Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સગા ભાઈ-ભત્રીજીની હત્યારી ડૉ. કિન્નરી પટેલ વિદેશ ભાગી જવાની તૈયારીમાં પણ....

અમદાવાદ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનારા ડૉ. કિન્નરી પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સગા ભાઈ અને ભત્રીજીની હત્યા કરનારી ડૉ. કિન્નરીએ તેને જામીન અપાવનારી મહિલા વકિલ અને તેની દિકરીને પતાવી દેવાની ધમકી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં એવી પણ...
સગા ભાઈ ભત્રીજીની હત્યારી ડૉ  કિન્નરી પટેલ વિદેશ ભાગી જવાની તૈયારીમાં પણ
Advertisement

અમદાવાદ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનારા ડૉ. કિન્નરી પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સગા ભાઈ અને ભત્રીજીની હત્યા કરનારી ડૉ. કિન્નરીએ તેને જામીન અપાવનારી મહિલા વકિલ અને તેની દિકરીને પતાવી દેવાની ધમકી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં એવી પણ ચોંકાવનારી માહિતી આવી છે કે ડૉ. કિન્નરી પટેલ વિદેશ ભાગી જવાની ફિરાકમાં છે. આ મામલે મહિલા વકિલે ફરિયાદ નોંધાવી હતી.

જીવે ત્યાં સુધીની  કેદની સજા કોર્ટે ફટકારી

Advertisement

અમદાવાદની મહિલા ડોક્ટર કિન્નરી પટેલ કે જેણે પોતાના સગ્ગા ભાઈ અને ભત્રીજીને ધતુરાના બીજનું પાણી અને પોટેશિયમ સાઈનાઈટ આપી હત્યા કરી દીધી હતી જે ડબલ મર્ડર કેસમાં ત્રીજા એડિ. સેશન્સ જજ પાટણે તેને જીવે ત્યાં સુધીની સખત કેદની સજા ફટકારી હતી. જેલમાંથી બહાર નિકળવાના હવાતિયા મારનારી ડો. કિન્નરીએ હાઈકોર્ટમાં ક્રિમિનલ અપીલ કરી હતી.

Advertisement

બે વકિલ બદલ્યા

હાઈકોર્ટમાં આ પિટિશન તેણે હાર્દિક બારોટ પાસે કરાવી હતી જે પછી અને પોતાની પીટીશનનું NOC નીશીથ ઠક્કરને આપેલ છે પરંતુ કોઈ કારણોસર આ એડવોકેટ પાસે પોતાની અપીલ ચલાવવી નથી તેવું કારણધરીને પીટીશન ચલાવવા NOC મહિલા વકિલ મિતલબેન પટેલને આપતા વકિલ મિત્તલબેને કેસનો અભ્યાસ કરી અરજીનો અભ્યાસ કરી કેસ લડવાની તૈયારી દર્શાવી.

પીટીશન મંજુર

મહિલા વકિલ મિત્તલબેને ડૉ. કિન્નરી પટેલની પીટીશન હાઈકોર્ટમાં ચલાવી પીટીશન મંજુર કરાવી હતી અને તે સમયગાળામાં ડૉ. કિન્નરી જ્યૂડીશીયલ કસ્ટડીમાં હતી પણ તેને ટેમ્પરરી જામીન મળતા તે તા. 03/04/2023ના રોજ જેલમાંથી બહાર આવી હતી.

શરતી જામીન મળ્યા
ડૉ. કિન્નરી જેલમાંથી બહાર આવી અને તે જ દિવસે હાઈકોર્ટની બહાર ગેટ પાસે વકિલ મિત્તલબેનને મળવા આવી હતી જ્યાં કિન્નરીને શરતોને આધિન જામીન મળ્યાનું જણાવ્યું જેમાં ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ કિન્નરીએ પાસપોર્ટ પાટણ સેશન્સ કોર્ટમાં જમા કરાવવાનો તેમજ રૂ. 50,000ના બોન્ડ ભરવા પર જામીન મળવાની વાત કરી.

