ભીંતચિત્રોને ખરડવાનો મામલો, સાળંગપુરમાં 1 ગેટ સિવાયના તમામ ગેટ બંધ કરાતા હરિભક્તોને હાલાકી
અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ
એક સિવાયના તમામ ગેટ બંધ કરાતા હરિભક્તોને હાલાકી
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ગઈકાલે ભીત ચિત્રો ઉપર હર્ષદ ગઢવી નામના શખ્સ દ્વારા કાળો કલર કરી અને તોડફોડ કરવામા આવેલ અને તે ઇસમની પોલીસ દ્વારા ધરપકડ કરી તેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ ત્યારે આજરોજ વહેલી સવારથી મદિર વિભાગ દ્વારા મદિર ના એક ગેટ સિવાય ના તમામ ગેટો બંધ કરી દેવામાં આવેલ છે જેને લઈ હરિભક્તો દર્શન કરવા આવતા તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે રવિવાર હોય મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી રહ્યા છે પરંતુ કોઈપણ જાતની જાણ કર્યા વગર ગેટો બંધ કરી દેતા હાલ તો હરિભક્તો હેરાન પરેશાન થઈ રહ્યા છે.હરિભક્તોમાં મંદિર વિભાગને લઈ ભારે નારાજગી જોવા મળી રહ્યો છે.મંદિર ના વિવાદના કારણે હરિભક્તોનો શુ વાંક .
મંદિર વિભાગે ગઈકાલે જે બેરીકેટ લગાવ્યા હતા તેનાથી પણ દૂર હવે બેરીકેટ લગાવી દેવાયા
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાંજે 54 ફૂટની પ્રતિમા મુકવામાં આવેલ છે ત્યાં જે પ્રમાણે ગઈકાલે ઘટના બની છે જેને લઈ મદિર વિભાગ હરકતમાં આવેલ છે અને મદિર વિભાગે ગઈકાલે જે બેરીકેટ લગાવ્યા હતા તેનાથી પણ દૂર હવે બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે એટલે કે એક સમયે જે હરિભક્ત 54 ફૂટની પ્રતિમા પાસે જઈ શકતો હતો તે હવે દૂર થી પ્રતિમા ને જોઈ શકશે અને ફોટો ગ્રાફી કરી શકશે
વુદ્ધો, મહિલાઓ ને બાળકોને હાલાકી
મંદિરમાં જે પ્રમાણે વિવાદ ચાલી રહ્યો છે જેને લઈ હાલતો તેની સીધી અસર અહીંયા દર્શન માટે આવતા હરિભક્તો ઉપર જોવા મળી રહી છે કારણ કે અહીંયા શનિવાર અને રવિવારના રોજ ખુબજ મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે.માત્ર ત્રણ નંબરનો ગેટ ખુલ્લો છે, જેથી વુદ્ધો, મહિલાઓ ને બાળકોને હાલાકી ભોગવી પડી રહી છે.


