Bollywood's first rap song - કિશોરકુમારની શરારતની નીપજ
વાત કરીએ લીજેન્ડ ગાયક કિશોરકુમારની. ખરેખર કિશોરકુમારનું જીવન દંતકથા સમાન જ હતું. કિશોરકુમાર ઉત્તમ ગાયક હતા. એમની આગવી શૈલી હતી. ગાયક ઉપરાંત એ સંગીતકાર અને ડિરેક્ટર પણ હતા.એ ધૂની હતા અને એ જ ધૂનથી જન્મ્યું Bollywood's first rap song.
બહુઆયામી વ્યક્તિત્વ હતું. આજે વાત કરીએ બોલિવૂડના પહેલા રેપ સોંગની. નેવુના દાયકા પછી બાબા સેહગલે રેપ સોંગને જાણીતું કર્યું. પણ હિન્દી ફિલ્મોમાં પહેલું રેપ સોંગ 1954માં કિશોરકુમારે ગાયેલું. આજે પણ સંગીતના જાણકાર એ ગીતને અજીબોગરીબ અને અઘરામાં અઘરું રેપ સોંગ ગણે છે.
Bollywood's first rap song
1954માં દેવાનંદની એક ફિલ્મ આવેલી ટેક્સી ડ્રાઇવર.એમાં એક ગીત હતું-ચાહે કોઈ ખુશ હો યા ગાલીયાં હજાર દે.મજાની વાત તો એ છે કે આ રેપ એટલું તો કઠિન છે કે કિશોરકુમાર ખુદ પણ બીજીવાર ન ગાઈ શક્યા. 1964માં ફિલ્મ નવરંગમાં એક રેપ સોંગ આવ્યું. ખુદ સંગીતકાર ચિત્રગુપત્ે એ ગાયેલું."સંકરી ગલી મેં મારી કંકરી કન્હૈયા ને પકરી બાંય ઔર કી અટખેલી'
1969માં ફિલ્મ આશીર્વાદમાં અશોકકુમારે પણ એક રેપ ગાયેલું.'રેલ ગાડી,રેલ ગાડી.."
.. હવે વાત કરીએ એક એવા રેપ સોંગની જે ગાવામાં ખૂબ જ કઠિન છે. એ તો ઠીક પણ એ ગીત જે રીતે આપણને મળ્યું એ સંજોગ ખૂબ રસપ્રદ છે.
આ ગીત પહેલાં સાંભળો તો કિસ્સો માણવાની મજા આવશે. લિન્ક છે: https://www.youtube.com/watch?v=eoNgepPsPjg
ગીત જે રીતે આપણને મળ્યું એ સંજોગ ખૂબ રસપ્રદ
કલાકાર વિશ્વજિતનો હીરો તરીકે એક જમાનો હતો.1975માં વિશ્વજિતે એક ફિલ્મ પ્રોડ્યુસ કરી-કહતે હૈ મુઝકો રાજા. કિશોરકુમાર પેમેન્ટ ન મળે ત્યાં સુધી રેકોર્ડીંગ ન કરતા. અબ્દુલને પેમેન્ટ મળ્યું કે નહીં એ માટે એમનો ખાસ કોડવર્ડ રહેતો.'અબ્દુલ,ચાય મિલી?' અબ્દુલ જો હા કહે તો રેકોર્ડીંગ થાય. અબ્દુલ એમ કહે કે આધી ચાય મિલી' તો કિશોરદા અર્ધુ જ ગીત રેકોર્ડ કરાવે અને એમની સ્ટાઇલથી 'ગલા ખરાબ હૈ' કહી રેકોર્ડીંગ અધૂરું રાખે.
કિશોરદાનો પડછાયો-અબ્દુલ.
આ અબ્દુલ કોણ? કિશોરકુમારનો મેનેજર,ડ્રાઈવર,ખાનસામો બધું જ.
'કહતે હૈ મુઝ કો રાજા' ફિલ્મ વિશ્વજિતની પ્રોડ્યુસર તરીકેની પહેલી ફિલ્મ.એમનો પ્રોડક્શન મેનેજર પણ નવો.કિશોરકુમાર રેકોર્ડીંગ સ્ટુડિયો પહોંચ્યા. સ્ટુડીઓમાં ઓરકેસ્ટ્રા વી. બધુ તૈયાર હતું. કિશોરદા બહાર બેઠા.'અબ્દુલ,ચાય મિલી?' થોડીવાર પછી
અબ્દુલને કોલ છૂટયો. અબ્દુલે જવાબ આપ્યો'ના. નહીં મિલી.' પ્રોડક્શન મેનેજરે અબ્દુલ માટે ચાની વ્યવસ્થા કરી.ચાનું આ પ્રકરણ બે કલાક ચાલ્યું.
