Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા શહેરનો આજે 666 મો જન્મ દિવસ, પરિવર્તનનું બ્યૂગલ હમેંશા અહીંથી ફૂંકાયુ છે

રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા શહેરનો આજે 666 મો જન્મ દિવસ. વિક્રમ સવંત 1414 માં મેસાજી ચાવડા નામના રાજપૂત રાજા એ મહેસાણા ની સ્થાપના કરી હતી ત્યારે મેસાજી ચાવડા એ 300 જેટલી વસ્તી નો વસવાટ કરાવ્યો હતો ત્યારે મહેસાણા વટવૃક્ષ બની...
રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા શહેરનો આજે 666 મો જન્મ દિવસ  પરિવર્તનનું બ્યૂગલ હમેંશા અહીંથી ફૂંકાયુ છે
Advertisement

રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા શહેરનો આજે 666 મો જન્મ દિવસ. વિક્રમ સવંત 1414 માં મેસાજી ચાવડા નામના રાજપૂત રાજા એ મહેસાણા ની સ્થાપના કરી હતી ત્યારે મેસાજી ચાવડા એ 300 જેટલી વસ્તી નો વસવાટ કરાવ્યો હતો ત્યારે મહેસાણા વટવૃક્ષ બની ને ઉભું છે.

મહેસાણા શહેર નો આજે 666 મો સ્થાપના દિવસ

Advertisement

ગુજરાત ની રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા શહેર નો આજે 666 મો સ્થાપના દિવસ છે. વિક્રમ સવંત 1414 માં મેસાજી ચાવડા નામના રાજપૂત રાજા એ 5 નારિયેળ નું તોરણ બનાવી હાલ ના તોરણ વાળી માતા ના મંદિર પાસે બાંધી મહેસાણા શહેર ની સથાપના કરી હતી. અને બાજુ માં શ્રદ્ધા થી દૈવી શક્તિ ની સ્થાપના પણ કરી જેનું નામ તોરણવાળી માતા પાડ્યું. ત્યાંરે એક ત્યાં અખંડ જ્યોત પણ પ્રગટાવી હતી જે અત્યારે પણ અખંડ જોવા મળી રહી છે. ત્યારે મહેસાણા નું નામ મેંસાણા પડ્યું હતું જેનું અત્યારે અપભ્રંશ થઈ ને મહેસાણા થયું છે.

Advertisement

મેંસાણા આજે મહેસાણા બની ગયું છે 

666 વર્ષ બાદ નાનું એવું મેંસાણા આજે મહેસાણા બની ગયું છે. Ongc , રેલવે સ્ટેશન અને મહેસાણા દૂધ સાગર ડેરી ના કારણે વિકસિત શહેર ઉત્તર ગુજરાત નું મહત્વ નું શહેર બની ગયું છે. તેમજ મહેસાણાનું ભાખરી શાખ પણ એટલું જ ફેમસ છે. અહીં થી પસાર થતા લોકો અચૂક ભાખરી શાખની લિજ્જત માણી ને જ જવાનું પસંદ કરતાં પણ જોવા મળે છે. મહેસાણામાં સમગ્ર ગુજરાતનું લોખંડ બજારે પણ સમગ્ર રાજ્યમાં આગવું સ્થાન મેળવ્યું છે. અહીંનું લોખંડ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પહોંચે છે. વળી મેહોણા ની આગવી ભાષા અને અહીં ના લોકો અન્ય રાજ્યમાં તો જોવા મળે પણ વિદેશમાં પણ મેહોણાનો ડંકો વાગી રહ્યો છે.

આ છે મહેસાણાનો ઇતિહાસ

મહેસાણાનો જો ઇતિહાસ વાગોળીયે તો સવંત 1414 માં ભાદરવા સુદ દસમ ના રોજ મેસાજી ચાવડા એ તોરણ વાળી માતા ની પણ સ્થાપના કરી. પૂંજાજી ચાવડા ની બહાદુરી પર વારી જઈ ને અલ્લાઉદીન ખીલજી એ પૂંજાજી ચાવડા ને 284 ગામ ભેટ આપ્યા હતા.પૂંજાજી ચાવડા એ અંબાસન ગામ માં ગાદી સ્થાપી ને તેમના ત્રણ કુંવારો પૈકી મેસાજી ચાવડા ને મહેસાણા બાજુ નો પટ્ટો આપ્યો હતો તેથી મેસાજી ચાવડા એ મહેસાણા ગામ વસાવી તોરણ બાંધ્યું હતું. મહેસાણા ની સ્થાપના સાથે તોરણવાળી માતાજી નું મંદિર સંકળાયેલું હોવાથી તેનું ટ્રસ્ટ બનાવી સ્થાનિક બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા દર સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરાય છે.

