Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં કોરોનાએ ફરી વધારી ચિંતા, ગઈ કાલ કરતા 2.5 ટકા મૃત્યુઆંક વધ્યો

દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના 2000થી વધુ કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે મૃત્યુઆંકમાં અઢી ગણો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રવિવારના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,226 કેસ નોંધાયા છે. આ દરમિયાન 65 દર્દીઓએ  જીવ ગુમાવ્યો છે.  જે ગઈકાલની સરખામણીએ અઢી ગણો વધુ છે.  ગઈકાલે 25 દર્દીઓના મોત થયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,202 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સà«
દેશમાં કોરોનાએ ફરી વધારી ચિંતા  ગઈ કાલ કરતા 2 5 ટકા મૃત્યુઆંક વધ્યો
Advertisement
દેશમાં સતત ચોથા દિવસે કોરોનાના 2000થી વધુ કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે મૃત્યુઆંકમાં અઢી ગણો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રવિવારના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,226 કેસ નોંધાયા છે. આ દરમિયાન 65 દર્દીઓએ  જીવ ગુમાવ્યો છે.  જે ગઈકાલની સરખામણીએ અઢી ગણો વધુ છે.  ગઈકાલે 25 દર્દીઓના મોત થયા હતા. 
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,202 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીના કુલ સંક્ર્મણના 98.75 ટકા દર્દીઓ સાજા થયા છે એટલેકે 4,25,97,003 દર્દીઓ કોરોનાના સંક્ર્મણથી મુક્ત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 14,955 થઈ ગઈ છે જે કુલ સંક્ર્મણની 0.03 ટકા છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,24,413 લોકોના મોત થયા છે. જે કુલ સંક્ર્મણના 1.22 ટકા છે.  
ભારતમાં વેક્સિનેશનની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,37,381 લોકોને વેક્સીન આપવામાં આવી છે જયારે અત્યાર સુધીમાં 1,92,28,66,524  વેક્સિનના ડોઝ અપાઈ ચુક્યા છે. 
Tags :
Advertisement

.

×