અભિનેત્રી અમીષા પટેલની મુશ્કેલીઓ વધી, રાંચીની કોર્ટે જારી કર્યું વોરંટ
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ ઘણા સમયથી સિનેમાઘરોથી દૂર રહી છે. ત્યારે તેની અપકમિંગ ફિલ્મ ગદર-2 ને લઇને તે હાલમાં જ ચર્ચામાં આવી છે. બીજી તરફ તેની મુશ્કેલીઓ વધી શકે તેવા સમાચાર મળી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અભિનેત્રી અમીષા...
Advertisement
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ ઘણા સમયથી સિનેમાઘરોથી દૂર રહી છે. ત્યારે તેની અપકમિંગ ફિલ્મ ગદર-2 ને લઇને તે હાલમાં જ ચર્ચામાં આવી છે. બીજી તરફ તેની મુશ્કેલીઓ વધી શકે તેવા સમાચાર મળી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ રાંચીની કોર્ટે વોરંટ જારી કર્યું છે. જણાવી દઇએ કે, રાંચીની સિવિલ કોર્ટે છેતરપિંડી અને ચેક બાઉન્સ કેસમાં બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ અને તેના બિઝનેસ પાર્ટનર કૃણાલ વિરુદ્ધ વોરંટ જારી કર્યું છે. ફરિયાદી અજય કુમાર સિંહ ઝારખંડના ફિલ્મ પ્રોડ્યુસર છે, તેમણે અમીષા પટેલ અને તેના ભાગીદાર સામે છેતરપિંડી, ધાકધમકી અને ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો હતો.
અમીષા પર ચેક બાઉન્સનો કેસ દાખલ
ગદર-2 ની સકીના હાલમાં એક મોટી મુસિબતમાં આવી ગઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેના પર અજય કુમાર સિંહ ઝારખંડના ફિલ્મ પ્રોડ્યુસરે છેતરપિંડી, ધાકધમકી અને ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો છે. બીજી તરફ સમન્સ છતાં અનીષાએ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ ન કરવા બદલ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. મળતી માહિતી મુજબ, સમન્સ જારી થવા છતાં અમીષા કે તેના વકીલ કોર્ટમાં હાજર થયા ન હોતા. આ મામલે આગામી સુનાવણી 15 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી છે. અમીષા પટેલ વિરુદ્ધ CrPCની કલમ 420 અને 120 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી 15 એપ્રિલે થશે. ફરિયાદી અજય કુમાર સિંહનું કહેવું છે કે અભિનેત્રી અને તેના બિઝનેસ પાર્ટનરએ દેશી મેજિક ફિલ્મ બનાવવા અને પ્રમોટ કરવા માટે તેમની પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદી અજય કુમારના જણાવ્યા મુજબ, અમીષા પટેલ અને તેના બિઝનેસ પાર્ટનરે કહ્યું હતું કે, તેઓ ફિલ્મ પૂરી થયા બાદ વ્યાજ સાથે પૈસા પરત કરશે. ફિલ્મનું શૂટિંગ 2013માં શરૂ થયું હતું. પરંતુ આજ સુધી આ ફિલ્મ રીલિઝ થઈ શકી નથી. જ્યારે ફિલ્મ નિર્માતાએ પૈસા પાછા માંગ્યા ત્યારે અમીષા પટેલે જવાબ આપ્યો ન હતો. ઘણા દિવસો બાદ અમીષા પટેલે ઓક્ટોબર 2018માં 2.5 કરોડ અને 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થયો હતો.
ગદર 2 માં જલ્દી જ જોવા મળશે અમીષા
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમીષા પટેલ ટૂંક સમયમાં સની દેઓલની ફિલ્મ ગદર 2માં જોવા મળશે. અભિનેત્રી 23 વર્ષ પછી સકીના તરીકે મોટા પડદા પર કમબેક કરી રહી છે. ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનો પહેલો ભાગ બ્લોકબસ્ટર સાબિત થયો હતો. ત્યારે તેના બીજા ભાગને પણ દર્શકો મોટી સંખ્યામાં આવશે તેવી ફિલ્મના તમામ કાસ્ટને આશા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement


