સંતાનની સરનેમ, વાદ-વિવાદ અને લાગણીઓનું બંધન
મા અને એના સંતાન વચ્ચેનો કુદરતી સંબંધ એવો છે જેને કોઈ વ્યાખ્યામાં આવરી ન શકાય. બાળકનું બીજ માતાના ગર્ભમાં રોપાય ત્યારથી બાળક અને માતા વચ્ચે એક સંબંધ બંધાઈ ગયો હોય છે. અનવોન્ટેડ કે અનપ્લાન્ડ ગર્ભને બાદ કરતાં બાકીના કિસ્સાઓમાં પોતાના અસ્તિત્વ સાથે જોડાયેલા પોતાના અંશની દરેક અનુભૂતિ અદ્ભુત હોય છે. ઘણી વખત તો વણજોઈતા સંતાન માટે પણ માતાની લાગણી એક જુદી જ સપાટીએ જોવા મળે છે. આપણે ત્યàª
Advertisement
મા અને એના સંતાન વચ્ચેનો કુદરતી સંબંધ એવો છે જેને કોઈ વ્યાખ્યામાં આવરી ન શકાય. બાળકનું બીજ માતાના ગર્ભમાં રોપાય ત્યારથી બાળક અને માતા વચ્ચે એક સંબંધ બંધાઈ ગયો હોય છે. અનવોન્ટેડ કે અનપ્લાન્ડ ગર્ભને બાદ કરતાં બાકીના કિસ્સાઓમાં પોતાના અસ્તિત્વ સાથે જોડાયેલા પોતાના અંશની દરેક અનુભૂતિ અદ્ભુત હોય છે. ઘણી વખત તો વણજોઈતા સંતાન માટે પણ માતાની લાગણી એક જુદી જ સપાટીએ જોવા મળે છે. આપણે ત્યાં બાળકને ગર્ભમાં માતા ઉછેરે પણ એને ઓળખ પિતાના નામ અને અટકથી મળે છે. નામ સાથે જોડાયેલી અટક અનેક હકીકતોની ઓળખ હોય છે.
સુપ્રીમ કોર્ટેના બે જજ દિનેશ મહેશ્વરી અને કૃષ્ણ મુરારિએ અકિલ્લાલલિતા વર્સીસ હનુમંતરાવ કોંડા કેસમાં એક ચુકાદો આપ્યો છે. જેમાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને ક્રૂર ગણાવ્યો છે. એમાં આ બંને જજે ટિપ્પણી કરી છે કે, કોર્ટ એ વાતથી અજાણ રહી છે કે, એના ચુકાદાની બાળકના માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર શું અસરો પડી શકે છે. હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં ફેરવી નખાયો એ વાત જ વિચાર માગી લે એવી છે. એના માટે આખો મામલો જાણવો ખૂબ જ જરુરી છે.
વાત એમ છે કે, આંધ્ર પ્રદેશની રહેવાસી એ સ્ત્રીનો દીકરો અઢી વર્ષનો હતો ત્યારે 2006ની સાલમાં એ બાળકનો પિતા અને આ સ્ત્રીનો પતિ અવસાન પામ્યો. 2007ની સાલમાં આ સ્ત્રીએ બીજા લગ્ન કર્યાં. એ બાળકના સાવકા પિતાએ એને ભારતીય કાયદા મુજબ દત્તક લીધો અને સાવકા પિતાની અટક એની પાછળ લગાવવામાં આવી. આ મામલો કોર્ટમાં ગયો અને કોર્ટે એવું કહ્યું કે, આ બાળકના બાયોલોજિકલ ફાધરની અટક એની ઓળખ છે. એના સાવકા પિતાની અટક એ લગાવે તો પણ એ પિતાનો ઉલ્લેખ એના સ્ટેપ ફાધર તરીકે કરવો.
