Vadtal : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા, જાણો શું કહ્યું ?
- સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતોનાં બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા (Vadtal)
- વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદે આપી સંતોને કડક ચેતવણી
- સ્વામિનારાયણનાં સાધુ-સંતો માપમાં રહે : આચાર્ય રાકેશપ્રસાદ
- અન્ય દેવી દેવતાઓની નિંદા ન કરશો : આચાર્ય રાકેશપ્રસાદ
હિન્દુ ધર્મ અને હિન્દુ દેવી-દેવતાઓ અંગે સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan Sect) કેટલાક સંતો દ્વારા આપેલા વિવાદિત નિવેદન મામલે હિન્દુ સમાજ (Hindu religion) અન સાધુ-સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મામલે વડતાલ (Vadtal) ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદે (Acharya Rakesh Prasad) પણ પ્રતિક્રિયા આપી છે અને ભારે રોષ વ્યક્ત કરી સંપ્રદાયનાં સંતોને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણનાં સાધુ-સંતો માપમાં રહે. અન્ય દેવી-દેવતાઓની નિંદા ન કરશો. શ્રીજી મહારાજનાં નિયમોથી વિપરિત ચાલીએ છીએ એટલે કલેશ થાય છે.
આ પણ વાંચો - Vikram Thakor : જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર હવે રાજકારણમાં કરશે એન્ટ્રી!
સ્વામીનારાયણના સંતોના બફાટ સામે રોષે ભરાયા આચાર્ય રાકેશપ્રસાદ
વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદે આપી સંતોને કડક ચેતવણી
સ્વામીનારાયણના સાધુ સંતો માપમાં રહેઃ આચાર્ય રાકેશપ્રસાદ
અન્ય દેવી દેવતાઓની નિંદા ન કરશોઃ આચાર્ય રાકેશપ્રસાદ
શ્રીજી મહારાજના નિયમોથી વિપરીત ચાલીએ છીએ: રાકેશપ્રસાદ… pic.twitter.com/dIdg6tX9R3— Gujarat First (@GujaratFirst) March 28, 2025
અન્ય દેવી દેવતાઓની નિંદા ન કરશો : આચાર્ય રાકેશપ્રસાદ
વડતાલ (Vadtal) ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદે સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક બફાટિયા સંતો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, સ્વામિનારાયણનાં સાધુ-સંતો માપમાં રહે અને અન્ય ધર્મનાં દેવી-દેવતાઓની નિંદા કરશો નહીં. તેમણે કહ્યું કે, જેટલું આપણે શ્રીજી મહારાજનાં નિયમોથી વિપરિત વર્તીએ છીએ એટલો કલેશ થાય છે. રોજ કોઈ દેવી-દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય તે સૌ જાણીએ છીએ.
આ પણ વાંચો - Vadnagar : યોગ મુદ્રામાં મળેલા 1000 વર્ષ જૂના પુરુષ કંકાળ અને ખોપરીનું શું છે રહસ્ય ?
સ્વામીનારાયણના બફાટીયા સંતોને આચાર્ય રાકેષ પ્રસાદની ચેતવણી
વડતાલ ગાદીપતિ આચાર્યએ આપી ચેતવણી
સ્વામીનારાયણના સાધુ સંતો માપમાં રહે
અન્ય દેવી દેવતાની નિંદા ન કરશો
શ્રીજી મહારાજના નિયમોથી વિપરીત ચાલીએ છીએ
વિપરીત ચાલીએ છીએ એટલે કલેશ થાય છે#Gujarat #Swaminarayan #Vadtal… pic.twitter.com/XfOomT24aE— Gujarat First (@GujaratFirst) March 28, 2025
નીલકંઠ ચરણ સ્વામીએ વિવાદિત ટિપ્પ્ણી કરતા વિવાદ
આચાર્ય રાકેશપ્રસાદે (Acharya Rakesh Prasad) વધુમાં કહ્યું કે, જેમ આપણેને આપણા ધર્મની ખુમારી હોય તેમ અન્ય ધર્મનાં લોકોને પણ તેમના ધર્મની ખુમારી, દ્રઢતા હોય એટલે તેની પણ સભાનતાપૂર્વક સમતા રાખવી પડશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાય સંપ્રદાયનાં કેટલાક સંતો દ્વારા હિન્દુ ધર્મ અને હિન્દુ દેવી-દેવાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે, જેને લઈને હિન્દુ ધર્મનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દ્વારકાધીશ (Dwarkadhish) પ્રત્યે સ્વામિનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ ચરણ સ્વામીએ વિવાદિત ટિપ્પ્ણી કરી હતી, જેને લઈ રાજ્યભરમાં હિન્દુ ધર્મનાં લોકો અને સાધુ-સંતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્વામી દ્વારકા જઈ દ્વારકાપતી સમક્ષ માફી માંગે તેવી માંગ ઊઠી છે.
આ પણ વાંચો - Banaskantha : સંભલ મસ્જિદ વિવાદમાં મુખ્ય અરજદાર મહંત ઋષિરાજગીરી મહારાજ અંબાજીની મુલાકાતે