કિન્નરીના મગજમાં ચાલતો હતો વિદેશમાં ભાગી જવાનો પ્લાન
હાઈકોર્ટ તરફથી કિન્નરીને શરતી જામીન મળ્યા પરંતુ તેના મગજમાં કંઈ બીજો જ પ્લાન ચાલતો હતો. કિન્નરી વિદેશ ભાગી જવાની પેરવીમાં હતી. તેથી કિન્નરીએ બીજે દિવસે વકિલ મિત્તલબેનને વ્હોટ્સ એપ કોલ કરીને તેને પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા નથી કરાવવો અને વિદેશ ભાગી જવું છે જેથી પોતે પાસપોર્ટ નથી ધરાવતી તેવું ખોટું એફિડેવિટ બનાવવા અને રૂ. 50 હજારના ખોટા જામીનદાર ઉભા કરી આપવાની વાત વકિલ મિત્તલબેનને કરી જેનો વકિલ મિત્તલબેને સ્પષ્ટ ઈનકાર કર્યો.

જામીન અપાવનાપા વકિલ અને તેની દિકરીને મારી નાખવાની ધમકી
વકિલ મિત્તલબેને કિન્નરીની વાતનો ઈનકાર કરતા તેણે ધમકી આપી કે તું મારું કામ ના કરતી હોય તો તને ફી પણ નથી આપવી અને ફી માંગીશ તો અગાઉ મેં મારા સગા ભાઈ અને ભત્રીજીને પોટેશિયમ સાઈનાઈટથી મારી નાખ્યા હતા તેમ તને અને તારી દિકરીને પણ મારી નાખીશ. મારી પાસે હજુ પોટેશિયમ સાઈનાઈટ પડ્યું છે.

સોલા પોલીસે કિન્નરીને સમન પાઠવ્યું
પોટેશિયમ સાઈનાઈટ જેવું ઝેર સાથે લઈને ફરનારી અને પોતાના લોહીના સગાઓને પણ નહી બક્ષનારી કિન્નરી પટેલે પોતાને જામીન અપાવનારા વકિલને ધમકી આપ્યાની ગંભીર ઘટના બાદ નોંધાયેલી ફરિયાદ પછી સોલા પોલીસે કિન્નરીને પોતાનો પક્ષ રજુ કરવા સમન આપ્યું છે.

શું કહ્યું ભુમિ પટેલે?
પોતાના પતિ અને દિકરીને ગુમાવનારી ભૂમિ પટેલે અમારા સહયોગી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા મારા સસરા સાથે વાત થઈ હતી તે પછી કોઈ સાથે વાત નથી થઈ. ભારેહૈયે તેમણે જણવ્યું કે, મારા પરથી તો જાણે છત જ છિનવાઈ ગઈ.

શું હતી સમગ્ર ઘટના?
ડો. કિન્નરી પોતાના સગા ભાઈ જિગર અને ભત્રીજી માહીની ધતુરાના બીજી અને સાઈનાઈટ આપતી હતી જેનાથી માર્ચ 2019માં તેના ભાઈ જીગર અને ભત્રીજી માહીનું મોત થયું હતુ આ ડબલ મર્ડર મામલે ડૉ. કિન્નરી પટેલને પાટણ સેશન્સ કોર્ટે જીવે ત્યાં સખત કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો. હાઈકોર્ટમાંથી જામીન મેળવી બહાર આવેલી કિન્નરી પટેલ વિદેશ ભાગી જવાની તૈયારી કરી રહી હોવાનો ઘટસ્ફોટ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR થકી થયો છે.

શું છે પોટેશિયમ સાઈનાઈટ
પૃથ્વી પરના સૌથી ઝેરી તત્વ સાઈનાઈડને માનવામાં આવે છે. સામાન્ય રીતે જો શુદ્ધ સાઈનાઈડ લેવામાં આવે તો વ્યક્તિનું ગણતરીની ક્ષણોમાં જ મોત થાય છે. જ્યારે તેને મંદ સ્વરૂપે લેવામાં આવે તો બેભાન થવું, નબળાઈ આવવી વગેરે જેવી શારીરિક તકલીફો પણ થાય છે. 3 મિલિગ્રામ અથવા તેનાથી વધારે સાઈનાઈડ વ્યક્તિ માટે જીવલેણ છે.

આ પણ વાંચો : મોરબીમાં 5 વર્ષની બાળા પર દુષ્કર્મ કરનારા નરાધમને 20 વર્ષની કેદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×