Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સક્ષમ અભિનેતા પ્રેમ ચોપરાની એક સાવ અજાણી વાત

પ્રેમ ચોપરા બહુ ભણેલા અને શ્રીમંત ઘરના હતા.મુંબઈ આવ્યા ત્યારે શરૂઆતમાં Times of Indiaમાં સહતંત્રી તરીકે નોકરી કરેલી. હવે એક રસપ્રદ સત્ય.બાળપણમાં પ્રેમ ચોપરાને ટાઈફોઈડ થઈ ગયેલો....પણ પનોતી ઉતરે ત્યારે જતાંજતાં ય પૂંછડી મારતી જાય એમ પ્રેમજીની શ્રવણશક્તિ સાવ નજીવી...
સક્ષમ અભિનેતા પ્રેમ ચોપરાની એક સાવ અજાણી વાત
Advertisement

પ્રેમ ચોપરા બહુ ભણેલા અને શ્રીમંત ઘરના હતા.મુંબઈ આવ્યા ત્યારે શરૂઆતમાં Times of Indiaમાં સહતંત્રી તરીકે નોકરી કરેલી.
હવે એક રસપ્રદ સત્ય.બાળપણમાં પ્રેમ ચોપરાને ટાઈફોઈડ થઈ ગયેલો....પણ પનોતી ઉતરે ત્યારે જતાંજતાં ય પૂંછડી મારતી જાય એમ પ્રેમજીની શ્રવણશક્તિ સાવ નજીવી કરતી ગઈ.એ બહુ ઓછું સાંભળતા પણ 'બહેરા'નું લેબલ ન લાગે એ માટે એ સજાગ રહેતા.નાટક પણ ઘણાં કર્યાં.સામેવાળાના હલતા હોઠ પરથી જ એ પારખી જતા.નાટકમાં તો વાંધો ન આવ્યો.એમ તો ફિલ્મોમાં ય શરૂઆતમાં કોઇને ખબર ન પડવા દીધી કે આ સશક્ત વિલન-અભિનેતા બહેરો છે.....પણ ક્યાં સુધી છાનું રહે.1965માં આવી ફિલ્મ 'શહીદ'.એના શૂટીંગમાં એક સીનમાં મનોજકુમાર અને પ્રેમ ચોપરાનો એક સીન.ગોબાજાળી એ થઈ કે ભગતસિંહની પીઠ પાછળ સુખદેવ એટ્લે કે પ્રેમજી ઊભેલા.મનોજકુમારનો ડાયલોગ પૂરો થાય તો ય ખબર ન પડે અને પ્રેમ ડાયલોગ બોલવાનો સમય ન જાળવી શકે.પાંચેક રીટેક થયા.મનોજકુમાર પ્રેમ ચોપરાની બહેરાશ સાંભળી ગયા.એમણે કેમેરા પાસે ઊભેલા સહાયક દિગ્દર્શકને ખાનગીમાં પોતાનો ડાયલોગ પૂરો થાય એટલે પ્રેમને ઈશારો કરવા કહ્યું અને નેક્ષ્ટ શોટમાં જ ટેક ઓકે થયો.
મનોજકુમાર પ્રેમના અંગત મિત્ર.ખાનગીમાં જ પ્રેમ ચોપરાના કાનની સારવાર કરાવી.એનાથી પ્રેમ ચોપરાની શ્રવણશક્તિમાં સુધારો થયો.બોલીવુડમાં કોઇને ખબર ન પડી.આ તો પ્રેમ ચોપડાએ જ દૂરદર્શનના 'ગુફ્તગૂ' શૉમાં ખુદ પ્રેમ ચોપડાએ જ આ વાતનો ઘટસ્ફોટ કર્યો ત્યારે ખબર પડી કે ભલભલાને પસીનો છોડાવી દે એવો વિલન બહેરો છે!!
(કનુ જાની)

Advertisement
Advertisement

.

×