ત્યારે આ નગરની વસ્તી હતી માત્ર 300 

મહેસાણા નો સમગ્ર ગુજરાત માં હાલ ડંકો વાગી રહ્યો છે કારણ કે પરિવર્તન નું બ્યુગલ મહેસાણા થી જ વાગતું જોવા મળ્યું છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ખનીજ તેલ અને દૂધ એ મહેસાણા ની નામના વધારવા અગત્ય નું છોગુ ગણિ શકાય. ધરતીનું પેટાળ ફાડી ને ખનીજ તેલ કાઢવા માં પ્રથમ સ્થાન મહેસાણા ને જ પ્રાપ્ત થયું છે. આજથી 662 વર્ષ પૂર્વે મેસાજી ચાવડા એ ઇસવીશન 1385 માં મેંસાણા ગામની સ્થાપના કરી ત્યારે 59 જેટલા ઘર વસાવ્યા હતા જ્યારે 300 જેટલી વસ્તી અસ્તિત્વ માં તે સમયે અસ્તિત્વ માં આવી હતી. જેમાં મુખ્યત્વે બારોટ, જૈન , ક્ષત્રિય અને પાટીદાર જ્ઞાતિ ઓ નો વસવાટ હતો. મેસાજી ચાવડા ના સાશન વખતે કડી ઉત્તર ગુજરાત નું વડું મથક હતું. પરંતુ ઇસ 1902 માં ગાયકવાડ સરકાર નું રાજ સ્થપાતા ગાયકવાડ સરકાર દ્વારા મહેસાણા ને ઉત્તર ગુજરાત નું વડું મથક બનાવ્યું. ત્યારથી જ મહેસાણા નો વિકાસ હરણફાળ ભરવા લાગ્યો હતો.

ધરતીના પેટાળમાંથી ખનીજ તેલ કાઢવા માં પ્રથમ સ્થાન

અંદાજે સાડા છ દાયકા અગાઉ મહેસાણા ની ધરતી માંથી ખનીજ તેલ નીકળી આવતા મહેસાણા નો વિકાસ ખૂબ વધ્યો. ત્યાર બાદ ઉત્તર ગુજરાત માં દૂધ સાગર ડેરી ની સ્થાપના અને મહેસાણા રેલવે ને જંકશન મળતા ઉત્તર ગુજરાત ના વડા મથક તરીકે નામના પણ મળી. બે દાયકા અગાઉ 3 ચોરસ કિલોમીટર પથરાયેલું મહેસાણા આજે 60 ચોરસ કિલોમીટર આસપાસ વિસ્તર્યુ છે. આજે મહેસાણા ના બર્થડે નિમિત્તે આખો દિવસ ભરચક પ્રોગ્રામો નું પણ અસયોજન કરવામાં આવ્યું છે. તેમજ મહેસાણા શહેર ના જાહેર માર્ગ તેમજ ઘણી એવી ઇમારતો પર રાત્રે રોશની પણ કરવા માં આવશે.

પરિવર્તનનો પવન અહીંથી જ ફૂંકાય છે 

વિકસિત મહેસાણા જિલ્લા ને રાજકીય લેબોરેટરી એમ નેમ ગણવા માં નથી આવતી કારણકે ગુજરાત સાથે દેશભર માં બદલાવ સાથે પરિવર્તન ની ચિનગારી પણ અહીં થી જ શરૂ થઈ છે જેના કેટલાય ઉદાહરણ જોવા મળે છે. ત્યારે મહેસાણા જિલ્લા એ ગુજરાત સહિત દેશ ને વડાપ્રધાન પણ આપ્યા છે. ત્યારે દેશ ના નેતૃત્વ સાથે ગુજરાત ના નેતૃત્વ માટે નાયબ મુખ્યમંત્રી પણ આપ્યા છે.

Tags :
Advertisement

.

×