ગુજરાતમાં કોરોનાના નવા 187 કેસ નોંધાયા, અમદાવાદમાં 55 કેસ, ત્રણ દર્દીઓના મોત
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 187 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 216 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1259 એક્ટિવ કેસ છે. જેમાંથી 03 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,60,327 દર્દીઓ મ્હ
Advertisement
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 187 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 216 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1259 એક્ટિવ કેસ છે. જેમાંથી 03 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,60,327 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,024 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આજે નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 51, (Surat)અમદાવાદમાં 55, સુરતમાં 03, બનાસકાંઠામાં 02, મહેસાણામાં 03, વડોદરામાં 25 , સાબરકાંઠામાં 03, ગાંધીનગરમાં 03, નવસારીમાં03, વડોદરા જિલ્લામાં 04, ભરૂચમાં04, રાજકોટ જિલ્લામાં 03, રાજકોટમાં 06, વલસાડમાં 10, કચ્છમાં 04 , પાટણમાં 02, ભાવનગરમાં 01, બોટાદમાં 01, જામનગરમાં 01 કેસ નોંધાયો છે.


