ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થયા 81 દર્દીઓના મૃત્યુ, જાણો શું છે દેશમાં કોરોનાની પરિસ્થિતિ
દેશમાં આજે કોરોના વાયરસના નવા કેસોમાં સામાન્ય નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1096 નવા કેસ નોંધાયા છે અને 81 દર્દીઓના મોત થયા છે. ગઈકાલે કોરોનાના 1260 કેસ નોંધાયા હતા અને 83 લોકોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1, 447 લોકો સાજા થયા હતા, ત્યારબાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 13,013 થઈ ગઈ છે. દેશમાં અત્યાર
Advertisement
દેશમાં આજે કોરોના વાયરસના નવા કેસોમાં સામાન્ય નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1096 નવા કેસ નોંધાયા છે અને 81 દર્દીઓના મોત થયા છે. ગઈકાલે કોરોનાના 1260 કેસ નોંધાયા હતા અને 83 લોકોના મોત થયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1, 447 લોકો સાજા થયા હતા, ત્યારબાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 13,013 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 5,21,345 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 4,24,93,773 દર્દીઓ સજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 4,30,28,131 લોકો દેશભરમાંથી કોરોનાથી સંક્રમિત થયા છે.
અત્યાર સુધીમાં 184 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના 184 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 12,75,495 ડોઝ આપવામાં આવ્યા હતા, અત્યાર સુધીમાં વેક્સિનના 1,84,66,86,260 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2 કરોડ (2,34,18,617) થી વધુ બસ્ટર ડોઝ, આરોગ્ય કર્મચારીઓ, કોરોના વોરિયર અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4,65,904 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ 79,07,64,883 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.


