ગુજરાતમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા, અમદાવાદમાં 48 કેસ
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 190 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1377 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1372 દર
Advertisement
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 190 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1377 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1372 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,59,591 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,018 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જ્યારે કોરોનાના નવા કેસની વાત કરીએ તો સુરતમાં54 , અમદાવાદમાં(Ahmedabad)46,વડોદરામાં 16 , સુરત જિલ્લામાં 08, રાજકોટ જિલ્લામાં 09 , રાજકોટમાં 08, બનાસકાંઠામાં 07 , મહેસાણામાં 03, નવસારીમાં 05, પોરબંદરમાં 06, વલસાડમાં 08 , તાપીમાં 01, આણંદમાં 02, વડોદરામાં 07, ખેડા માં 02, ભાવનગરમાં 01, ગાંધીનગરમાં 03, કચ્છમાં 02, દેવભૂમિ દ્વારકામાં 02, અમદાવાદ જિલ્લામાં 002 , ભરૂચમાં 06,અને પંચમહાલમાં 01 કેસ નોંધાયો છે.


