દેશમાં આજે કોરોનાના કેસમાં થયો ઘટાડો, 1 દર્દીનું થયું મોત
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં દૈનિક કેસોમાં 90 ટકાનો વધારો જોવા મળ્યાના એક દિવસ પછી, દેશમાં મંગળવારે સવારે 8 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાકમાં 1,274 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. વળી આ સમયગાળામાં એક દર્દીનું મોત થયું છે. સોમવારે, દૈનિક કેસોમાં 90 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તેના કારણે લોકો ચિંતામાં મુકાઇ ગયા હતા. વાસ્તવમાં આ સમયે કોરોનાની ચોથી લહેરના આગમàª
Advertisement
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં દૈનિક કેસોમાં 90 ટકાનો વધારો જોવા મળ્યાના એક દિવસ પછી, દેશમાં મંગળવારે સવારે 8 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાકમાં 1,274 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. વળી આ સમયગાળામાં એક દર્દીનું મોત થયું છે.
સોમવારે, દૈનિક કેસોમાં 90 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તેના કારણે લોકો ચિંતામાં મુકાઇ ગયા હતા. વાસ્તવમાં આ સમયે કોરોનાની ચોથી લહેરના આગમનનો ડર મંડરાઈ રહ્યો છે. જોકે, IIT કાનપુરના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી, પ્રો. મનિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે દેશમાં ચોથી લહેર આવવાની કોઈ શક્યતા નથી. મહત્વનું છે કે, સોમવારે સવારે છેલ્લા 24 કલાકમાં 2,183 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે આજે એટલે કે મંગળવારે સવારે 1,247 નવા સંક્રમિત મળી આવ્યા છે. રવિવારે 1,150 નવા દર્દીઓ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 4,25,11,701 લોકો સાજા થયા છે. ભારતમાં રીકવરી રેટ 98% થી વધુ છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,21,966 લોકોના મોત થયા છે.
વળી, રાજધાની દિલ્હીમાં જાન્યુઆરી પછી પ્રથમ વખત, સોમવારે ચેપ દર 7.72 ટકા પર પહોંચી ગયો છે. સક્રિય કેસ હાલમાં 11,860 છે અને કુલ ચેપના 0.03 ટકા છે. રીકવરી રેટ 98.76 ટકા પર યથાવત રહ્યો છે અને સોમવારે 928 રીકવરી નોંધાઈ છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, દિલ્હીનો કોવિડ-19 પોઝિટિવિટી રેટ સોમવારે વધીને 7.72 ટકા થયો હતો કારણ કે શહેરમાં 501 નવા કેસ નોંધાયા હતા, જે અગાઉના દિવસ કરતા 16 ઓછા છે.
વળી, સતત બીજા દિવસે 500 થી વધુ ચેપગ્રસ્ત મળી આવ્યા હતા. મંગળવારે છેલ્લા 24 કલાકમાં 501 દર્દીઓ મળી આવ્યા છે. વધતા જતા કેસોને જોતા યુપી સરકારે ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહર અને બાગપત અને હરિયાણાના ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જરમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. વળી, નવ રાજ્યોના 34 જિલ્લા રેડ ઝોનમાં છે. આ સાથે આઈઆઈટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી, પ્રો. મનિન્દ્ર અગ્રવાલે તેમના ગાણિતિક ફોર્મ્યુલા મોડલના આધારે દાવો કર્યો છે કે, 'હાલમાં, કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નથી.' આ ઉપરાંત, તે એમ પણ કહે છે કે વાયરસના જૂના મ્યુટન્ટ્સ તેમની અસર બતાવી રહ્યા છે. રસીકરણ અને 90 ટકા લોકોએ કુદરતી પ્રતિરક્ષા વિકસાવી છે. આને કારણે, જૂના મ્યુટન્ટ વધુ અસરકારક રહેશે, તે અસંભવિત છે. તેની અસર નબળા પ્રતિરક્ષા ધરાવતા લોકો પર વધુ દેખાઈ શકે છે. તે જરૂરી છે કે જો લોકો રક્ષણાત્મક પ્રક્રિયામાં બેદરકાર હોય, તો આ મ્યુટન્ટ્સ ફરીથી તેમની અસર બતાવી શકે છે.
Advertisement


