Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stock Market: શેરબજારમાં તોફાની તેજી, ઓટો સહિત આ શેરોમાં ઉછાળો

Stock Market: શેરબજાર આજે (Stock Market) ફરી આકર્ષક ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. Nifty50 આજે ફરી નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે. જ્યારે સેન્સેક્સ (sensex)પણ 511.14 પોઈન્ટ ઉછળ્યો છે. BSE માર્કેટ કેપ નવી સર્વોચ્ચ ટોચે નોંધાયું છે. બીજી બાજુ રૂપિયો...
stock market  શેરબજારમાં તોફાની તેજી  ઓટો સહિત આ શેરોમાં ઉછાળો
Advertisement

Stock Market: શેરબજાર આજે (Stock Market) ફરી આકર્ષક ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. Nifty50 આજે ફરી નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે. જ્યારે સેન્સેક્સ (sensex)પણ 511.14 પોઈન્ટ ઉછળ્યો છે. BSE માર્કેટ કેપ નવી સર્વોચ્ચ ટોચે નોંધાયું છે. બીજી બાજુ રૂપિયો ડોલર સામે 5 પૈસા સુધરી 83.53 પર ટ્રેડ થઈ રહ્યો છે.સેન્સેક્સ આજે 222.52 પોઈન્ટના સુધારા સાથે ખૂલ્યા બાદ 11.00 વાગ્યે 522 પોઈન્ટ ઉછળી 76978ના સ્તરે પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 159 પોઈન્ટના ઉછાળા સાથે 23423.85 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીએ આજે 23441.95ની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી છે. બીએસઈ માર્કેટ કેપ 430.24 લાખ કરોડ થયુ છે. Sensex તેેની ઓલટાઈમ હાઈ 77079ની સપાટી નજીક પહોંચ્યો છે.

275 શેર્સમાં અપર સર્કિટ, 189 શેર્સ વર્ષની ટોચે

સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3746 શેર્સમાંથી 2592 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 1022 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 279 શેર્સમાં અપર સર્કિટ અને 98 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 189 શેર્સ વર્ષની ટોચે અને 14 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.

Advertisement

સ્મોલકેપ, મીડકેપ, ઓટો, ટેલિકોમ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે

આજે સ્મોલકેપ, મીડકેપ, ઓટો, ટેલિકોમ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા. સ્મોલકેપ શેરોમાં તેજીના પગલે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 50223.15ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. કુલ ટ્રેડેડ 999 શેર્સમાંથી 752 શેર્સ 13 ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

Advertisement

BSE ના 25 શેર લીલા નિશાન પર

સમાચાર લખાય છે ત્યાં સુધી, સવારે 11 વાગ્યે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE ના 30 માંથી 25 શેર ઉછાળા સાથે લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યા હતા, જ્યારે પાંચ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. પાવરગ્રીડ શેર (1.67%) અને ટેક મહિન્દ્રા (1.61%) લાર્જકેપ કંપનીઓમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો, આ સિવાય ટાટા સ્ટીલ, એચસીએલ ટેક, એચડીએફસી બેંક શેર મજબૂત ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજારમાં ફ્લેટ બંધ થયો  હતો

ગઈકાલે વૈશ્વિક સ્તરે નબળા સંકેતો અને પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારમાં રમા ફ્લેટ બંધ રહ્યા હતા. રોકાણકારો યુએસ ફેડ પોલિસીની જાહેરાત અને અમેરિકી ફુગાવાના આંકડાઓ પર ફોકસ રાખી રહ્યા હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે. રોકાણકારોને અપેક્ષા છે કે, વર્ષના અંત સુધી ફેડ રિઝર્વ વ્યાજદરોમાં ઘટાડાની શરૂઆત કરી શકે છે. સ્થાનિક સ્તરે પણ ફુગાવાના ડેટા આજે જારી થવાના છે. મેમાં રિટેલ ફુગાવો 4.8 ટકાના સ્તરે સ્થિર રહી શકે છે.

આ પણ  વાંચો - India GDP : ભારત સૌથી ઝડપથી વિકસિત થતી અર્થવ્યવસ્થા : વિશ્વ બેન્ક

આ પણ  વાંચો - IPO : બે મહિનામાં 2 ડઝનથી વધુ કંપનીઓ લાવી રહી છે ₹ 30,000 કરોડના IPO! વાંચો વિગત

આ પણ  વાંચો - SHARE Market: ચૂંટણીના પરિણામ બાદ આ SHARE એ આપ્યું બમણું રિટર્ન

Tags :
Advertisement

.

×