Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Weather Forecast : લો, ફરી માવઠાની આગાહી! અંબાલાલ પટેલે કહ્યું- આવતા અઠવાડિયે..!

તાપમાનમાં ઘટાડો થતાં લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
weather forecast   લો  ફરી માવઠાની આગાહી  અંબાલાલ પટેલે કહ્યું  આવતા અઠવાડિયે
Advertisement
  1. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની રાજ્યમાં માવઠાની આગાહી (Weather Forecast)
  2. 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે માવઠાની આગાહી
  3. અરબી સમુદ્રનાં ભેજ અને રાજસ્થાનનાં વિક્ષેપનાં કારણે માવઠું પડશે.
  4. આગામી 28 મી ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત રહેશે.

Weather Forecast : રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારોમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. તાપમાનમાં ઘટાડો થતાં લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જો કે, દિવસ દરમિયાન તાપમાનમાં થોડો વધારો થતાં લોકોને ઠંડીથી રાહત મળે છે. દરમિયાન, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં માવઠાની આગાહી કરી છે.

આ પણ વાંચો - BZ Group Scam : જામીન અરજી પર સુનાવણી, ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં વકીલે આપી આ ખાતરી!

Advertisement

30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે માવઠાની આગાહી

જણાવી દઈએ કે, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં શિયાળાની ઋતુ વચ્ચે માવઠું પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી છે. અરબી સમુદ્રનાં ભેજ અને રાજસ્થાનનાં વિક્ષેપનાં કારણે રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. માવઠાનાં કારણે રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ (Weather Forecast) છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 28 મી ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત રહેશે.

Advertisement

આ પણ વાંચો - 76th Republic Day : દિલ્હીમાં મહેર સમાજની દીકરીઓ 'ભાતીગળ રાસ' રજૂ કરી ગુજરાતનું ગૌરવ વધારશે

જાણો ક્યાં કેટલું તાપમાન ?

વિવિધ જિલ્લાઓમાં તાપમાનની વાત કરીએ તો, છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં (Ahmedabad) લધુત્તમ તાપમાન 15.7 ડિગ્રી અને ગાંધીનગરમાં (Gandhinagar) 13.5 ડિગ્રી નજીક નોંધાયું છે. જ્યારે રાજકોટમાં (Rajkot) 11.2, અમરેલીમાં 15.2 ડિગ્રી, ભાવનગરમાં 15.6 ડિગ્રી, દ્વારકામાં 16.3 ડિગ્રી, વડોદરામાં (Vadodara) 15.8 ડિગ્રી, સુરતમાં 17 ડિગ્રી અને ભુજમાં 12.6 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. નલિયાની વાત કરીએ તો તાપમાન 3.1 ગગડીને 7.2 ડિગ્રી સુધી રહ્યું છે.

આ પણ વાંચો - Gujarat: અમૂલ ડેરીએ ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા

Tags :
Advertisement

.

×