Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladesh Protest: મહિલાઓ પર લાઠીચાર્જ અને વિરોધકર્તા પર ગોળીબાર... જુઓ હ્રદયદ્રાવક વીડિયો

Bangladesh Protest: હાલ, Bangladesh માં આંતરિક હિંસાની આગમાં સળગી રહ્યું છે. ત્યારે Bangladesh ના ખૂણે-ખૂણે યુવાનો પોતાના હકનો અધિકાર માગવા માટે સરકાર સામે વિરોધના પાયા નાખી રહ્યા છે. તો બીજી તરફ સરકારના સુરક્ષા અધિકારીઓ તેમને રોકવા માટે શક્ય તેટલા પ્રયાસો...
bangladesh protest  મહિલાઓ પર લાઠીચાર્જ અને વિરોધકર્તા પર ગોળીબાર    જુઓ હ્રદયદ્રાવક વીડિયો
Advertisement

Bangladesh Protest: હાલ, Bangladesh માં આંતરિક હિંસાની આગમાં સળગી રહ્યું છે. ત્યારે Bangladesh ના ખૂણે-ખૂણે યુવાનો પોતાના હકનો અધિકાર માગવા માટે સરકાર સામે વિરોધના પાયા નાખી રહ્યા છે. તો બીજી તરફ સરકારના સુરક્ષા અધિકારીઓ તેમને રોકવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ વિરોધ પ્રદર્શનકર્તા બેકાબૂ થતા, સુરક્ષા અધિકારીઓએ હથિયારોને હાથમાં લેવા પડ્યા હતાં. તે ઉપરાંત સૈનિકોને પણ Bangladesh ની અંદર તૈનાત કરવામાં આવ્યા છે.

  • સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો

  • સૈનિકોને Shoot At sight નો આદેશ

  • અત્યાર સુધી કુલ 133 લોકોના મોત થયા

Advertisement

Bangladesh સરકારે સૈનિકોને આદેશ આપ્યો છે કે, અસામાજિક તત્વો જો બેકાબૂ થાય છે. તો તેમને ઘટાનાસ્થળ પર ગોળી મારવાનો આદેશ આપ્યો છે. તે ઉપરાંત મહિલા વિરોધ પ્રદર્શનકર્તા ઉપર પણ લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો છે. જોકે આજરોજ Bangladesh માં સુપ્રીમ કોર્ટે સિવિલ સેવા નોકરીમાંથી વિવાદાસ્પદ અનામતને મોફૂક રાખી છે. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો છે.

Advertisement

સૈનિકોને Shoot At sight નો આદેશ

કારણ કે... ગત મહિને આ યોજનાને ફરીથી લાગુ કરવા પર Bangladesh માં ભયાનક હિંસા ભાટી નીકળી છે. તો જ્યારે વિરોધ પ્રદર્શનકર્તા લોકો વિનાશકારી રૂપ ધારણ કર્યું હતું. ત્યારે અનેક એવી ઘટનાઓ બની હતી. જેના વીડિયો અને ફોટો જોઈને આપણી હચમચી જવાઈ છે. જોકે Bangladesh માં સરકારી નોકરીઓમાં આરક્ષણની વિરુદ્ધ વિદ્યાર્થીઓ હિંસક વિરોધ પ્રદર્શન જાહેર કર્યું હતું.

અત્યાર સુધી કુલ 133 લોકોના મોત થયા

ત્યારે Bangladesh માં અત્યાર સુધી કુલ 133 લોકોના મોત થયા છે. તો હાલ Bangladesh માં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. બીજી તરફ પ્રભવાવિત વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. Bangladesh ના ખૂણે-ખૂણે પોલીસ સાથે સૈનિકો સુરક્ષાનું પાલન કરાવી રહ્યા છે. જોકે પોલીસ અને સૈનિકોને Shoot At sight નો આદેશ પણ આપ્યો છે. તેની સાથે તમામ સરકારી સુવિધાઓ પણ બંધ કરી દેવામાં આવીછે.

આ પણ વાંચો: Bangladesh: સુપ્રીમ કોર્ટેનો મહત્વનો નિર્ણય,નોકરીમાં ક્વોટા કર્યો રદ્દ

Tags :
Advertisement

.

×