દેશમાં છેલ્લા 24 કલાકમાં 2528 લોકો કોરોના સંક્રમિત થયા, 149 દર્દીઓના થયા મૃત્યુ
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 2528 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4,30,40,005 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 149 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5,16,281 લોકોના મૃત્યુ થયા છે. હાલમાં દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 30 હજારથી પણ ઓછી થઈ ગઈ છે. હાલમાં, દેશભરમાં 29,181 એક્ટિવ કેસ છે. એકટિવ કેસ àª
Advertisement
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 2528 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4,30,40,005 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 149 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5,16,281 લોકોના મૃત્યુ થયા છે.
હાલમાં દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 30 હજારથી પણ ઓછી થઈ ગઈ છે. હાલમાં, દેશભરમાં 29,181 એક્ટિવ કેસ છે. એકટિવ કેસ કુલ સંક્ર્મણના 0.07 ટકાએ પહોંચ્યો છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.73 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 3997 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4,24,58,543 દર્દીઓ કોવિડને માત આપી છે.
દેશમાં દૈનિક પોઝીટીવ રેટ હવે ઘટીને 0.40 ટકા પર આવી ગયો છે. સાપ્તાહિક પોઝીટીવ રેટ પણ હવે ઘટીને 0.40 ટકા પર આવી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 78.18 કરોડ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6,33,867 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.


