Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાળકો ઉઠાવીને ભીખ મંગાવનાર મહિલા અને પુરુષને ત્રણ બાળકો સાથે ઝડપી પાડવામાં આવ્યા

અહેવાલઃ શબીર ભાભોર, દાહોદ  બાળ તસ્કરીના અનેક કિસ્સાઑ સામે આવી રહયા છે ત્યારે દાહોદ પોલીસને પણ દાહોદ જિલ્લામાં બાળકો ઉઠાવતી ગેંગ ફરતી હોવાની માહિતી મળતા પોલીસે વોચ રાખી હતી તે દરમિયાન ગતરોજ સાંજે એક દંપતી સાથે ત્રણ બાળકો જોવા મળ્યા...
બાળકો ઉઠાવીને ભીખ મંગાવનાર મહિલા અને પુરુષને ત્રણ બાળકો સાથે ઝડપી પાડવામાં આવ્યા
Advertisement

અહેવાલઃ શબીર ભાભોર, દાહોદ 

બાળ તસ્કરીના અનેક કિસ્સાઑ સામે આવી રહયા છે ત્યારે દાહોદ પોલીસને પણ દાહોદ જિલ્લામાં બાળકો ઉઠાવતી ગેંગ ફરતી હોવાની માહિતી મળતા પોલીસે વોચ રાખી હતી તે દરમિયાન ગતરોજ સાંજે એક દંપતી સાથે ત્રણ બાળકો જોવા મળ્યા હતા જેમાં એક બાળક તદ્દન જુદું લાગતું હતું નેપાળી હોય તે પ્રકારનું નાનું બાળક હતું જે દંપતીથી બિલકુલ અલગ લાગતું હતું શંકાના આધારે પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતાં બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો હતો.

Advertisement

Advertisement

પકડાયેલો નરેન્દ્ર રાવત મૂળ રાજસ્થાનના સીકર જિલ્લાનો છે અને સાથે રહેલી મહિલાનું નામ ગીતા ઉર્ફે નસીમા જાણવા મળ્યું હતું અને મહિલાના પતિના અવસાન બાદ તે નરેન્દ્ર સાથે લીવ ઈનમાં રહેતી હતી નેપાળી પ્રકારની લાગતી બાળકીનું અઢી વર્ષ પહેલા દિલ્હીથી અપહરણ કરવામાં આવ્યું હતું .. બીજો એક બાળક છે જે રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું છે તેમજ પોલીસે તેના પિતાનું નામ જાણી તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે જ્યારે અન્ય એક બાળકી ને તાજેતર માં જ 27 જુલાઈ એ રાજસ્થાન ના રેલ્વે સ્ટેશન ઉપર તેના પિતા ને દારૂ પીવડાવી નશામાં ચકચૂર કરી લીધો હતો અને બાળકી ને લઈ ને નીકળી ગયા હતા જે ઘટના ના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં બાળકી ને લઈ ને જતું દંપતી નજરે પડે છે આ દંપતી એ અન્ય કેટળા બાળકો ની ઉઠાંતરી કરી છે વેચાણ કર્યું હોય તેમજ અન્ય કોણ કોણ છે સામેલ તે તમામ દિશા માં તપાસ હાથ ધરી છે.

મહિલા અને પુરુષ કોઈપણ એક જગ્યા એ સ્થાયી નહોતા થતાં દેશભર માં અલગ અલગ શહેરો માં જઈ ને બાળકો ની વોચ રાખતા એકલું બાળક મળી જાય અથવા કોઈ દારૂ પિનાર ઈસમ પાસે બાળક જોવાય તો તેને દારુ પીવડાવી નશા માં રાખી બાળક ને ઉપાડી લેતા અને અલગ શહેરો માં ફરતા રહેતા જ્યાં બાળકો પાસે ભીખ મંગાવતા દાહોદ થી અમદાવાદ જવાની તૈયારીમાં હતા તે દરમિયાન જ દાહોદ પોલીસે ઝડપી લઈ બાળ તસ્કરીનો પર્દાફાસ કર્યો હતો

Tags :
Advertisement

.

×