રાહતનો મોટો સંકેત! રાજ્યમાં આજે કોરોના કેસના આંકડામાં નોંધપાત્ર ઘટાડો
ગુજરાતમાં કોરોના મોરચે મોટી રાહતના સંકેત મળી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 12,911 નવા કેસ નોંધાયા છે. જે રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોતર ઘટાડો દર્શાવે છે. રાહતની બીજી મોટી બાબત એ છે કે રાજ્યમાં 24 કલાકમાં જ 23,197 દર્દી કોરોના મુક્ત થઈ ગયા છે. અમદાવાદમાં પણ કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 4,405 નવા કેસ નોંધાયા છે. તો બીજા ક્રમે વડોદરામાં 24 કલાકમાં 1,871
Advertisement
ગુજરાતમાં કોરોના મોરચે મોટી રાહતના સંકેત મળી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 12,911 નવા કેસ નોંધાયા છે. જે રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોતર ઘટાડો દર્શાવે છે. રાહતની બીજી મોટી બાબત એ છે કે રાજ્યમાં 24 કલાકમાં જ 23,197 દર્દી કોરોના મુક્ત થઈ ગયા છે. અમદાવાદમાં પણ કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 4,405 નવા કેસ નોંધાયા છે. તો બીજા ક્રમે વડોદરામાં 24 કલાકમાં 1,871 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 1008 નવા કેસ તો સુરતમાં માત્ર 708 જ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 1,17884 છે. તો રાજ્યમાં કોરોના વેક્સિનના આજે 2.13 લાખ ડોઝ અપાઈ ગયા છે. અત્યાર સુધીમાં 9.71 કરોડ ડોઝ અપાયા છે.


