કૌટુંબિક માસાએ ભત્રીજાને કેનાલમાં ધકો મારી મોતને ઘાટ ઉતારી દીધો
શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસો અગાઉ એક મિસિંગ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ચાંદખેડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે કૌટુંબિક માસએ અને ભત્રીજા વચ્ચે તકરાર થયા બાદ માસાએ પોતાના ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. હત્યા પાછળ ઘુટાતું રહસ્ય- 29-01-2023ના રોજ દીપ સિંહ પવાર ગુમ થયો હતો- 31-01-2023ના રોજ દીપ સિંહ ના ગુમ થયાની ફરિયાદ ચાંદખેડ
શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસો અગાઉ એક મિસિંગ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ચાંદખેડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે કૌટુંબિક માસએ અને ભત્રીજા વચ્ચે તકરાર થયા બાદ માસાએ પોતાના ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું હાલ સામે આવી રહ્યું છે.
હત્યા પાછળ ઘુટાતું રહસ્ય
- 29-01-2023ના રોજ દીપ સિંહ પવાર ગુમ થયો હતો
- 31-01-2023ના રોજ દીપ સિંહ ના ગુમ થયાની ફરિયાદ ચાંદખેડામાં નોંધાઈ
- 15 દિવસ બાદ સમગ્ર મામલો સામે આવ્યો
- કૌટુંબિક માસએ પોતાના ભત્રીજાની કરી દીધી હત્યા
- ખોરજ પાસેની નર્મદા કેનાલમાં દીપસિંહને નાંખી દીધો
પોલીસ અરજી
હિન્દી ફિલ્મોમાં જોયુ હશે કે જેને ગુનો આચર્યો છે તેજ વ્યક્તિ પોલીસની જોડે રહીને પોલીસને મદદ કરતો હોય છે. અને આવું જ બન્યું છે શહેરના ચાંદખેડા વિસ્તારમાં કે જ્યાં કૌટુંબિક માસાએ પોતાના જ ભત્રીજાની હત્યા કરી નાંખી અને બાદમાં પોલીસ સાથે રહીને પોલીસને તપાસમાં મદદરૂપ થતો હતો. બનાવની વિગતવાર વાત કરીએ તો 29 જાનયુઆરી ના રોજ દીપસિંહ નામનો યુવાન સમયસર ઘરે નહિ આવતા પરિવારજનોએ પોતાનું સંતાન ગુમ થયું છે તે મુજબની અરજી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
સત્તાવાર ફરિયાદ બાદ તપાસ
31 જાન્યુઆરીના દિવસે દીપસિંહ ગુમ થયાની સત્તાવાર રીતે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ શરુ કરવામાં આવી અને કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો શાતીર હોય પરંતુ પોલીસ પકડથી ક્યારેય બચી શકતો નથી. એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને મિસિંગ ફરિયાદ હત્યાના ગુનામાં પરિવર્તિત થઇ ગઈ અને સમગ્ર કેસની વાસ્તવિકતા સામે આવી ગઈ.
ભત્રીજાને નર્મદા કેનાલમાં ફેંક્યો
મિસિંગ ફરિયાદ હત્યાના ગુનામાં તબદીલ થઇ ગઈ કૌટુંબિક માસે જ પોતાના ભત્રીજા દીપસિંહને ખોરજ પાસેની નર્મદા કેનાલમાં ફેંકી દીધો હોવાની કેફીયત આરોપી મુકેશે પોલીસ સમક્ષ કબુલી છે. યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાતા ચાંદખેડા પોલીસે કાર્યવાહી શરુ કરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજના આધારે હકીકત સામે આવી હતી જેમાં દીપસિંહ મુકેશ સિંહના એકટીવા પર પાછળ બેસીને ખોરજ કેનાલ પાસે જાય છે અને બાદમાં ખોરજ કેનાલ પાસેથી બહાર નીકળે છે તે સમયે એકટીવા પર માત્ર મુકેશ સિંહ જ બેઠેલા હોય છે તેવા સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે લાગ્યા હતા.
પુછપરછમાં કબુલાત
ત્યારથીજ કૌટુંબિક માસા પોલીસના શંકાના દાયરામાં આવી ગયા હતા અને પોલીસની કડકાઈ ભરી પૂછપરછમાં ભાંગી પડેલા આરોપી મુકેશે સમગ્ર ગુનાની કબુલાત કરી લેતા કહ્યું કે પોતાના ભત્રીજા દીપસિંહ પાછળ તે ખુબ ખર્ચો કરતા હતા, મોબાઈલ નું રીચાર્જ સહીત તમમાં પ્રકરનો ખર્ચો કરતા હતા તે છતાય દીપસિંહને મળવા માટે બોલાવતા ત્યારે તે આવતો નોહ્તો માટે તેની સાથે ઝઘડો થયો હતો અને કેનાલમાં ધક્કો મારી દીધો હતો આ પ્રકારની કેફિયત આરોપી મુકેશે પોલીસ સમક્ષ કબૂલી છે. હાલ આરોપી મુકેશ સિંહ ચાંદખેડા પોલીસની ગિરફતમાં આવી ગયો છે.અને આ આખા પ્રકરણ પાછળ કૌટુંબિક માસાની આવી ઘેલછા કે પોતાનો ભત્રીજો વારંવાર તેને મળવા આવે તેવી માંગણી શા માટે કરતો હતો તેનો જવાબ હજી સુધી મળ્યો નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement