Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદના દાણીલીમડામાં વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ,આરોપીની ધરપકડ

અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ  અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં વધુ એક લવ સેક્સ અને ધોખાનો કિસ્સો સામે આવ્યો છે.. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અશરફ અન્સારી નાામના વિધર્મી યુવક સામે હિન્દૂ યુવતીએ બળાત્કાર ની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના વિગતોની વાત કરવા માં...
અમદાવાદના દાણીલીમડામાં વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ આરોપીની ધરપકડ
Advertisement

અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ 

અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં વધુ એક લવ સેક્સ અને ધોખાનો કિસ્સો સામે આવ્યો છે.. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અશરફ અન્સારી નાામના વિધર્મી યુવક સામે હિન્દૂ યુવતીએ બળાત્કાર ની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના વિગતોની વાત કરવા માં આવે તો આજ થી દોઢ વર્ષ પહેલા ફરિયાદી યુવતી અને અશરફ અન્સારી નોકરી ના સ્થળ પર સંપર્ક માં આવ્યા હતા આ સંપર્ક મિત્રતામાં પરિવર્તિત થયો હતો..

Advertisement

ત્યાર બાદ બંને વધુ સમય સુધી ફોન ના માધ્યમ થી સંપર્ક માં હતા અને ત્યાર બાદ પ્રેમમાં પડયા હતા આ દરમિયાન આરોપી અશરફ અન્સારીએ હિન્દૂ યુવતી સાથે અમદાવાદ ની અલગ અલગ હોટેલ માં લઇ જઈ ને શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આરોપીએ પોતે  તેની સાથે લગ્ન કરશે એવી લાલચ આપી હતી અને બાદ માં પણ શારીરિક સંબંધ બાંધતો રહેતો હતો ત્યાર બાદ આરોપી અશરફ અન્સારી દ્વારા યુવતી ને ગર્ભ રહી જતા યુવતીએ લગ્ન કરવાનું કહ્યું હતું પણ આરોપી એ લગ્ન કરવાનો ઇન્કાર કરતા યુવતીએ આખરે કાયદાની શરણ લીધી છે.

Advertisement

દાણીલીમડા પોલીસ સ્ટેશનના PI જી. જે. રાવતે જણાવ્યુ હતું કે યુવતીએ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપતાની સાથે દાણીલીમડા પોલીસે તત્કાલિક તપાસ શરૂ કરીને આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતી ને 5 માસ નું હાલ ગર્ભ પણ છે..હિન્દુ યુવતી એ વિધર્મી યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી તપાસ શરુ કરાઇ છે

Tags :
Advertisement

.

×