સુપ્રીમ કોર્ટે એવી નોંધ મૂકી કે, જૈવિક પિતાનો વંશવેલો એ બાળક આગળ વધારશે એ વાત આપણે ત્યાં મુખ્ય માનવામાં આવે છે. પરંતુ, બાળકનો વર્તમાન આ બાબતોથી બહુ ડિસ્ટર્બ થશે. પતિના અવસાન બાદ બાળક ઉપર સૌથી વધુ અધિકાર એની માતાનો રહેલો છે. માટે માતા નક્કી કરે કે પોતાના સંતાન પાછળ એણે કોની સરનેમ લગાવવી છે. માતા જે પરિવારમાં પરણીને ગઈએ ત્યાં જો એ પહેલા પતિના સંતાનની અલગ સરનેમ રાખે તો એ બાળકને ભવિષ્યમાં અનેક સવાલોનો સામનો કરવો પડે. એ એના માટે બહુ જ અસહજ પરિસ્થિતિ બની રહે. માટે માતાના બીજા પતિની અટક તેનો અધિકાર છે અને એ નક્કી કરવાનો અધિકાર ફક્ત એની માતાનો છે.
આ એક ચુકાદાથી અનેક મહિલાઓએ રાહતનો શ્વાસ લીધો હશે. આ અને આવા અનેક કિસ્સાઓ છે જેમાં પતિની હયાતી ન હોય છતાં માતાએ પોતાના સંતાનની પાછળ પતિની સરનેમ લગાવવી પડે છે. એમાં પણ જ્યારે એ સ્ત્રીએ બીજું લગ્ન કર્યું હોય ત્યારે તો વધુ કફોડી હાલત થઈ જાય છે. વળી, જો બીજા પતિ સાથે સંતાન કર્યું હોય તો ઓર ગંભીર મામલો બની જતો હોય છે. આગલા ઘરનું સ્ત્રીનું સંતાન નવા ઘરમાં સંપૂર્ણ સ્વીકાર્ય હોય તો માતા અને સંતાન માટે સુખની વાત છે. પરંતુ, સ્વીકાર્ય ન હોય ત્યારે ઘણી વખત સંબંધ અનેક પીડામાંથી પસાર થતો હોય છે. ઘણાં કિસ્સાઓમાં સ્ત્રીનો સ્વીકાર હોય છે. પરંતુ એના આગલા ઘરના બાળકને પતિ નથી સ્વીકારી શકતો. આ સંજોગોમાં બેટર ફ્યુચર માટે ઘણી વખત સ્ત્રી બાંધછોડ પણ કરી લે છે.
તેની સામે એક કિસ્સો એવો પણ છે જેમાં પતિથી જુદી થયેલી સ્ત્રી પોતાના સંતાન પાછળ પોતાની પિયરની અટક લગાવવા માટે મથી રહી છે. પતિ સાથે ડિવોર્સ થઈ ગયા છે. પોતાની જ બાયોલોજિકલ દીકરીની પતિએ કોઈ દિવસ ખબર સુદ્ધાં નથી પૂછી. એ સ્ત્રીને પાસપોર્ટ કઢાવવો છે. દીકરીને ફરવા લઈ જવી છે. કદાચ કોઈ સારો ચાન્સ મળે તો વિદેશમાં સેટ થવું છે. પરંતુ, એના પતિએ પાસપોર્ટ ઓફિસમાં વાંધા અરજી કરી છે કે, મારી દીકરીને લઈને મારી એક્સ વાઈફ ભાગી જવાની છે. આવા અનેક પેઈનફુલ કિસ્સાઓ આપણી આસપાસ જીવે છે. જે કાયદાના ચક્કરમાં પીસાતા રહે છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનેક આયામોને સ્પષ્ટ કરે છે કે, પિતાની હયાતી ન હોય તો કુમળી વયના સંતાન અંગેનો સાચો નિર્ણય એની માતા જ કરી શકે. માતાના અધિકારને સુરક્ષા મળે એનાથી સંતાનના ભવિષ્યના અનેક સવાલો વિલીન થઈ જાય છે.
Jyotiu@gmail.com


