Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં કોરોનાવાયરસના કેસમાં સતત ઘટાડો, આજે નોંધાયા 11,499 કેસ

દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલ ડેટા અનુસાર ભારતમાં 11,499 નવા કોરોનાવાયરસના કેસ નોંધાયા છે, જે બાદ હવે કોવિડ-19 કેસની કુલ સંખ્યા 42,905,844 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ ઘટીને 1,21,881 થઈ ગયા છે. વળી આ 24 કલાકમાં 255 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે, જે બાદ મૃત્યુઆંક વધીને 5,13,481 થયો. છેસતત 20 દિવસથી દૈનિક કોવિડ-19 કેસ એક લાખથી ઓછા નો
દેશમાં કોરોનાવાયરસના કેસમાં સતત ઘટાડો  આજે નોંધાયા 11 499 કેસ
Advertisement

દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલ ડેટા અનુસાર ભારતમાં 11,499 નવા કોરોનાવાયરસના કેસ નોંધાયા છે, જે બાદ હવે કોવિડ-19 કેસની કુલ સંખ્યા 42,905,844 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ ઘટીને 1,21,881 થઈ ગયા છે. વળી આ 24 કલાકમાં 255 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે, જે બાદ મૃત્યુઆંક વધીને 5,13,481 થયો. છે

સતત 20 દિવસથી દૈનિક કોવિડ-19 કેસ એક લાખથી ઓછા નોંધાઇ રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.28 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ-19 રીકવરી રેટમાં વધુ સુધારો થયો છે. 24 કલાકના સમયગાળામાં સક્રિય કોવિડ-19 કેસનો ભાર ઘટીને 12,354 કેસ થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક પોઝિટિવિટી રેટ 1.28 ટકા નોંધવામાં આવ્યો હતો, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.48 ટકા નોંધાયો હતો. આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,22,70,482 થઈ ગઈ છે, જ્યારે કેસમાં મૃત્યુ દર 1.20 ટકા નોંધાયો હતો. દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલ ડોઝ 1,77,17,68,379 કરોડને વટાવી ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 28,29,582 લોકોને રસી આપવામાં આવી છે. બીજી તરફ શુક્રવારે 11,36,133 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.
Advertisement

ભારતમાં કોવિડ-19નો આંકડો 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને વટાવી ગયો હતો. તે 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખને પાર કરી ગયો હતો. 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડનો આંકડો વટાવી ગયો. ભારતે 4 મેના રોજ 2 કરોડ અને ગયા વર્ષે 23 જૂનના રોજ 3 કરોડનો ગંભીર માઈલસ્ટોન પાર કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×