રંગીલું રાજસ્થાન : રાજવી ઠાઠથી ભરેલું રાજ્ય
રાવણહથ્થા પર વાલમની વાટ જોતી વીરહિણીને લગતી આ બે પંક્તિ સાંભળતાં વેંત જ આંખો સામે જે દ્રશ્ય તરવરી ઉઠે તેમા કિલ્લાઓની ઊંચી દિવાલો, રાજપૂત ઘરાનાની સંસ્કૃતિ, મૂંછોના વળમાં સમાયેલી મર્દની છબી, ઘૂમટો તાણેલી સ્ત્રીઓની છબી, ક્યારેક રેસ્ટોરન્ટમાં પીરસાયેલી દાલ-બાટી ચુરમુંની સોડમ, થોડું વધારે ગીત ચાલે તો બોલીવુડ દ્વારા અપાયેલી રાજસ્થાનની ઓળખ આંખો સામે આવી જાય! આ એ લોકોની ધરા છે જેને કà
Advertisement
રાવણહથ્થા પર વાલમની વાટ જોતી વીરહિણીને લગતી આ બે પંક્તિ સાંભળતાં વેંત જ આંખો સામે જે દ્રશ્ય તરવરી ઉઠે તેમા કિલ્લાઓની ઊંચી દિવાલો, રાજપૂત ઘરાનાની સંસ્કૃતિ, મૂંછોના વળમાં સમાયેલી મર્દની છબી, ઘૂમટો તાણેલી સ્ત્રીઓની છબી, ક્યારેક રેસ્ટોરન્ટમાં પીરસાયેલી દાલ-બાટી ચુરમુંની સોડમ, થોડું વધારે ગીત ચાલે તો બોલીવુડ દ્વારા અપાયેલી રાજસ્થાનની ઓળખ આંખો સામે આવી જાય!
આ એ લોકોની ધરા છે જેને કુદરતે હંમેશાં સંઘર્ષ આપ્યો, પણ તેઓએ ફરિયાદી નથી કરી, એક નાનું ઉદાહરણ જુઓ કુદરતે રાજસ્થાનને બહુ ઓછા રંગો આપ્યાં; પણ ત્યાંના લોકોનો પહેરવેશ અને પોષાકે બધાં રંગોથી ભરી દીધું છે. સૂકી અને વનવાડ વગરની ધરા જ્યાં રેતીના અને પથ્થર વચ્ચે ફળ-પાનના નૈસર્ગિક રંગ પણ જોવા ન મળે એવી જગ્યા એ રાજસ્થાની લોકો એ ગુલાબી નગરી- જયપુર, નીલ નગરી - જોધપુર, રાતી(લાલ)નગરી - બિકાનેર, ધવલ(સફેદ) નગરી - ઉદયપુર, સુવર્ણ નગરી- જેસલમેર વિકસાવી!
રાજસ્થાનનું સ્થાપત્ય અને શિલ્પ કામ જોઈને થાય કે કોઈ પણ આર્કિટેક્ટ માટે રણમાં મહેલ ઊભા કરવા સહેલું નહીં હોય, ત્યાં પણ જેટલા રાજસ્થાનમાં શોર્યતા અને વીરતા ધરાવતા રાજવીઓ એટલા જ નિપુણ તેમના કલાકારો, દરબારીઓ, સૈનિકો, દરેક વિદ્યાના પારંગત માણસો...
થરની મરુભૂમિ એટલે કુદરતી વિષમતાઓમાં ઊંચા મહેલો બનાવ્યા છે જ્યાં પ્રજાને પાણી મળી રહે એવા તળાવો અને સરોવર બનાવ્યા છે, આ ધરાએ આક્રમણ સહન કર્યા છે, તે માટે વર્ષો અન્નસંગ્રહ થઈ શકે તેવા દુકાળ માટે અનાજ સંગ્રહ કોઠારો, આધુનિક પિયત પદ્ધતિની ઓળખ પણ થઈ નથી ત્યારથી હરવાફરવા માટે બાગ બગીચા પણ દરેક શહેરમાં રાજાઓ એ બારેમાસ લીલા રહે તેવા બંધાવ્યા છે!
