છેલ્લા 24 કલાકમાં 1086 લોકો થયા કોરોનાથી સંક્રમિત, જાણો શું છે દેશમાં કોરોનાની હલચલ
દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1033 નવા કેસ નોંધાયા છે અને 43 દર્દીઓના મૃત્યુ થયા છે. ગઈકાલે કોરોનાના 1086 કેસ નોંધાયા હતા અને 71 દર્દીઓના મૃત્યુ થયા હતા.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,639 થઈ ગઈ છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા વધીને 5,21,530 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 4,24,98,789 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચà
Advertisement
દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1033 નવા કેસ નોંધાયા છે અને 43 દર્દીઓના મૃત્યુ થયા છે. ગઈકાલે કોરોનાના 1086 કેસ નોંધાયા હતા અને 71 દર્દીઓના મૃત્યુ થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,639 થઈ ગઈ છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા વધીને 5,21,530 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 4,24,98,789 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,30,31,958 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના 185 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 15,37,314 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનના કુલ 185,20,72,469 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2 કરોડ (2,39,02,927) થી વધુ બુસ્ટર ડોઝ આરોગ્ય કર્મચારીઓ, કોરોના વોરિયર્સ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી છે.


