દેશમાં આજે કોરોનાના નોંધાયા 21,411 નવા કેસ, મોતના આંકડામાં થયો વધારો
દેશમાં કોરોનાના કેસમાં આજે શુક્રવારે નોંધાયેલા કેસની સરખામણીએ ઘટાડો જોવા મળી રહ્યો છે. શનિવારે દેશમાં કોરોના વાયરસના 21,411 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે 67 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, 20,726 લોકો ઠીક થયા છે. હાલમાં દેશમાં 1,50,100 કેસ સક્રિય છે અને સંક્રમણ દર 4.46 ટકા છે.વિશ્વમાં આજે પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જોકે, જોખમ હજું પણ પૂરી રીતે ટળ્યું નથી. દેશભરમાં કોરોના સંક્
Advertisement
દેશમાં કોરોનાના કેસમાં આજે શુક્રવારે નોંધાયેલા કેસની સરખામણીએ ઘટાડો જોવા મળી રહ્યો છે. શનિવારે દેશમાં કોરોના વાયરસના 21,411 નવા કેસ નોંધાયા છે. જ્યારે આજે 67 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, 20,726 લોકો ઠીક થયા છે. હાલમાં દેશમાં 1,50,100 કેસ સક્રિય છે અને સંક્રમણ દર 4.46 ટકા છે.
વિશ્વમાં આજે પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જોકે, જોખમ હજું પણ પૂરી રીતે ટળ્યું નથી. દેશભરમાં કોરોના સંક્રમણના સક્રિય કેસ દોઢ લાખને વટાવી ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,411 નવા દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે કોવિડના કારણે 67 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે બીજા નંબરે કેરળ, ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળ, ચોથા નંબરે તામિલનાડુ અને પાંચમા નંબરે કર્ણાટક છે.
કોરોના સંક્રમણને કારણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 67 દર્દીઓના મોત થયા છે. દરમિયાન, કોવિડને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,25,997 થઈ ગઈ છે. બીજી તરફ જો રિકવરી રેટની વાત કરીએ તો આ આંકડો 98.46% પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલય પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે બીજા નંબરે કેરળ, ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળ, ચોથા નંબરે તામિલનાડુ અને પાંચમા નંબરે કર્ણાટક છે. તેથી, મહારાષ્ટ્રમાં 2,515, કેરળમાં 2,47, પશ્ચિમ બંગાળમાં 2,237, તમિલનાડુમાં 2,033 અને કર્ણાટકમાં 1,562 દર્દીઓ નોંધાયા છે.
આ પાંચ રાજ્યોમાંથી 50.57% નવા કેસ નોંધાયા છે, જેમાંથી 11.75% કેસ એકલા મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 20,726 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, હવે કોરોનાને હરાવનારાઓનો આંકડો વધીને 4,31,92,379 થઈ ગયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાની 34,93,209 રસી લાગુ કરવામાં આવી છે. તેમજ 4,80,202 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
Advertisement


