Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમે બધું પતિને પૂછી પૂછીને જ કરો છો?

ગયા અઠવાડિયે ફાઇનલી રણબીર અને આલિયા પરણી ગયા. બંનેના લગ્નએ ગામ ગાંડુ કર્યું હતું એવું લખીએ તો નવાઈ નથી. બહુ જ ઓછા અને પારિવારિક સગાઓ વચ્ચે આ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા. એ લગ્ન પછી એક વાત બહાર આવી કે, લગ્નના સાત  વચનો આપવાની વાત આવી ત્યારે મહેશ ભટ્ટે દીકરીને અટકાવી. હું બઘું જ પતિને પૂછીને કરીશ એ વચન આપવાનું આવ્યું ત્યારે મહેશ ભટ્ટે કહ્યું કે, મેં મારી પત્ની પાસેથી આવું વચન લીધું àª
શું તમે બધું પતિને પૂછી પૂછીને જ કરો છો
Advertisement
ગયા અઠવાડિયે ફાઇનલી રણબીર અને આલિયા પરણી ગયા. બંનેના લગ્નએ ગામ ગાંડુ કર્યું હતું એવું લખીએ તો નવાઈ નથી. બહુ જ ઓછા અને પારિવારિક સગાઓ વચ્ચે આ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા. એ લગ્ન પછી એક વાત બહાર આવી કે, લગ્નના સાત  વચનો આપવાની વાત આવી ત્યારે મહેશ ભટ્ટે દીકરીને અટકાવી. હું બઘું જ પતિને પૂછીને કરીશ એ વચન આપવાનું આવ્યું ત્યારે મહેશ ભટ્ટે કહ્યું કે, મેં મારી પત્ની પાસેથી આવું વચન લીધું નથી. મારી દીકરી પણ પોતાના નિર્ણયો જાતે કરે. હું નથી ચાહતો કે આલિયા આવું કોઈ વચન રણબીરને આપે.  
આપણે ત્યાં લગ્ન સમયે યુગલો ચાર ફેરા ફરે છે. પહેલો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ તમામ ફેરાના અર્થ છે અને એમાં ગૃહસ્થીની સમજ પણ સમાયેલી છે. સપ્તપદીના વચનોની વાત કરીએ તો એમાં પણ પતિ-પત્નીના સહજીવન સાથે જોડાયેલી અનેક વાતો સમજવા જેવી છે. અત્યારના સંજોગોમાં ઝાકમઝોળ અને દેખાડો એટલો મહત્ત્વનો બની ગયો છે કે, ભાગ્યે જ કોઈ આ વિધિને ધ્યાનથી સમજતું હશે.  
સપ્તપદીના વચનોમાં પુણ્યમાં સાથે રહેવાનું, બંનેના માતા-પિતાનું સન્માન જાળવવાનું, જીવનના દરેક તબક્કે એકબીજાનો સાથ આપવાનું, પરિવારની જવાબદારી નીભાવવાનું, એકબીજાંના ઓપિનિયનને સન્માન આપવાનું, વ્યસનથી દૂર રહેવાનું, જીવનસાથીનું અપમાન નહીં કરવાનું, લગ્નેતર સંબંધો નહીં બાંધવાનું આવી વાતો શ્લોકમાં કહેવાય છે. લગભગ દરેક મંડપમાં વર કન્યાને ગોરમહારાજ આ સમજાવવાની કોશિશ કરતા હોય છે. જેમાં વર-કન્યાનું ધ્યાન બહુ ઓછું હોય છે.  
એક વિચાર આવે છે કે જો લગ્નના ફેરા અને વચનો નીભાવાતા હોત તો સમાજમાં ઘણીબધી બદીઓ આવી જ ન હોત. લગ્નસૂત્રમાં બંધાવાને પણ આપણે ત્યાં સોળ સંસ્કારમાંથી એક સંસ્કાર ગણવામાં આવે છે. જો લગ્ન વ્યવસ્થા ન હોત તો સંબંધોની દુનિયા વધારે અટપટી અને અઘરી હોત. જમાના પ્રમાણે વિધિ ફાસ્ટ ફોરવર્ડમાં ચાલતી રહે છે. નવા જમાના પ્રમાણે કેટલાંક ફેરફારો વિધિમાં પણ થવા લાગ્યા છે. સાથોસાથ વચનો અને ફેરા ફરાય છે એ પ્રમાણે લગ્નજીવન પણ ક્યાં જીવાતું હોય છે? એ રીત જ લગ્ન જીવવું જોઈએ એવું કહેવાનો કોઈ મતલબ નથી. પણ સંબંધોમાં તિરાડો પડતી જાય છે ત્યારે ભાગ્યે જ આ સપ્તપદીના વચનો અને ફેરા ફરતી વખતે કરેલાં સંકલ્પો ભુલાઈ જાય છે.  
