Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનાં 8 ખેલાડીઓ કોરોના પોઝિટિવ, શું હવે બાંગ્લાદેશ પ્રવાસ થશે રદ?

ભારતમાં ભલે કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ વૈશ્વિક સ્તર પર આજે પણ આ મહામારીએ લોકોનાં જીવનને પ્રભાવિત કર્યા છે. ક્રિકેટ જગતમાં પણ આ મહામારીએ સમયાંતરે પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ આ વખતે કોરોનાની ઝપેટે આવી છે.   અફઘાનિસ્તાન ટીમ અને સપોર્ટ સ્ટાફ કોરોનાની ઝપેટમાં   જી હા, બાંગ્લાદેશનાં પ્રવાસે ગયેલી અફઘાનિસ્તાન ટીમ પર કોરોનાનો એટેક થયો છે. મળતી મા
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનાં 8 ખેલાડીઓ કોરોના પોઝિટિવ  શું હવે બાંગ્લાદેશ પ્રવાસ થશે રદ
Advertisement

ભારતમાં ભલે કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો
છે પરંતુ વૈશ્વિક સ્તર પર આજે પણ આ મહામારીએ લોકોનાં જીવનને પ્રભાવિત કર્યા છે.
ક્રિકેટ જગતમાં પણ આ મહામારીએ સમયાંતરે પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ
આ વખતે કોરોનાની ઝપેટે આવી છે.

 

Advertisement

અફઘાનિસ્તાન ટીમ અને સપોર્ટ સ્ટાફ કોરોનાની ઝપેટમાં

Advertisement

 

જી હા, બાંગ્લાદેશનાં પ્રવાસે ગયેલી અફઘાનિસ્તાન ટીમ
પર કોરોનાનો એટેક થયો છે. મળતી માહિતી મુજબ ટીમનાં
8 ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને સપોર્ટ સ્ટાફનાં 3 સભ્યો પણ પોઝિટિવ મળી આવ્યા છે. અફઘાનિસ્તાને 23 ફેબ્રુઆરીથી બાંગ્લાદેશ સામે ત્રણ વનડે અને બે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. અફઘાનિસ્તાન ટીમનાં
બાકીનાં સભ્યોએ સિલ્હટમાં પ્રેક્ટિસ કરી હતી. જ્યારે પોઝિટિવ જોવા મળતા ખેલાડીઓ
આઈસોલેશનમાં છે. આપને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનનાં
22 સભ્યો ઢાકા પહોંચ્યા છે, જેમાંથી 11
કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અફઘાનિસ્તાનનાં સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન અને મોહમ્મદ
નબી હજુ સુધી ટીમ સાથે જોડાયા નથી. બંને ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યા
છે.

 

સીરિઝ સમયસર શરૂ થશે

 

અફઘાનિસ્તાન કેમ્પમાં કોરોનાનાં સંક્રમણ પર BCB અધિકારીએ કહ્યું, 'સીરિઝ સમયસર શરૂ થશે. અફઘાન ટીમને જે પણ મદદની જરૂર પડશે તે
અમે કરીશું. જો ખેલાડીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તો તેઓ આઈસોલેશનમાં રહેશે
અને જરૂર પડશે તો તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. આપને જણાવી દઈએ કે,
19 ફેબ્રુઆરીથી શરૂ થનારી T20 સીરિઝ ચટગાંવમાં રમાશે. વળી, ઢાકામાં T20 સીરિઝનું
આયોજન કરવામાં આવશે.
T20 સીરિઝની બે મેચ 3 અને 5 માર્ચે
રમાશે.

Tags :
Advertisement

.

×