Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુવતીને ભગાડી જવાની અદાવતે આધેડને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ

અહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ  મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે તાલિબાની સજાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેટલાક લોકો યુવતી ને ભગાડી જવાની અદાવતે યુવકનાં ભાઈને ઝાડ સાથે બાંધી માર મારી રહ્યા છે.જે વીડિયોમાં સ્પષ્ટ જણાઈ...
યુવતીને ભગાડી જવાની અદાવતે આધેડને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ
Advertisement

અહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ 

મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે તાલિબાની સજાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેટલાક લોકો યુવતી ને ભગાડી જવાની અદાવતે યુવકનાં ભાઈને ઝાડ સાથે બાંધી માર મારી રહ્યા છે.જે વીડિયોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે.ત્યારે પીડિત યુવકનાં ભાઈ દ્વારા આ મામલે જિલ્લાના ઉચ્ચ કક્ષાના પોલીસ અધીકારીઓને ન્યાય હેતુ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે મોરવા હડફ પોલીસે આ મામલે હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Advertisement

મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે યુવતીને ભગાડી જવા મુદ્દે યુવકના ભાઈને તાલિબાની સજા આપી હોવાના વિડિયો સોશિયલ મીડિયા વાયરલ પ્રકરણમાં પોલીસે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. વાડોદર ગામે રહેતા રમેશભાઇ વિપરતસિંહ રાઠોડે આપેલી ફરિયાદમાં જણાવ્યું છેકે તા.૧૭.૦૭.૨૦૨૩ના રોજ માથાભારે શખ્સો દ્વારા આશરે ૧૦ વાગ્યાના અરસામાં અમારા ધરે આવીને ધરમાં તોડફોડ કરી ધરમાં રહેલો સરસમાન વેરવિખેર કરી નાખી ધરના છાપરા તોડી નાખ્યા હતા અને ઇંટો મારી નુકસાન કર્યુ હતું અને ભયનો માહોલ ઉભો કર્યો હતો. મને મારા ધરેથી પકડીને માર મારી દોરડા વડે બાંધી માર મારતા મારતા લઈ જઈ ગામમાં આવેલા ભાથીજી મંદિરના બાવળીયાના ઝાડ સાથે બાંધી દીધો હતો. જેથી હું બેભાન થતા આ માથાભારે શખ્સોએ મને મોરવા હડફ પોલીસ સ્ટેશન ખાતે ઈકો ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં મારો કોઈ કસુર ન હોવા છતાં મારા જામીન લેવડાવ્યા હતા. ત્યારબાદ મને છોડી મુકતા ૧૦૮ મારફતે જરૂરી સારવાર મોરવા હડફ સરકારી દવાખાને કરાવી હતી. આ બનાવ બન્યા બાદ હજી પણ આરોપી શખ્સો મારા ધર પરીવારના સભ્યો પર અદાવત રાખી હુમલો કરે તેવી શક્યતાઓ રહેલી હોવાનું જણાવ્યું હતું. ત્યારે હાલ તો મોરવા હડફ પોલીસ દ્વારા ઉપરોક્ત બનાવ પગલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×