રાજસ્થાનમાં કેવળ રણની સાધના જ નથી થઈ, શિલ્પ કલા, સાહિત્યને પણ ભરપૂર સમ્માન અને પ્રોત્સાહન મળ્યું છે કવિઓને રાજ્યાશ્રય મળેલો છે અને ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓનું સર્જન પણ થયેલુ છે અને આ અભેદ કિલ્લાઓ જ આ વાતની સાક્ષી નથી પૂરતા તેની સાથે ભવ્ય મહેલો, મંદિરો, જળાશયો અને કીર્તિ સ્તંભોનું પણ નિર્માણ થયેલ છે. લોકગીત, લોકનાટ્ય, કઠપૂતળી પ્રદર્શન, સંગીત, લોકનૃત્ય એમાંય ખાસ કરીને ઘુમ્મર અને કાલબેલીયા નૃત્યને આખા વિશ્વમાં આગવું સ્થાન મેળવ્યું છે. Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં હમણાં જ મામએખાનને આમંત્રણ મળ્યું જે લોક સંસ્કૃતિના ગાયક તરીકે ત્યાં જવું એ ગર્વ લેવા જેવી બાબત છે.
રાજસ્થાનના પ્રવાસ માટે પ્રખ્યાત ઉદયપુરમાં ચકાચાંદ કરે તેવા મહેલો રજવાડાઓની ભવ્યતા દર્શાવે છે અને સુંદર તળાવો રાજવી સ્થાપત્યની એક આગવી ઓળખ ઊભી કરે છે, એકલા તળાવ નહીં ત્યાંના મંદિરો, બજારો પણ ઘણા પ્રચલિત છે. રાજપૂતોની કુળદેવી કરણી માતાનું મંદિર ઉદયપુરથી દૂધ તળાવની નજીકમાં છે આ સ્થળ સુધી પહોંચવા ચાલીને અથવા રોપવેના માધ્યમથી જ જઈ શકાય એટલે આ સ્થળ એકદમ પ્રદૂષણ મુક્ત છે. આ સિટી ઓફ લેક્સમાં સૂર્યાસ્ત સમયે તળાવકિનારે અને ડુંગરો વચ્ચે સૂર્ય અસ્ત થતો જોવા સહેલાણીઓ ઉમટી પડીને ત્યાંનું વાતાવરણ રોમાંચિત કરી નાખે છે. ઉદેયપુરની મહેમાનગતી, સિટી પેલેસ, પિચોલા તળાવ, ફતેહ સાગર તળાવ, સહેલીઓની બાડી, જૈસામંદ તળાવ અને વિન્ટેજ કાર મ્યુઝિયમ પણ જોવાલાયક છે. સજ્જનગઢ ફોટઁ ઉપર જતા નીચે એક હોટલમાં સરસ અનુભવ થયેલો ત્યાં મેનુ કાર્ડમાં એક સરસ વાક્ય લખેલું હતું કે તમારે જો રાજસ્થાની સંસ્કૃતિ જોવી હોય તો ત્યાંના ગામડાઓમાં વસેલી છે. લોકો ગામડાઓને નજીકથી જાણે, પારિવારિક મૂલ્યોને સમજે તે માટે મુંબઈની એક સંસ્થા 'સંસ્કૃતિ આંગન' ભારતમાં ગ્રામીણ પ્રવાસન ક્ષેત્રે સારું કામ કરી રહી છે જે રાજસ્થાનના પાલી જિલ્લાના ગ્રામીણ સંસ્કૃતિનો નજીકથી અનુભવ કરાવે છે ઉદયપુરથી થોડે દૂર મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ થયેલું તે હલ્દીઘાટી પણ આવેલું છે હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પ્રખ્યાત ઘોડો ચેતક માર્યો ગયો હતો વર્તમાનમાં અહીં એક મ્યુઝિયમ પણ બનાવેલ છે જે હલ્દીઘાટીના યુદ્ધની ઝાંખી કરાવે છે.
જોધપુરના વાદળી મકાનો, ઐતિહાસિક સ્થાપત્યો વિશાળ કિલ્લાઓ અને મહેરાંગન કિલ્લો પરથી આખા જોધપુર શહેરનું મનમોહક દ્રશ્યો જોવા મળે છે અને વાત આવે જોધપુરના સપેરા જાતિના લોકોનું કાલબેલિયા નૃત્ય જે યુનેસ્કોની સાંસ્કૃતિક વિરાસતમાં સ્થાન પામેલ છે. નૃત્યમાં સ્ત્રીઓની સ્ફૂર્તિ અને વિવિધ ભંગીકા કરે અને સાથે પુરુષો એકતારાની રમઝટ બોલાવે ત્યારે દર્શકોના મોઢામાંથી વાહ વાહની ચિચિયારીઓ ગુંજી ઊઠે છે.
