Met Gala માં Alia Bhatt નો દેખાયો અંધ વિશ્વાસ, રેડ કાર્પેટ વોક માટે આપ્યા લાખો રૂપિયા
આલિયા ભટ્ટ હાલમાં જ ન્યુયોર્કમાં ચાલી રહેલ Met Gala માં હાજર રહી હતી. આલિયા ભટ્ટની આ મેગા ઈવેન્ટમાં હાજરી ચારેય તરફ ચર્ચાનો વિષય બની હતી. આલિયાના આ Met Gala નો ખૂબ જ સુંદર લુક ચર્ચાનો વિષય બન્યો હતો. કેટલાક લોકો તેના દેખાવને ખૂબ જ સુંદર કહી રહ્યા છે તો કોઈએ અભિનેત્રીના કપડાને દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફની નકલ ગણાવી છે. પરંતુ આ લુક સામે આવ્યા બાદ ઘણા લોકો આલિયા ભટ્ટને અંધ વિશ્વાસી ગણાવી રહ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..
આલિયાનો અંધવિશ્વાસ!
આલિયા ભટ્ટનો Met Gala નો લુક સોશિયલ મીડિયામાં ઠેર ઠેર વિશ્વભરમાં ચર્ચાઇ રહ્યો છે. આલિયા ભટ્ટની અણમોલ સાડી હોય કે તેનો સુંદર દેખાવ બધી જ બાબતો હાલ ટ્રેન્ડિંગમાં છે. હવે અભિનેત્રીના આ લુકને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. હવે તેની કેટલીક ખાસ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આલિયાને જોઈને લાગે છે કે તે ખૂબ જ અંધશ્રદ્ધાળુ છે. એટલા માટે તેણે આ મોટા મંચ પર પણ એક ખાસ યુક્તિ અજમાવી છે. આ તસવીરોમાં આલિયા ભટ્ટના કાન પાછળ કાળું તિલક દેખાઈ રહ્યું છે. ભારતમાં, મોટાભાગની છોકરીઓ તૈયાર થયા પછી કાલા ટિક્કા લગાવે છે. લોકો માને છે કે આ કરવાથી તેઓ પોતાની જાતને ખરાબ નજરથી બચાવી શકે છે.
100 કરતાં વધારે લોકો અને હજારો કલાકોની મહેનત બાદ તૈયાર સાડી
આલિયા ભટ્ટની સુંદરતામાં ચાર ચાંદ લગાવનાર સાડી પણ કોઈ સામાન્ય સાડી હતી નહીં. 100 કરતાં વધારે લોકો અને હજારો કલાકોની મહેનત બાદ આ સાડી તૈયાર કરવામાં આવી હતી. તેની સુંદર પેસ્ટલ ગ્રીન કલરની સાડી સબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ સાડી બનાવવાની પ્રેરણા 1920 ના સમયગાળાથી લેવામાં આવી છે. તેના પર સુંદર હાથથી ભરતકામ કરવામાં આવ્યું છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે. આલિયાની આ સાડી પરના ફૂલો પણ હાથથી બનાવવામાં આવ્યા હતા. આ સાડી ઇવેન્ટની થીમ પ્રમાણે પરફેક્ટ હતી.
ALIA BHATT’S SAREE IS UNREAL, THE DETAILS AND COLOUR HAVE ME OBSESSED AND IN LOVE #MetGala #AliaBhatt pic.twitter.com/wkSbwXbdTf
— 𝒘. 🤍 (@omgwashhh) May 7, 2024
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સાડી બનાવવામાં કારીગરો, ભરતકામ કરનારા, કલાકારો અને ડાયરો સહિત 163 લોકોએ સહયોગ આપ્યો છે. આ સાથે આ સાડીને બનાવવામાં કુલ 1965 કલાકનો સમય લાગ્યો હતો.
Met Gala માટે આલિયાએ ખર્ચ કર્યા લાખો રૂપિયા
હવે આપણા મનમાં આ બધુ જાણ્યા પછી પ્રશ્ન આવે કે આખરે આલિયાએ આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે કેટલા રૂપિયા આપ્યા હશે. અમારા પાસે આવતી વિગત અનુસાર, મેટ ગાલાની એક ટિકિટની કિંમત લગભગ $75,000 છે, જ્યારે સમગ્ર ટેબલની કિંમત $350,000 થી શરૂ થાય છે. આ કિસ્સામાં, આલિયા ભટ્ટે પ્રતિષ્ઠિત મેટ ગાલાના રેડ કાર્પેટ પર ચાલવા માટે $75,000 (અંદાજે રૂ. 63 લાખ) ચૂકવ્યા છે. જો કે, આ સમાચાર ન તો અભિનેત્રી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે અને ન તો તેની ટીમ તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું છે.
આ પણ વાંચો : હિન્દી ફિલ્મોની મહાન કલાકાર નરગીસની મા Jaddanbai તવાયફ