ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Water Pollution : શું ખરેખર..! ગુજરાતમાં હવે ભૂગર્ભજળ પણ પીવાલાયક નથી!

30 જિલ્લામાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની 1.5 MG થી વધુ માત્રા નોંધાઈ છે.
09:46 PM Dec 17, 2024 IST | Vipul Sen
30 જિલ્લામાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની 1.5 MG થી વધુ માત્રા નોંધાઈ છે.
સૌજન્ય : Google
  1. ગુજરાતમાં હવે ભૂગર્ભજળ પણ પીવાલાયક નથી! (Water Pollution)
  2. 25 જિલ્લામાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધ્યું
  3. કેન્દ્રીય જળશક્તિ વિભાગનો રાજ્યસભામાં ખુલાસો
  4. 632 પૈકી 88 સેમ્પલમાં ફ્લોરાઈડની માત્રા વધુ નીકળી

Water Pollution : કેન્દ્રીય જળશક્તિ વિભાગે (Central Water Resources Department) રાજ્યસભામાં ગુજરાતને લઈ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કેન્દ્રીય જળશક્તિ વિભાગનાં જણાવ્યા અનુસાર, રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં પાણીનાં પ્રદૂષણની ગંભીર અસર જોવા મળી છે. રાજ્યનાં 25 જિલ્લામાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડનું (Fluoride) પ્રમાણ વધ્યું છે. જ્યારે, 30 જિલ્લામાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની 1.5 MG થી વધુ માત્રા નોંધાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad : એરપોર્ટ પરથી કરોડોની કિંમતનો 15 કિલો ગાંજો ઝડપ્યો, કીમિયો જાણી ચોંકી જશો!

ગુજરાતમાં મોટાભાગનાં જિલ્લાઓમાં પાણી પ્રદૂષણની સમસ્યા ગંભીર

ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ તરીકે જોવામાં આવે છે. પરંતુ, ગુજરાતને લઈ કેન્દ્રીય જળશક્તિ વિભાગે રાજ્યસભામાં (Rajya Sabha) ચોંકાવનારી વિગત જાહેર કરી હતી. કેન્દ્રીય જળશક્તિ વિભાગે રાજ્યસભામાં જણાવ્યું કે, ગુજરાતમાં મોટાભાગનાં જિલ્લાઓમાં પાણી પ્રદૂષણની (Water Pollution) સમસ્યા ગંભીર છે. 25 જિલ્લામાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધ્યું છે. જ્યારે 30 જિલ્લામાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની (Fluoride in Groundwater) 1.5 MG થી વધુ માત્રા જોવા મળી છે. 12 જિલ્લામાં આર્સેનિક અને 14 જિલ્લામાં આર્યનઘનતા વધુ નોંધાઈ છે.

આ પણ વાંચો - Vadodara : મનપાનાં શાસકોએ ફરીવાર બુદ્ધિનું દેવાળું ફૂક્યું! જાણીને તમને પણ આશ્ચર્ય થશે!

ફ્લોરાઈડયુક્ત પાણી પીવાથી અનેક ગંભીર બીમારીઓ પણ વધી

કેન્દ્રીય જળશક્તિ વિભાગનાં આંકડા અનુસાર, 632 પૈકી 88 સેમ્પલમાં ફ્લોરાઈડની માત્રા વધુ નીકળી છે. પાણી પ્રદૂષણનાં કારણે નાગરિકોને દાંત, ચામડી ઉપરાંત પેટ, વાળ ખરવા જેવા રોગ વધ્યાં છે. ફ્લોરાઈડયુક્ત પાણી પીવાથી અનેક ગંભીર બીમારીઓ પણ વધી છે. રાજ્યનાં અમદાવાદ (Ahmedabad), અમરેલી, આણંદ, અરવલ્લીમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. જ્યારે બનાસકાંઠા, ભાવનગર (Bhavnagar), બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દ્વારકા (Dwarka), ગીર સોમનાથમાં ભૂગર્ભજળ દૂષિત થયું છે.

આ પણ વાંચો - Amreli : Satadhar Vivad માં હવે કોંગ્રેસ નેતા મેદાને! કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ને લખ્યો પત્ર

Tags :
AhmedabadAmreliAnandAravalliArsenicBanaskanthaBhavnagarBreaking News In GujaratiCentral Water Resources DepartmentDwarkaGir-SomnathGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In Gujaratilevel of Fluoride in GroundwaterNews In GujaratiRajya SabhaWater Pollution
Next Article