Weather Forecast : આગામી 7 દિવસમાં વાતાવરણ કેવું રહેશે ? હવામાન વિભાગે કરી આગાહી
- રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે (Weather Forecast)
- આગામી 7 દિવસમાં વાતાવરણ ડ્રાય રહેવાની શક્યતા
- આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના
- માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની આગાહી
Weather Forecast : રાજ્યમાં લોકો હાલ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારે અને રાતે ઠંડી જ્યારે બપોરનાં સમયે નાગરિકો ગરમીનો સામનો કરી રહ્યા છે. દરમિયાન, હવામાન વિભાગે (Meteorological Department) આવનારા દિવસોમાં ગરમીનું વલણ કેવું રહેશે તેને લઈને મહત્ત્વની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી કે આવનારા 7 દિવસોમાં વાતાવરણ ડ્રાય રહેશે. જ્યારે આગામી 48 કલાકમાં 2-3 ડિગ્રી સુધીનો મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો - "સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત" થીમ સાથે CISF અનોખી સાયક્લિંગ યાત્રાની શરૂઆત કરશે
6 તારીખે સવાર સુધીમાં 2-3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના
હવામાન વિભાગે આગાહી (Weather Forecast) કરતા જણાવ્યું કે, 6 તારીખે સવાર સુધીમાં 2-3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. દરિયાઈ વિસ્તારમાં 45 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરમિયાન, માછીમારો માટે પણ 12 કલાક માટે એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચન કર્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને દક્ષિણ-પશ્ચિમ ગુજરાતનાં દરિયાકાંઠે વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) March 4, 2025
આ પણ વાંચો - Gir Somnath: હોટેલ સંચાલકો સોમનાથ સરોવરમાં ઠાલવી રહ્યાં છે ગંદુ પાણી, લોકોમાં ભારે રોષ
દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયા કિનારે એલર્ટ
હવામાન વિભાગે (Meteorological Department) જણાવ્યું કે, આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું હોવાથી તાપમાનમાં ઘડાટો જોવા મળી શકે છે. દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયા કિનારે એલર્ટ અપાયા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયાઈ વિસ્તારમાં ભારે પવનનું એલર્ટ અપાયું છે. દરિયાન, દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. આથી, માછીમારોને આગામી 12 કલાક દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ છે, જેથી તાપમાનમાં ઘટાડો જોવા મળશે તેમ વિભાગે જણાવ્યું છે.
આ પણ વાંચો - Gandhinagar: શિક્ષણ મંત્રીની આરતી ઉતારી ટેટ-ટાટના ઉમેદવારોએ કર્યો અનોખો વિરોધ


