ક્રેટા કાર અને પિક અપ ડાલા વચ્ચે અકસ્માત, ક્રેટા કારમાંથી મળી દારૂની બોટલ અને પોલીસ લખેલી નેમ પ્લેટ
પાટણ શિહોરી માર્ગ પર આવેલ વાયડ ગામનાં પાટિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ક્રેટા કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.. અકસ્માત સર્જનાર ક્રેટા કારમાંથી વિદેશી દારૂની બોટલ અને પોલીસ લખેલી નેમ પ્લેટ મળી આવી હતી. અકસ્માત...
Advertisement
પાટણ શિહોરી માર્ગ પર આવેલ વાયડ ગામનાં પાટિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ક્રેટા કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.. અકસ્માત સર્જનાર ક્રેટા કારમાંથી વિદેશી દારૂની બોટલ અને પોલીસ લખેલી નેમ પ્લેટ મળી આવી હતી.
Advertisement
અકસ્માત સર્જનાર પોલીસ નેમ પ્લેટ વાળી ક્રેટા કારમાં સવાર લોકો અકસ્માત સર્જી ફરાર થઇ ગયા હતા.. આ તરફ અકસ્માતમાં પિકપ ડાલાનાં ચાલકને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યુ છે..
Advertisement
ક્રેટા કાર એટલી ફૂલ સ્પીડે હતી કે કારનું વ્હીલ તૂટીને ફેંકાઈ ગયું હતું, અને કારની ઍર બેગ પણ ખુલી ગઈ હતી. દારુની બોટલ અને પોલીસ નેમ પ્લેટવાળી ક્રેટા કાર કોની હતી તેને લઇને હજુ ખુદ પોલીસ પણ અજાણ છે, અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.




