Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂજ્ય પ્રમુખ સ્વામી સાથેની 2 મિનિટની મુલાકાતે સુભાષ પટેલને વાલિયામાંથી વાલ્મિકી બનાવી દીધા

અહેવાલઃ કનુ જાની, અમદાવાદ  વાલિયો આજે ય વાલ્મિક બની શકે, જો એને સત્પુરૂષનો સંગ થાય તો ૧૯૯૫માં માત્ર લાઈનમાં ઊભા રહી બે ઘડી પ્રમુખસ્વામીનાં દર્શન કર્યા એક ઘડી આધી ઘડી,આધી મેં પૂની આધ તુલસી સંગત સંત કી હરે કોટી અપરાધ...
પૂજ્ય પ્રમુખ સ્વામી સાથેની 2 મિનિટની મુલાકાતે સુભાષ પટેલને વાલિયામાંથી વાલ્મિકી બનાવી દીધા
Advertisement

અહેવાલઃ કનુ જાની, અમદાવાદ 

વાલિયો આજે ય વાલ્મિક બની શકે, જો એને સત્પુરૂષનો સંગ થાય તો
૧૯૯૫માં માત્ર લાઈનમાં ઊભા રહી બે ઘડી પ્રમુખસ્વામીનાં દર્શન કર્યા
એક ઘડી આધી ઘડી,આધી મેં પૂની આધ
તુલસી સંગત સંત કી હરે કોટી અપરાધ

Advertisement

સ્વામિનારાયણ ભગવાને જોબનપગીને બહારવટું છોડાવી ભક્ત બનાવ્યો...જોબન એવો તો ભક્ત બન્યો કે શ્રીહરિએ વડતાલમાં મંદિર બનાવવું પડ્યું. ભગવાન ક્યારેય પૃથ્વી પરથી જતા નથી.ચોઇસઠ લક્ષણે યુક્ત સંતરૂપે એ આજે ય વિચરે છે.ચાલો,મૂળ વાત પર આવીયે.વાત ત્યારની છે જયારે આફ્રિકાના જંગલોમાં પ્રાણીઓનાં શિકારનો શોખ રાખનારા અને ૧૯૭૧ થી ૧૯૯૫ પોતાનું જીવન રફટફ અને ભયાનક રીતે પસાર કરનાર એક ગુજરાતીના જીવનમાં આટલું અમોલ પરિવર્તન આવશે, એવું ભાગ્યે જ વિચારી શકાય. ૧૯૯૫માં પ્રમુખ સ્વામીશ્રી સાથે થયેલી મુલાકાતે સુભાષ પટેલનું જીવન જ બદલી નાખ્યું. માત્ર ૨ સેકન્ડની મુલાકાત સુભાષભાઈને એટલી અસર કરી ગઈ કે તેઓએ વ્યસન, દુરાચાર, કુસંગ, મારઝૂડ બધું જ છોડી દીધું. તેઓએ માત્ર તેમના બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.અમે જેમની વાત કરી રહ્યા છીએ એ સુભાષ પટેલ મૂળ ચરોતરના રહેવાસી છે, અને ખેડૂત પુત્ર છે. શૂન્ય માંથી સર્જન કરીને એક કિસાનપુત્રએ કેવી પ્રગતિ કરી છે તેની જાણકારી આજે આપણે મેળવીશું.

Advertisement

સુભાષ પટેલ જે તાંઝાનિયાના સૌથી ધનાઢ્ય અને મોટીસન ગ્રુપના સ્થાપક તથા ડિરેક્ટર છે તેઓ આજે આફ્રિકાના ચાર દેશોમાં અબજોનો બિઝનેસ કરે છે. મોટીસન ગ્રુપનું તાંઝાનિયામાં ઉત્પાદન ક્ષેત્રે વિશાળ સામ્રાજ્ય છે. સુભાષ પટેલનું ઇન્ડસ્ટ્રીઅલ એમ્પાયર આફ્રિકાના મોટા ભાગના નફાકારક ક્ષેત્રમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. સાદુ-સરળ જીવન પસાર કરનારા અને લાંબુ વિચારનારા સુભાષ પટેલ પ્રસિદ્ધિથી દૂર રહે છે.દુકાનદારમાંથી અબજોપતિ બનેલા સુભાષ પટેલે ઉભું કર્યુ છે પોતાનું મસમોટું ઇન્ડસ્ટ્રીઅલ એમ્પાયર. સુભાષ પટેલે પોતાની બધી કુટેવો છોડી દીધી છે બિઝનેસ પર ધ્યાન આપ્યું. તેઓ ત્યાં હોટેલ અને રિસોર્ટ ચેઈન ચલાવે છે. આફ્રિકામાં છે એમનો સ્ટીલનો પ્લાન્ટ, જયા રોલિંગ, ગેલ્વેનાઈઝિંગ, કલર કોટિંગ વગેરે કામ થાય છે. એમનો પ્લાસ્ટિકનો મોટો કારોબાર પણ છે.

તેમણે પોતાના બિઝનેસ દ્વારા 10,000 લોકોને રોજગારી આપવી છે. મિત્રો સુભાષ ભાઈને દર પૂનમે પોતાના ગુરુવર્ય દુનિયાના કોઈ પણ ખૂણે હોય ત્યાં દર્શન કરવાનો નિયમ છે, તેઓ પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ અને હાલમાં મહંત સ્વામી મહારાજ ના દર્શને દર પૂનમે પોતાનો કામ ધંધો છોડીને આવે છે.

Tags :
Advertisement

.

×