Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હવે પ્લાસ્ટિકની જગ્યાએ વનસ્પતિમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી પાણીની બોટલ હશે તમારા હાથમાં !

આવનારા સમયમાં વનસ્પતિમાંથી બનેલી પાણીની બોટલ આપના હાથમાં હશે. આ અંગે અમદાવાદમાં સંશોધન કરાયું છે. પ્લાસ્ટિકના પ્રદુષણને નાથવા પ્લાસ્ટિકનો નવો વિકલ્પ હવે મળી ગયો છે. ઇ.ડી.આઇ.આઇ ના ઈન્ક્યુબેશન સેન્ટરના સ્ટાર્ટઅપે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ આપ્યો છે. નિખીલ કુમારના આ સ્ટાર્ટઅપે શેરડી, મકાઈ અને શક્કરિયાંમાંથી તદ્દન પ્લાસ્ટિક જેવી દેખાતી બોટલ, અને થેલી વગેરે તૈયાર કરી છે. આ પ્ર
હવે પ્લાસ્ટિકની જગ્યાએ વનસ્પતિમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી પાણીની બોટલ હશે તમારા હાથમાં
Advertisement
આવનારા સમયમાં વનસ્પતિમાંથી બનેલી પાણીની બોટલ આપના હાથમાં હશે. આ અંગે અમદાવાદમાં સંશોધન કરાયું છે. પ્લાસ્ટિકના પ્રદુષણને નાથવા પ્લાસ્ટિકનો નવો વિકલ્પ હવે મળી ગયો છે. ઇ.ડી.આઇ.આઇ ના ઈન્ક્યુબેશન સેન્ટરના સ્ટાર્ટઅપે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ આપ્યો છે. 
નિખીલ કુમારના આ સ્ટાર્ટઅપે શેરડી, મકાઈ અને શક્કરિયાંમાંથી તદ્દન પ્લાસ્ટિક જેવી દેખાતી બોટલ, અને થેલી વગેરે તૈયાર કરી છે. આ પ્રોડક્ટને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા માન્યતા અપાઇ ચૂકી છે. ટૂંક સમયમાં તમામ પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ પણ કરાશે. ઇ.ડી.આઇ.આઇના ઈન્ક્યુબેશન સેન્ટરના સ્ટાર્ટઅપે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ આપ્યો છે. નિખીલ કુમારના સ્ટાર્ટઅપે શેરડી, મકાઈ અને શક્કરિયા તથા વિવિધ ઝાડવાઓમાંથી  તદ્દન પ્લાસ્ટિક જેવી દેખાતી બોટલ, થેલી વગેરે તૈયાર કરી છે. 

પોતાના સ્ટાર્ટઅપથી આ યુવાને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ દુનિયાને આપ્યો છે આ સ્ટાર્ટઅપે શેરડી, મકાઈ, શક્કરિયાંમાંથી પ્લાસ્ટિક જેવી બોટલ, બેગ બનાવી છે. પ્લાસ્ચિક સિંગલ યુઝના કારણે ઘરતી પર પ્રદૂષણ વધે છે. કારણકે તેનાથી જમીન અને જળ બંન્ને પ્રદૂષિત થાય છે તો બીજીતરફ આ પ્રોડક્ટની ખાસિયત છે કે તેેના વપરાશ પછી જમીનમા દટાય પછી 180 દિવસમાં નાશ પામે છે. નીખીલ કુમારનુ કહેવુ છે કે વર્ષો સુધી ન સડતુ પ્લાસ્ટીક મોટુ પોલ્યુશન ઉભુ કરે છે અને આજના સમયમાં તેને ડીક્ંપોસ કરવુ તે અશક્ય જેવુ છે ત્યારે તેની આ પ્રોડક્ટ માત્ર 180 દિવસમાં જ ફેંકી દીધા પછી ડી -કંપોઝ થઈ જાય છે. તેની પર સ્પષ્ટ લખેલુ છે કે - હાય આઈ એમ નોટ પ્લાસ્ટિક, મેડ ફોર પ્લાન્ટસ.

નીખીલ કુમારે શેરડી, મકાઈ અને શક્કરિયામાંથી સ્ટાર્ટઅપ અંતર્ગત પ્લાસ્ટિક જેવી દેખાતી બોટલ બનાવી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પને પોલ્યુશન બોર્ડની મંજૂરી પણ મળી ગઈ છે. નીખીલ તેને  ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ પણ કરવાનો છે. નીખીલ કુમાર જણાવે છે કે હાલમાં અમદાવાદની એક હોટલમાં અને સાઉથ ઇન્ડિયાની ડેરી ચેઇનમાં આ પ્રોડક્ટનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. મહત્વનું એ છે તાજેતરમાં ઈડીઆઈઆઈની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વસ્તુઓનો રેલવેમાં યુઝ કરવાની ભલામણ કરી હતી. 
નિખિલ કુમારને આ આઈડિયા ક્યાંથી આવ્યો તેશે તેમનુ કહેવુ છે કે તેમનું રમકડુ જે નાનપણમાં તેમની પાસે હતું તે વર્ષો પછી પણ એજ કન્ડિશનમાં હતું કારણકે તે પ્લાસ્ટિક ડીકમ્પોઝ થાય તેમ ન હતું. નીખીલ કુમારને તેના નાનપણના રમકડા પરથી આ પ્રેરણા મળી અને તેને પ્લાસ્ટીકનો ફ્યુચર વિકલ્પ શોધવાનું નક્કી કર્યું. તેમનુ કહેવુ છે કે આ પ્રોડક્ટ જો પ્રાણીઓ ખાય તો પણ તેમને નુકસાન થશે નહીં. કુદરતી વનસ્પતીઓમાંથી બનેલી અમારી પ્રોડક્ટ સંપૂર્ણ સુરક્ષિત અને ઇકો ફ્રેન્ડલી છે. હાલમાં અમારી બોટલ અને કોથળીઓ અમદાવાની હોટલ ઉપરાંત ગિફ્ટ સિટીની કેન્ટિનમાં પણ વપરાય છે.  અમે રો-મટીરીયલ સાઉથ આફ્રિકાથી મંગાવીએ છીએ. અમે તૈયાર કરેલી કોથળી-બોટલને ડીકમ્પોઝ થતાં 180 દિવસ લાગશે. પ્લાસ્ટિકની સરખામણીએ અમારી પ્રોડક્ટનું વજન ઓછું હોવાથી જથ્થો વધારે મળશે. અમે 30 માઇક્રોન સુધીની વસ્તુઓ તૈયાર કરીએ છીએ. ભવિષ્યમાં ભારતીય રેલ્વેમાં પણ જે  પાણી જે આવે છે તેની બોટલનો વિકલ્પ પણ આ પ્રોડક્ટ લઈ શકે છે. જો કે હાલમાં પ્લાસ્ટીકના દુષણાંથી બહાર આવવાનો આ સારો વિકલ્પ સામે આવ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.

×