કિશોરદા ગીતકાર મજરૂહ સુલતાનપૂરી પાસે બેઠેલા.એમના હાથમાં ગીત લખેલો કાગળ.'વાહ વાહ,કયા ગીત લીખા હૈ?' કહેતા જાય. ગાતા પણ જાય પણ અબ્દુલને ચાનું પૂછતા જાય. ત્રણેક કલાક પછી કિશોરદા બહાર નીકળ્યા અને અબ્દુલને ઈશારો કર્યો અને છૂમંતર થઈ ગયા.
ગીત લખેલ કાગળ જ ન મળ્યો
આ બાજુ સ્ટુડિયોમાં સાજિંદા અને સંગીતકાર પંચમ એટલે કે આર. ડી.બર્મન પણ કંટાળેલા. કિશોરકુમારને શોધવા માંડ્યા પણ હોય તો મળેને? કોઈએ કહ્યું કે દાદા તો ગયા. બસ,એ દિવસે રેકોર્ડીંગનું પડીકું વળી ગયું.
વિશ્વજિતે પ્રોડક્શન મેનેજરને પૂછ્યું. એણે કહ્યું કે'ગજબના માણસ છે કિશોરદા. એમના અબ્દુલને મેં વીસેક ચા પીવડાવી અને..' પંચમદાએ કહ્યું:"ભાઈ,કિશોરકુમાર માટે ચા એટલે.."
બીજા દિવસે સૌથી પહેલાં કિશોરકુમાર સ્ટુડિયો પર પહોંચી ગયા. મજરૂહ સુલતાનપૂરી પાસે ગીત માંગ્યું.
"ગીત કા કાગજ તો તેરે પાસ થા." કિશોરદાએ નનૈયો ભણ્યો. મ
જરૂહએ બહુ કહ્યું એટલે એમણે અબ્દુલને કહ્યું:"ગાડી મેં દેખ અબ્દુલ.વહીં હોગા'
અબ્દુલના જવાબે બધાને ચોંકાવ્યા."દાદા,ગાડી મેં નહીં મિલેગા.કલ રાસ્તે મેં હમને વડાપાઉં ખાયા થા બાદ મેં આપને વોહી કાગજ હાથ પોંછકે ફેંક દિયા થા.' મજરૂહ સાહેબના તો હોશ ઊડી ગયા. એ ગીત એમણે ગઈ કાલે ત્યાં સ્ટુડીઓમાં જ લખેલું. એની કોપી પણ નહોતી કરાવી. કમ્પોઝરની ટ્યુન પર તો ગીત લખેલું.
તાત્કાલિક કિશોરકુમારે ગીત લખી નાખ્યું
હવે શું? પંચમ અને કિશોરકુમારનું ટ્યુનીંગ ઘણું સારું હતું. કિશોરકુમારે પંચમને કહ્યું કે'ચિંતા મત કાર. મુઝે ગાયને કી સિચ્યુએશન બતા દે."
સિચ્યુએશન સમજી કિશોરદા એક ખૂણામાં કાગળ પેન લઈ બેસી ગયા.કલાકેક માં ગીત લખાઈ ગયું. એ એમની રીતે યૂડલિંગ કરતા જાય અને ગીત લખતા જાય. સ્ટુડીઓમાં જઇ આર. ડી.બર્મનને ગીત વંચાવ્યું. એ બેભાન થતાં થતાં રહી ગયા. કિશોરદાએ કમ્પોઝર મનોહરીદાદાને બોલાવ્યા અને ત્રણ ચાર સાજિંદાને બોલાવ્યા અને ગીત વાંચ્યું/ગાયું. અને રિહર્સલ પણ કર્યું અને એક જ ટેકમાં ઓકે થઈ ગયું.એ પછી આજ સુધી બોલીવુડમાં આજ સુધી એવું રેપ સોંગ કોઈ બન્યું નથી. આ કમાલ કિશોરકુમારની.
ગીતની લિન્ક ફરીથી : https://www.youtube.com/watch?v=eoNgepPsPjg
આ પણ વાંચો-Met Gala માં Alia Bhatt નો દેખાયો અંધ વિશ્વાસ, રેડ કાર્પેટ વોક માટે આપ્યા લાખો રૂપિયા