સ્પા સંચાલકનું વરવું કૃત્ય, યુવતીના વાળ ખેંચી નિર્દયતાથી માર માર્યો, કપડા ફાડી નાંખ્યા
અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા એક સ્પાના એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે જોઇને કોઇનું પણ કાળજું કંપી જાય.. આ સીસીટીવી ફૂટેજ વાળા વીડિયોમાં એક યુવતીની સ્પાના સંચાલક દ્વારા નિર્દયતાથી પીટાઇ કરવામાં આવી રહી છે.. યુવક ક્યારે યુવતીને લાફાવાળી...
Advertisement
અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા એક સ્પાના એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે જોઇને કોઇનું પણ કાળજું કંપી જાય.. આ સીસીટીવી ફૂટેજ વાળા વીડિયોમાં એક યુવતીની સ્પાના સંચાલક દ્વારા નિર્દયતાથી પીટાઇ કરવામાં આવી રહી છે.. યુવક ક્યારે યુવતીને લાફાવાળી કરે છે તો ક્યારેક તેના વાળ ખેંચીને માથુ ભટકાવે છે.. આ યુવતીને તે યુવક દ્વારા એટલો માર મારવામાંઆવે છે અને એટલું હિન કૃત્ય કરવામાં આવે છે કે યુવતીના કપડા પણ ફાટી જાય છે..
View this post on Instagram
યુવતીને સ્પાના સંચાલક દ્વારા નિર્દયતાથી માર
આ વીડિયો સિંધુભવન રોડ પરના ગેલેક્સી સ્પાનો બનાવ છે, જ્યાં યુવતીને સ્પાના સંચાલક દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે. ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલું છે આ ગેલેક્સી સ્પા.. જેના સંચાલક દ્વારા યુવતીને માર મારવામાં આવી રહ્યો છે.., મોહસીન નામનો સંચાલક મહિલાને માર મારી રહ્યો છે. તે મહિલાના વાળ ખેંચીને લાફા મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.
આ ઘટના સામે આવતાં અનેક સવાલ
જોકે, આ ઘટના સામે આવતાં સવાલ એ થઇ રહ્યો છે કે, જો કોઇ બાબત હોય તો પોલીસને જાણ કરી શકાય. પરંતુ આવી રીતે મહિલા કેમ માર મારવામાં આવી રહ્યો છે. જાણે સ્પા સંચાલકને પોલીસની કોઇ બીક ન હોય તેમ માર મારી રહ્યો છે. મહિલાઓની સુરક્ષા માટે સરકાર સતર્ક બની છે ત્યારે એક મહિલા સાથે આટલુ ખરાબ વર્તન કરનાર સામે પોલીસ કડકમાં કડક પગલા તે જરૂરી બન્યુ છે.
Advertisement


