Ahemdabad: દાણીલીમડામાં પત્નીએ પોલીસ પતિની હત્યા કરીને ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા
- અમદાવાદના દાણીલીમડામાં પત્નીએ પતિની હત્યા કરી
- પત્નીએ જ કરી પોલીસકર્મી પતિની કરપીણ હત્યા કરી
- હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ પોતે પણ આપઘાત કર્યો
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દાણીલીમડા પોલીસ લાઇનમાં પત્નીએ જ પોલીસ કર્મી પતિની હત્યા કરીને પોતે પણ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તરામાં અરેરાટી ફેલાઇ ગઇ છે.
અમદાવાદના દાણીલીમડામાં પત્નીએ પતિની હત્યા કરી
પત્નીએ જ કરી પોલીસકર્મી પતિની કરપીણ હત્યા કરી
હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈ પોતે પણ આપઘાત કર્યો
મૃતક પતિના માથાના ભાગે જોવા મળ્યા નિશાન
દાણીલીમડાના પોલીસ લાઇનની ઘટના
પતિ મુકેશ પરમારનું સારવાર દરમિયાન મોત@GujaratPolice… pic.twitter.com/DpdpKVuSq9— Gujarat First (@GujaratFirst) August 4, 2025
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ દાણીલીમડાની પોલીસ લાઇનમાં રહેતા પોલીસ કર્મી મુકેશ પરમાર અને તેમની પત્ની સંગીતા સાથે ઝગડો થયો હતો આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્ની સંગીતાએ મુકેશ પરમારના માથાના ભાગમાં પથ્થર વડે ઇજા પહોંચાડી હતી, જેના લીધે મુકેશભાઇના માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેમને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પતિ મુકેશની હત્યા બાદ પત્ની સંગીતાબેને પણ ઘરે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને ઘટનાની જાણ થતા સત્વરે ઘટનાસ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરી હતી.
દાણીલીમડા પોલીસ લાઇનના ઘરમાં પતિ મુકેશની હત્યા કર્યા બાદ પત્ની સંગીતાએ પણ ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. પોલીસને ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી,જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે પતિ સાથે તેમને ઉગ્ર ઝઘડો થયો હોત. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મામલે પોલીસે વધુ સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- RTI for CCTV Footage : પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ આપવાનો આદેશ કેટલાં પોલીસવાળા માનશે ?


