'Welcome2025' : નવા વર્ષનાં વધામણાં કરવા રાજ્યભરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ, જુઓ Photos
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર સહિત વિવિધ જિલ્લાઓમાં ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું છે.
11:57 PM Dec 31, 2024 IST
|
Vipul Sen
અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો અનેક જગ્યાઓ પર નવા વર્ષના સ્વાગતનાં (Welcome2025) ભાગરૂપે ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરનાં બોડકદેવ પાર્ટી પ્લોટ, સિંધુ ભવન, સીજી રોડ, SP રિંગરોડ સહિતનાં વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી છે. સુરતમાં (Surat) પણ નવા વર્ષની ઉજવણી કરવા માટે વિવિધ સ્થળે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરનાં વિવિધ પાર્ટી પ્લોટ અને રિસોર્ટમાં ગીતો અને DJ ના તાલે લોકોનો થનગનાટ જોવા મળ્યો છે. જામનગરમાં (Jamnagar) પણ નવા વર્ષને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અનેક પાર્ટી પ્લોટમાં ન્યુયેર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. DJ ના તાલ સાથે શહેરીજનો, યુવાનો નવા વર્ષને વધાવવા માટે તૈયાર છે. વડોદરામાં (Vadodara) 31st ડિસેમ્બરની ઉજવણી માટે સેવાસી રોડ પર આવેલ વાઘેશ્વરી ફાર્મમાં મોટી સંખ્યામાં યુવાધન ડીજેના તાલે ઝૂમી ઉઠ્યો છે. મહિલાઓ, નાના બાળકો, યુવાનો, યુવતીઓ સહિત તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે. વડોદરા શહેર જિલ્લામાં 10 થી વધુ સ્થળો પર પાર્ટીનું આયોજન કરાયું છે. રાજકોટની (Rajkot) વાત કરીએ તો અલગ-અલગ 8 જેટલા પાર્ટી પ્લોટ અને રિસોર્ટમાં ઉજવણી થઈ રહી છે. યુવક અને યુવતીઓ ગીતો અને DJ ના તાલે ઝુમતા નજરે પડ્યા છે. રાજકોટમાં ઠેર ઠેર થર્ટી ફર્સ્ટને લઈને ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે.
- નવા વર્ષની ઉજવણી માટે રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ (Welcome2025)
- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં જિલ્લાઓમાં ઉજવણી કાર્યક્રમ
- વિવિધ પાર્ટી પ્લોટ, રિસોર્ટમાં ગીતો અને DJ નાં તાલે લોકોનાં થનગનાટ
Welcome2025 : રાજ્યમાં ઠેર ઠેર નવા વર્ષનાં વધામણા કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે રાતે 12 વાગ્યાથી નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે નવા કેલેન્ડર વર્ષ 2025 નું ઉત્સાહભેર સ્વાગત કરવા માટે અમદાવાદ (Ahmedabad), રાજકોટ, સુરત (Surat), વડોદરા, જામનગર સહિત વિવિધ જિલ્લાઓમાં ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Surat : હજીરાની ખાનગી કંપનીમાં લાગી વિકરાળ આગ, 4 કોન્ટ્રાક્ટર કામદારોનાં મોત
આ પણ વાંચો - 31st Celebration : MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ, Addl. CP, DCP, ACP સહિત 4500 પો. જવાન ખડેપગે
આ પણ વાંચો - Ahmedabad : યુવકે રૂ. 200 ની પંજાબી ડીશ મંગાવી, ખોલીને જોયું તો..! જુઓ Video
Next Article