ભારતની પવિત્ર ભૂમિમાં અનેક તીર્થસ્થાનોમાં જ્યાં દરેક ધર્મના લોકો શ્રદ્ધા સાથે જાય છે એવું જ એક સ્થળ જે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ આવેલી છે બીજું નામ અજમેર શરીફની દરગાહના નામથી પણ પ્રખ્યાત છે. સાર્વત્રિક સંવાદિતાનું અદ્ભુત ઉદાહરણ પણ માનવામાં આવે છે આ દરગાહમાં મુખ્ય ચાર દરવાજાઓ પૈકી એક દરવાજાનું નિર્માણ હૈદરાબાદના ડેકકનના મીર ઉસ્માન અલી ખાને બનાવ્યો હતો. 'બિકાનેર' નું નામ જે સાથે જોડાયેલું છે તેવી ભુજીયા સેવ અને રાજકચોરી પ્રખ્યાત છે! અહીં આવેલ ગંગા નહેર અને ઈન્દિરા નહેરના લીધે રાજ્યનો વિકાસ ઝડપી બન્યો છે બિકાનેરમાં આવે ભારત-પાકિસ્તાન સીમા દર્શનની પણ સુવિધા ઉપલબ્ધ છે. નેશનલ રિસર્ચ સેંટર ઓન કેમલ પણ અહીં આવેલું છે. સોનેરી નગરી 'જેસલમેર' માં રણ સફારી ઊંટ સફારી માટે પ્રખ્યાત છે અને બહુ મોટું ઇંડિયન આર્મીનું ટ્રેનિંગ સેંટર, BSF કેમ્પ આવેલો છે. રાણી પદ્માવતી નો 'ચિત્તોડગઢ' સાંભળતા જ પદ્માવત ફિલ્મની અને જોહરની ઐતિહાસિક વાતો યાદ આવી જાય.
ઘણી બધી બોલીવુડની મૂવીનું શૂટિંગ માટે, સેલિબ્રિટી વેડિંગના ડેસ્ટિનેશન વેડીંગ લોકેશન માટે રાજસ્થાન આઇડિયલ સ્થળ ગણાય છે! હવે જ્યાં RJ ના નંબર પ્લેટ ઓછી અને GJ ની નંબર પ્લેટ ધરાવતા વાહન વધુ દેખાય એવી જગ્યા એટલે ગુજરાતીઓનું પ્રિય સ્થળ અને રાજસ્થાનનું એકમાત્ર હવાખાવાનું સ્થળ માઉન્ટ આબુ જે અરવલ્લીની પર્વતમાળામાં આવેલું છે, ઠંડી અને વૃક્ષોથી ઘેરાયેલા સ્થળની મંત્રમુગ્ધ કરે દે તેવી ઠંડી હવા અને વનરાજી, નક્કી તળાવ, સનસેટ પોઇન્ટ, જૈન દેલવાડા, માઉન્ટ આબુ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી સારી જગ્યા છે
માધવપુરમાં આવેલી વાઇલ્ડલાઈફ સેન્ચ્યુરી અને ફ્લોરા, ફૌના એકદમ પરફેક્ટ છે. પ્રકૃતિ પ્રેમી માટે રણથંભોર નેશનલ પાર્ક આવેલું છે જ્યાં વાઘ જોવા મળે. ઓક્ટોબર નવેમ્બર મહિનો બેસ્ટ માધવપુર ફરવા.
રાજસ્થાનમાં રણપ્રદેશના લીધે ઉનાળામાં પાણીની અછત ઊભી થાય છે પરંતુ નહેરોના લીધે અત્યારે ત્યાં કૃષિનો વિકાસ આગવો થયો છે અનાજના ઉત્પાદનમાં રાજસ્થાન પહેલી હરોળમાં આવે છે. જનજાતિઓ અને ગરીબ લોકો માટે રાજસ્થાન ટુરિઝમથી સારી એવી આવક મળી રહે છે, સોલાર પ્લાન્ટસ અને આધુનિક પદ્ધતિથી ખેતી વાડી જોવા મળે છે.
રાજસ્થાન ફક્ત રણ નથી, રણ સિવાય કેટલું બધું છે એ સ્વ-અનુભવ માટે જાતે જોવું પડે એવું સ્થળ છે, કેટલી લોક વાતો, સમૃદ્ધ ઇતિહાસ, અવનવી વાનગીઓ, મહેમાનનવાજી માણવાનો વિષય છે.
(લેખક ગુજરાત સચિવાલયમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં સેક્શન ઓફિસર છે.)
kunalgadhavi08@gmail.com


