્ન હજું પૂર્ણ થયો નથી ત્યાં આમ આદમી પાર્ટી (AAP) માં મોટો ડખા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) એ પાર્ટીના દંડક અને નેશનલ જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) એ ઉમેશ મકવાણાને પક્ષમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. દરમિયાન, પાટીદાર આંદોલન મુદ્દે ઉમેશ મકવાણાના નિવેદન સામે દિનેશ બાંભણીયાએ (Dinesh Bambhaniya) આકરા પ્રહાર કર્યા છે.

આ પણ વાંચો - Aam Adami Party માંથી 5 વર્ષ માટે હકાલપટ્ટી થતાં જ ઉમેશ મકવાણાએ આપી તીખી પ્રતિક્રિયા

Advertisement

Advertisement

ઉમેશભાઈએ રાજકીય રીતે અપરિપક્વતાનાં દર્શન કરાવ્યા : દિનેશ બાંભણીયા

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેશ મકવાણાએ (Umesh Makwana) નિવેદન આપ્યું હતું કે PAAS ના કન્વીનરોએ અનેક લોકોના ભોગ લીધા. કોંગ્રેસની સભા વખતે પાટીદારોના મત માટે સંબોધન કરતા હતા. આ નિવેદન પર હવે પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયાએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, ઉમેશ મકવાણાનું નિવેદન એ રાજકીય નિવેદન છે. ઉમેશભાઈએ રાજકીય રીતે અપરિપક્વતાનાં દર્શન કરાવ્યા છે. દરેક સમાજના લોકો પોતાના સમાજના હિતની વાત કરે છે.

આ પણ વાંચો - Aam Aadmi Party : પક્ષના દંડક અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી પદેથી ઉમેશ મકવાણાએ આપ્યું રાજીનામું

'ઉમેશભાઇ પોતાના સ્વાર્થ માટે કામ કરતા હોય એવું લાગે છે'

દિનેશ બાંભણીયાએ (Dinesh Bambhaniya) વધુમાં કહ્યું કે, પાટીદારોએ પણ ઉમેશ મકવાણાને મત આપી વિજેતા બનાવ્યા હતા. PAAS ના લોકો આજે અલગ-અલગ પક્ષોમાં કામ કરે છે. જ્યારે ઉમેશભાઇ પોતાના સ્વાર્થ માટે કામ કરતા હોય એવું લાગે છે. તેમણે કહ્યું કે, ઉમેશ મકવાણાનું આ નિવેદન જાતિવાદી છે. તેમનું આ પ્રકારનું નિવેદન વખોડવાલાયક છે.

આ પણ વાંચો - Aam Aadmi Party : વિસાવદરની જીતનાં જશ્ન વચ્ચે AAP માટે આવ્યા માઠા સમાચાર!

Tags :
Advertisement

.

×