ગુજરાતમાં કોરોનાનાં એક્ટિવ કેસ 1400 પાર, જાણો રાજ્યમાં આજે કેટલા કેસ નોંધાયા
આજે ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા ઘીમે ઘીમે વધતી જોવાં મળી રહી છે. આજે રાજ્યમાં 217 નવા કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે હજુ કોરોના કારણે રાજ્યમાં કોઇ મોત નોંધાયુ નથી. રાજ્યમાં કોરનાના 1461 એક્ટિવ કેસ છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 97 કેસ છે.રાજ્યમાં આજે 20 જૂને કોરોનાના 217 નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 97 કેસ નોંધાયા છે. ત્યાં જ સુરત કોર્પોરેશનમાં 35, વડોદરા કોર્પોરેશà
Advertisement
આજે ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા ઘીમે ઘીમે વધતી જોવાં મળી રહી છે. આજે રાજ્યમાં 217 નવા કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે હજુ કોરોના કારણે રાજ્યમાં કોઇ મોત નોંધાયુ નથી. રાજ્યમાં કોરનાના 1461 એક્ટિવ કેસ છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 97 કેસ છે.
રાજ્યમાં આજે 20 જૂને કોરોનાના 217 નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 97 કેસ નોંધાયા છે. ત્યાં જ સુરત કોર્પોરેશનમાં 35, વડોદરા કોર્પોરેશનમાં 30, સુરતમાં 10 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 06, મહેસાણામાં 04, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 03-03 કેસ નોંધાયા છે. અમદાવાદ, ભરૂચ ગાંધીનગર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, વલસાડમાં 02-02 કેસ કેસ નોંધાયા છે. અમરેલી, આણંદ, ભાવનગર, ગીર સોમનાથ, ખેડા, મોરબી, સાબરકાાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં 01-01 કેસ નોંધાયા છે. સાથે જ રાજ્યમાં આજ સાંજ સુધીમાં કુલ 45,769 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં રસીકરણનો કુલ આંકડો પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 11,09,10,235 જેટલા કોરોનાની રસીના ડોઝ આપવામાં આવ્યાં છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહ્યી છે. ગુજરાત 20 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં કોરોના કેસનો એક્ટિવ આંકડો 1400ની પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 20 જૂને કોરોના વાયરસના નવા 217 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 97 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો 1400ની ઉપર પહોંચી ગયો છે, રાજ્યમાં આજની 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે, સાથે જ રાજ્યમાં 1461 એક્ટિવ કેસ છે જેમાં 1456 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દઓની સંખ્યા 12,15,453 છે.