આલિયા ભટ્ટના લગ્ન બાદ ચર્ચામાં આવેલી વાત એ છે કે, પતિને પૂછી પૂછીને બધું કરવું કે ન કરવું? ભારતીય ઘરોમાં ઉછરેલી દીકરી પુરુષપ્રધાન સમાજ વચ્ચે જીવે છે. દીકરી જન્મે ત્યારથી માંડીને જીવે ત્યાં સુધી એની જિંદગીમાં પુરુષપાત્ર અનેક સંબંધોમાં વણાયેલું જ રહે છે. દીકરી નાની હોય ત્યારે પિતા, દાદા, કાકા, ભાઈ લગ્ન પછી પતિ, સસરા, દિયર અને સંતાનો થાય એ પછી દીકરો. આ સિવાય માસા, મામા, ફુઆ, જીજાજી જેવા સંબંધો પણ એની સાથે જોડાયેલા હોય છે. દીકરી કે વહુને પોતાની રીતે જીવવાનો અધિકાર બહુ ઓછા પરિવારોમાં મળતો હોય છે. કોઈને પૂછ્યા વગર કંઈ કરે તો એ બહુ જલદીથી સ્વચ્છંદીમાં ખપી જાય છે. બધું પૂછી પૂછીને કરે તો એ નિર્ણયશક્તિ વગરની ગણાઈ જાય છે. 
પિયરમાં પિતાનો ઓપિનિયન મેટર કરતો હોય છે. ભાગ્યે જ કોઈ દીકરી પિતાના નિર્ણયથી વિમુખ થતી હોય છે. એક કુદરતી બંધન જ એવું છે જેમાં પ્રેમ જીતી જતો હોય છે. સમજદાર દીકરી પોતાની ઈચ્છાઓનું બલિદાન આપીને પિતા અને ભાઈને પૂછી પૂછીને બધું કરતી હોય છે. આપણે ત્યાં આ વાત બહુ જ સામાન્ય છે. આ રીતે ઉછરેલી દીકરી સાસરે જઈને પણ પતિને પૂછી પૂછીને જ કરવાની છે. પહેલેથી પૂછીને કરવાની માનસિકતા એટલી હાવી થઈ ગઈ હોય છે કે, એ જાતે કંઈ નક્કી જ નથી કરી શકતી.  
આ થઈ વાસ્તવિક વાત. આપણે આ માનસિકતામાંથી બહાર આવવાની જરુર છે. દીકરી ભણી લે એટલે એને પગભર બનાવવામાં આવે છે. કમાવવા માંડે નિર્ણયશક્તિ આવી જાય એ જરુરી નથી. નિર્ણયશક્તિ માટે એનામાં નાનપણથી એવા સ્પષ્ટ વિચારો રોપાવા જોઈએ. એનું વાચન, કેળવણી, વિકાસ, ઉછેર એ રીતે કરવો જોઈએ કે એ જિંદગીના, કરિયરના કે જીવનસાથી અંગેના કોઈ નિર્ણયમાં પાછી ન પડે. નિર્ણય લઈને એ વ્યક્ત થવામાં પણ પાછી ન પડવી જોઈએ. શહેરમાં વસતિ નવી પેઢી હોય કે પછી ગામડાંમાં ખેતરે જતી દીકરી હોય ઉછેર સૌથી વધુ મહત્ત્વનો છે. બહુ ઓછાં પરિવારોમાં દીકરી અને વહુના નિર્ણયને સન્માન મળતું હોય છે. પૂછીને જ થવું જોઈએ એવી માનસિકતા આજે પણ આપણાં સમાજમાંથી નીકળી નથી. 
વડોદરાવાસી કવિ, પટકથાકાર મિત્ર મૃગાંક શાહે ગોલ્ડન રુલ્સ ઓફ કંપેનિયનશીપ કહેલા. એ વાંચવાની મજા આવશે અને ક્યાંક આ વાત સાચી પણ લાગશે.  
હું તારી દરેક વાત સાથે સંમત નહીં થાઉં, 
પણ હું મારી માન્યતાઓને તારા ઉપર નહીં થોપું.  
હું તને જે જોઈએ એ બધું નહીં આપી શકું,  
પણ હું તને મારો પૂરતો સમય ચોક્કસ આપીશ.  
હું તને દરેક કામ પૂછી પૂછીને નહીં કરું,  
પણ હું તારી ક્યારેય અવગણના નહીં કરું.  
હું દરેક વખતે તારા વખાણ નહીં કરું, 
પણ હું લોકો સામે તારું સન્માન જાળવીશ.  
હું તને કાયમ ખુશ રાખું એ શક્ય નથી,  
પણ તને દુઃખ થાય એવું કરતા અચાકાઈશ.  
હું દરેક વખતે તારો જ પક્ષ નહીં લઉં, 
પણ હું ખૂબ જ ધ્યાનથી તારી વાત સાંભળીશ.  
હું તારી ત્રુટીઓને હંમેશાં ચલાવી નહીં લઉં, 
પણ હું તારી ખૂબીઓને બહુ મૂલ્યવાન સમજીશ.
Tags :
Advertisement

.

×