ભારતમાં કોરોનાના સંક્ર્મણમાં 7.3 ટકાનો વધારો, છેલ્લા 24 કલાકમાં 1,109 કેસ નોંધાયા
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા કોરોનાના એક હજારથી ઓછા નવા કેસ નોંધાયા હતા. જે રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા હતા. આજે કોરોનાના કેસમાં થોડો વધારો થયો હતો. દેશભરમાં કોરોના સંક્રમણની ગતિને જોતા ઘણા રાજ્યોએ પણ કોરોના પ્રતિબંધો હટાવ્યા છે.ભારતમાં નવા COVID-19 કેસોમાં 7.3 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 1,109 કેસ
Advertisement
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા કોરોનાના એક હજારથી ઓછા નવા કેસ નોંધાયા હતા. જે રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા હતા. આજે કોરોનાના કેસમાં થોડો વધારો થયો હતો. દેશભરમાં કોરોના સંક્રમણની ગતિને જોતા ઘણા રાજ્યોએ પણ કોરોના પ્રતિબંધો હટાવ્યા છે.
ભારતમાં નવા COVID-19 કેસોમાં 7.3 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 1,109 કેસ નોંધાયા છે. કોરોનાને કારણે 43 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 16,80,118 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ વેક્સિનેશનનો આંકડો 1,85,38,88,663 પર પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 4,53,582 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ કોરોના ટેસ્ટની કુલ સંખ્યા 79.29 પર પહોંચી ગઈ છે. ભારતમાં હજુ 0.03 ટકા એક્ટિવ કેસ છે એટલે કે 11,492 દર્દીઓ કોરોનાથી સંક્રમિત છે. ભારતમાં કુલ સંક્રમિત થયેલા દર્દીઓમાંથી 98.76 ટકા દર્દીઓ સજા થયા છે એટલે કે 4,25,00,002 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.
ભારતમાં કોરોના મહામારીએ 5 લાખ કરતા વધુ લોકોના જીવ લીધા છે. કુલ સંક્રમિતના 1.21 ટકા એટલેકે 5,21,573 દર્દીઓના મૃત્યુ થયા છે.


