Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું, છેલ્લા 24 કલાકમાં 3,545 લોકો થયા સંક્રમિત

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 3545 નવા કેસ નોંધાયા છે. આ ગઈકાલ કરતાં 8.2 ટકા વધુ કેસ છે. એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે દેશભરમાં 3275 કેસ નોંધાયા હતા.  દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4,30,94,938 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 27 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5,24,002 દર્દીઓના મૃત્યુ થયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રàª
કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું  છેલ્લા 24 કલાકમાં 3 545 લોકો થયા સંક્રમિત
Advertisement
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 3545 નવા કેસ નોંધાયા છે. આ ગઈકાલ કરતાં 8.2 ટકા વધુ કેસ છે. એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે દેશભરમાં 3275 કેસ નોંધાયા હતા.  દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4,30,94,938 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 27 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5,24,002 દર્દીઓના મૃત્યુ થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હાલમાં દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 19 હજારને પાર છે. હાલમાં દેશભરમાં 19,688 એક્ટિવ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ કુલ ચેપના 0.05 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 3549 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4,25,51,248 લોકોએ આ મહામારીને માત આપી છે. દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 189.81 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં લોકોને રસીના કુલ 16,59,843 ડોઝ આપવામાં આવ્યા છે.
Tags :
Advertisement

.

×